________________
શીલપદેશમાલા ગ્રંથને, સુભટે પણ પ્રીથી જીતી શકાય છે એમ કહે છે –
जे नामति न सीस, कस्सवि भुवणेवि ते महासुहडा ।
रागंधा गलियबला, रुलंति महिलाण चरणतले ॥१६॥ ગાથાર્થ-જેઓ જગતમાં કોઈને પણ મસ્તક ન નમાવે તેવા મહા સુભટે પણ રાગાંધ અને બેલહીન બનીને સ્ત્રીઓના ચરણતલમાં આળોટે છે.
ટીકાથ–જેઓ સમસ્ત જગતમાં કેઈને પણ પોતાનું મસ્તક ન નમાવે તેવા રાવણ સમાન મહાબળવાળા પણ પુરુષે રાગાંધ બનીને અનુરાગના કારણે સ્ત્રીઓની આગળ “હું તને વશ છું” એમ બેલવા લાગે છે અને કામવાસનાના કારણે જાણે બલ ક્ષીણ થઈ ગયું હોય તેવા બનીને સ્ત્રીઓના ચરણુતલમાં આળોટે છે. [૧૬] ઉપર્યુક્ત વિષયને જ વિશેષથી કહે છે –
सक्कोवि नेय खंडइ, माहप्पमडफरं जए जेसि ।
तेवि नरा नारीहि, कराविया निययदासत्तं ॥१७॥ ગાથાથ-ઇકો પણ જેમના ફેલાતા ગર્વવાળા માહાભ્યનું ખંડન કરી શકતા નથી તે પણ મનુષ્ય સ્ત્રીઓ વડે પિતાના દાસ કરાયા છે.
ટીકાર્થ-બીજાની વાત દૂર રહી, ઈંદ્ર પણ જેમના અહંકારને દૂર કરવા સમર્થ નથી, અર્થાત્ જેઓ પોતાના બળના અહંકારથી ઇંદ્રને પણ ગણતા નથી, તેઓ પણ સ્ત્રીઓ વડે વિવિધ રીતે વિડંબના પમાડાયા છે. આ વિષે રિપુમર્દન રાજા અને ભુવનાનંદા રાણીનું દષ્ટાંત છે. તે આ પ્રમાણે -
રિપમદન અને ભુવનાનંદી રાણીનું દષ્ટાંત અહીં ભરતક્ષેત્રમાં સુખવાસ નામનું નગર હતું. ત્યાં અતિશય ઊંચા મહેલની ઉપર તારાઓ અક્ષતના (= ચોખાના) જેવા જણાતા હતા. તેમાં માનથી મહાન, અતિશય પ્રતાપના તાપથી યુક્ત અને મેરુપર્વતની જેમ રત્નથી સમૃદ્ધ રિપુમર્દન નામનો રાજા હતા. તેને ન્યાયનો સાગર એવો બુદ્ધિસાગર નામનો મંત્રી હતો. તેને પ્રેમરૂપી સંપૂર્ણ ધનવાળી રતિસુંદરી નામની પત્ની હતી. તે નગરમાં પૂર્વ દિશામાં શ્રી આદિનાથભગવાનનું દેવવિમાન જેવું ઊંચું અને અત્યંત સુંદર મંદિર હતું. તેની આગળ અતિશય વિશાળ અને ઊંચું આમ્રવૃક્ષ હતું. તે વૃક્ષ ઉપર મનુષ્યભાષામાં કુશળ એવું પોપટનું યુગલ હતું.
એકવાર પુત્રને જન્મ થતાં પોપટનું યુગલ હોષિત બન્યું. પૃથ્વીમાં રાજાથી પણ અધિક પિતાની સફલતાને ધારણ કરી, અર્થાત્ તે બંને અમે રાજાથી પણ અધિક પુણ્યવંત છીએ એમ માનવા લાગ્યા. એકવાર પતિ અન્ય પોપટીમાં આસક્ત છે એમ માનીને પોપટીએ પોપટને માળામાં પ્રવેશ ન આપ્યો અને કહ્યુંઃ જ્યાં તારી પ્રિયા છે ત્યાં જા. અન્યમાં આસક્ત મનુષ્ય ઉપર પ્રેમ, પરાધીન સંપત્તિ અને સત્ય-અસત્ય વગેરેના