________________
૨૮૪
શિલોપદેશમાલા ગ્રંથને ભેદવા માટે શસ્ત્ર સમાન પરસ્ત્રીને તજ નથી તે પુરુષ જગતમાં અપકીર્તિનો ૫ટહ વગાડે છે, ગેત્રમાં શાહીને કચડો ફેરવે છે, અર્થાત્ કુલને કલંકિત બનાવે છે, ચારિત્રને જલાંજલિ આપે છે, અર્થાત્ સત્યવૃત્તિને છોડી દે છે, ગુણસમૂહરૂ૫ ઉધાનમાં દાવાનલ સળગાવે છે, સકલ આપત્તિઓને સકેત (આમંત્રણ) આપે છે, મોક્ષપુરીના દ્વારમાં દઢ કમાડ બંધ કરે છે. * [ ૭૫]. | વિષયસુખમાં આસક્તનાં દૂષણને કહે છે –
कलिमलअरइअभुक्खा-वाहीदाहाइँ विविहअसुहाई ।
मरणंपि हु विरहाइसु, संपजइ कामतविआणं ॥७६॥ ગાથાર્થ – કામથી સંતપ્ત જીવોને ચિત્તક્ષોભ, અરતિ, ભૂખને અભાવ, વ્યાધિ, દાહ આદિ દુઃખ થાય છે, અને વિરહ વગેરેમાં અવશ્ય મરણ પણ થાય છે.
ટીકાથ- કામથી સંતપ્ત જી વિષયસુખમાં આસક્ત હોય છે. વિષયસુખો ન મળવાથી તેમને ચિત્તક્ષેભ થાય છે, ચિત્તમાં અતિશય ઉદવેગ થાય છે. વિષય સુખ મેળવવાની છે તે ચિંતાથી તેમનું અંતર વ્યાકુલ બને છે. આથી તેમને આહાર ઉપર રુચિ થતી નથી. તાવ વગેરે રોગો થાય છે. શરીરે અતિશય દાહ થાય છે. આદિ શબ્દથી મૂછ વગેરે દુઃખ જાણવાં. માત્ર આ દુખ પ્રાપ્ત થાય છે એવું નથી. કામની આતુરતાથી છે પ્રેમીને વિરહ આદિ અવસ્થામાં અવશ્ય મરણ સુધીની અવસ્થાને પણ પામે છે. આ વિષે કહ્યું છે કે- “( કામની દશ અવસ્થા છે તેમાં) પહેલી અવસ્થામાં વિષયસુખની ઇચ્છા, બીજીમાં વિષયસુખનું ચિંતન, ત્રીજમાં સ્ત્રી વગેરેનું સ્મરણ, ચેથીમાં સ્ત્રી વગેરેના ગુણેનું ચિંતન, પાંચમીમાં ઉદ્વેગ, છઠમાં વિલાપ, સાતમીમાં ઉન્માદ, આઠમીમાં વ્યાધિ, નવમીમાં જડતા અને દશમીમાં મરણ થાય.” વળી “વ્યાધિ થયો હોય તે શરીર કૃશ થાય, કેઈએ ઘાયલ કર્યો હોય તે શરીરમાંથી લોહી નીકળે, સર્પ વગેરે પ્રાણી કરડ્યો હોય તે લાળ દેખાય, આ બધું આમાં નથી, છતાં આ બિચારો મુસાફર કેવી રીતે મરી ગયો? હા, જાયું! કલાહલ કરનારા અને પુષ્પરસમાં લંપટ ભમરાઓ જેમ (નૂતમુહુહે= ) આંબાની કળીમાં દષ્ટિ કરે તેમ, નક્કી આ પરસ્ત્રીલંપટે (નૂતમુશ=) સ્ત્રીની યોનિમાં દષ્ટિ કરી છે. (એથી તે મરણ પામ્યો છે.)” [૭૬]. ફરી કામાતુર જીવોના દુખસમૂહને કહે છે –
विसईण दुक्खलक्खा, विसयविरत्ताणमसमसमसुक्खं । जइ निउणं परिचिंतसि, ता तुज्झवि अणुभवो एसो ॥७७॥