SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી ભાવાનુવાદ ૨૮૩ તૃણ હુસ્તર છે, ઇન્દ્રિયો અતિશય દુજોય છે, અને ચિત્ત ચંચલ છે. (આથી તત્વના જાણકાર પણ શીલધર્મવંતે માટે સ્ત્રીને ત્યાગને આટલે બધે આગ્રહ રાખવામાં આવે છે.) [૭૩] તવના જાણકાર શીલધર્મવંતે સવથી તૃષ્ણને નિરોધ કરશે એવા કથનને ઉત્તર આપે છે : थोवमसारं सत्तं, मोहणवल्लीओ महिलिआओवि । इइ कहवि चलिअचित्तो, ठावए एवमप्पाणं ॥७४॥ ગાથાથે - સાવ થોડું છે, અને થોડું પણ એ સવ અસાર=ક્ષણભંગુર છે. તથા સ્ત્રીઓ સ્વભાવથી જ મેહને ઉત્પન્ન કરનારી છે. આથી બ્રહ્મચારી કેઈ પણ રીતે ચલચિત્તવાળો થાય તે પણ પૂર્વે કહ્યું તેમ પ્રસંગને ત્યાગ કરવા વડે આત્માને સ્થિર કરે, અર્થાત્ શીલભંગને ન પામે. ટીકાથ-સીઓ સ્વભાવથી જ મોહને ઉત્પન્ન કરનારી છે. એ વિષે કહ્યું છે કે“નીચે જનારી, સુપયોધરા, ઉન્માર્ગમાં જનારી, વક્રગતિવાળી સ્ત્રીઓરૂપી નદીઓથી શ્રેષ્ઠ પર્વત જેવા મોટા પુરુષો પણ ( શ્રેષ્ઠ પર્વતના જેવા સ્થિરમનવાળા પુરુષો પણ) ભેદાય છે ? (અહીં સ્ત્રીને નદીની ઉપમા આપવામાં આવી છે. નદી જેમ નીચે જનારી છે તેમ સ્ત્રી પણ નીચે જનારી છે, એટલે કે અનુચિત કરનારી છે. નદી જેમ સુ ધરા છે, એટલે કે ઘણા પાણીને ધારણ કરનારી છે, તેમ સ્ત્રી પણ સુપધરા છે, એટલે કે સારા સ્તનવાળી છે. નદી જેમ ઉન્માર્ગમાં જનારી છે, તેમ સ્ત્રી પણ ઉન્માર્ગે=ોટા માર્ગે જનારી છે. નદી જેમ વક્રગતિવાળી હોય છે, તેમ સ્ત્રી પણ વક્રગતિવાળી એટલે કે દંભવાળી હોય છે. જેમ શ્રેષ્ઠ પર્વત નદીઓથી ભેદાય છે, તેમ પર્વત જેવા સ્થિરમનવાળા પુરુષો પણ સ્ત્રીઓથી ભેદાય છે= શીલથી ભ્રષ્ટ કરાય છે.) [૭૪] પિતાના આત્માને જ બોધ આપતા ગ્રંથકાર કહે છે – रे जीव ! समइकप्पिय-निमेससुहलालसो कहं मूढ ! । सासयसुहमसमतमं, हारसि ससिसोयरं च जसं ॥७५।। ગાથાર્થ- અરે ! મૂખ જીવ! તું જાતે કપેલા નિમેષ જેટલા વિષયસુખમાં લંપટ બનીને શીલપાલનથી મેળવી શકાય તેવા અનંત મોક્ષસુખને અને ચંદ્ર સમાન નિર્મલ યશને કેમ ગુમાવે છે? ટીકાથ– વિષયસુખમાં લંપટ પુરુષ મોક્ષસુખને અને યશને ગુમાવે છે. આ વિષે કહ્યું છે કે-“કામથી પીડિત જે પુરુષ કાંતિના (=સુખના) ઉદયને
SR No.022170
Book TitleShilopadeshmala
Original Sutra AuthorN/A
AuthorJaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
PublisherSalvina Adishwar Bhagwan Jain Derasar Trust
Publication Year1993
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy