________________
૧૮
શીલપદેશમાલા ગ્રંથને ન કરી. આથી નારદે વિચાર્યું. ઇંદ્રાણીઓએ પણ મારી અવજ્ઞા કરી નથી. પણ આ અહંકારવાળી હોવાથી ઔચિત્ય પણ ન આચર્યું. ગુસ્સે થયેલા તે છલાંગ મારીને ઉડીને કુંડિનપુર ગયા. ત્યાં રુકિમણીએ તેમને સત્કાર કર્યો. નારદે તેની આગળ કૃષ્ણના ગુણે કહ્યા. કૃષ્ણ પ્રત્યે તેને અનુરાગવાળી બનાવીને પટમાં તેનું રૂપ આલેખ્યું. સત્યભામા પ્રત્યે દ્વેષના કારણે તે રૂપ જલદી કૃષ્ણને બતાવ્યું. આ દેવી કેણ છે એમ કુણે પૂછયું. નારદે કહ્યુંઃ રુમિણ નામની આ કન્યા છે અને સફમી નામના રાજાની નાની બહેન છે. વિસ્મયપૂર્વક તેના મોગરાનું ફૂલ અને ચંદ્ર જેવા મનહર ગુણેને સાંભળતા કૃષ્ણ રુકિમણી પ્રત્યે અતિશય અનુરાગ ધારણ કર્યો. આથી કૃષ્ણ નારદને કહ્યું: હે દેવર્ષિ ! જે રીતે આ મારી પ્રિયા થાય તે રીતે કરે. અથવા કલ્પવૃક્ષને કરેલી પ્રાર્થને શું ક્યારેય નિષ્ફલ થાય? નારદે કહ્યુંઃ ખેદ ન કરે. જે રીતે રુક્િમણ તમારી પત્ની થાય તેમ કરું છું. તમે (તમારી બહેન મને આપો એમ રુક્િમણીની માગણી માટે રુકિમ રાજા પાસે) દૂત મોકલે. રુમિ રાજા તમારા પ્રત્યે કેવું વર્તન કરે છે તે જોઈએ. હર્ષ પામેલા કુણે આ પ્રમાણે કહેતા નારદની પૂજા કરીને રુકિમણીની માગણી કરવા માટે રુમી રાજા પાસે દૂત મોકલ્યો. રુમીએ કહ્યુંઃ અમે બહેનને ગોવાળને નહિ આપીએ પહેલાં મહાપરાક્રમી શિશુપાલ આને વર પ્રાપ્ત થયા છે=શેળે છે. રત્ન સોનાની સાથે શોભે, પિત્તળની સાથે ન શોભે. રુમીએ દૂત દ્વારા કૃષ્ણને આ પ્રમાણે કહેવડાવ્યું. આ વખતે મિણીની ફેઈએ રુકિમણને કહ્યું હે પુત્રી ! પૂર્વે અતિમુક્ત મુનિએ તે કૃષ્ણની પટરાણી થશે એમ કહ્યું છે. આજે પ્રેમથી તારી માગણી કરવા છતાં કૃષ્ણને કોઇથી ના કહીને રુકમીએ હવે તને શિશપાલને આપી છે. મિણીએ પહેલાં નારદની પાસેથી શિશુપાલ ખરાબ રૂપવાળે છે એમ જાણ્યું હતું. આથી પોતે શિશુપાલને અપાઈ છે એમ સાંભળીને રુકિમણી વિષાદથી ઉદાસીન બની ગઈ. શું ક્યારે પણ જ્ઞાનીની વાણી નિષ્ફલ થાય? એમ બેલતી રુકિમણે કૃષ્ણ પ્રત્યે અનુરાગવાળી છે એમ ફેઈએ નિર્ણય કર્યો. આથી તેણે જલદી દૂત દ્વારા કૃષ્ણને જણાવ્યું કે, તમને અનુરૂપ એવી ક્રિમણ પ્રત્યે તમને અનુરાગ હોય તો તમે ગુસપણે જલદી આવે. હું મહા મહિનાની આઠમના રોજ નાગદેવની પૂજાના બહાને રુકિમણીને ઉદ્યાનમાં લાવીશ. આ તરફ કુંડિનપુરમાં વિવાહ નિમિત્તે કરેલા મહત્સવમાં મિણીને પરણવા માટે ઉત્સુક એવો શિશુપાલ આવ્યું. નારદના મુખથી શિશુપાલનું આગમન જાણીને બલદેવ અને કૃષ્ણ એ બંને બે રથ ઉપર બેસીને કંડિનપુર આવ્યા. પૂર્વે સંકેત કરેલા સ્થાનમાં કેઈએ આગળ કરેલી 'રુમિણીને જોઈને કૃષ્ણ વિચાર્યું. આ નારદે જેવી કહી હતી તેનાથી પણ વધારે સુંદર છે. પછી કૃષ્ણ રુકિમણને સ્નેહપૂર્વક કહ્યું: હે ભદ્રે ! સ્નેહને આધીન બનેલે અને એથી જેમ ભ્રમર કલ્પવૃક્ષની મંજરીને યાદ કરે તેમ તને યાદ કરતે હું દૂરથી આવ્યો છું. આથી વિલંબ
૧. અહીં ‘જીનોનમરમરથi એ પદને હેતુપૂર્વક અર્થ લખ્યો નથી.