________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૮૧ શિલધારીઓએ નારીના સંગને પણ ત્યાગ કર જઈએ એમ જણાવે છે –
बंमन्वयधारीणं, नारीसंगो अणत्थपत्थारी ।
मूसाणव मंजारी, इअ निसिद्धं च सुत्तेवि ॥६८॥ ગાથાર્થ – શીલપાલનમાં તત્પર બનેલાઓને નારીને સંગ, ઉંદરને બિલાડીના સંગની જેમ અનર્થને વિસ્તાર કરે છે, અર્થાત્ પાપને હેતુ છે. આથી જ દશવૈકાલિકસૂત્રમાં પણ બ્રહ્મચારીને નારીના સંગનો નિષેધ કર્યો છે.
ટીકાથ- જેમ બિલાડી ઉંદરનો નાશ કરે છે, તેમ અસંગ શીલવંતના શીલરૂપી શરીરને વિનાશ કરનાર હોવાથી અનર્થની પરંપરાને કરનાર છે. [૬૮] દશવૈકાલિકસૂત્ર (અ. ૮ ગા. ૫૭) માં જે કહ્યું છે તે જ કહે છે –
विभूसा इत्थिसंसग्गो, पणीयं रसभोयणं ।
नरस्सत्तगवेसिस्स, विसं तालउडं जहा ॥६९॥ ગાથાર્થ – આત્મહિતના શેધક (=સ્તત્વના જાણકાર) પુરુષ માટે વિભૂષા, ગ્રીસંસર્ગ, પ્રણીતઆહાર અને રસાજન તાલપુટ ઝેર જેવા છે.
- ટીકાથ- વિભૂષા=ઉદ્દભટ વર અને આભૂષણ આદિથી શરીરની શોભા કરવી. સમનીતિમાં કહ્યું છે કે- “ઋષિ સિવાય બીજો કોઈ કાવ્ય ન કરે. વિષ્ણુ સિવાય અન્ય કે પૃથ્વી પતિ નથી. નિસ્પૃહ અધિકારી ન હોય. કામીને શરીર શેભા અપ્રિય ન હોય, અર્થાત્ કામીને શરીર શેભા પ્રિય હોય છે.” - સ્ત્રીસંસર્ગઃસ્ત્રી આદિને સહવાસ કરવો. સહવાસની અસર વિષે કહ્યું છે કે
પાટલા વનસ્પતિનું પાણી પાટલાના સંસર્ગથી થયેલ લાલ ગુણને પામીને ખોપરીના ટુકડાઓને પણ વાસિત કરે છે લાલ રંગવાળા બનાવે છે. દરરોજ જ્ઞાનથી અધિક પુરુષોના સહવાસમાં આવતા મંદ મતિવાળા પુરુષો પણ પ્રાયઃ અધિક જ્ઞાનવાળા બને છે.
પ્રણીત=સ્નિગ્ધ આહાર. સરસ ભેજન=વિગઈઓનું સેવન. આગમમાં કહ્યું છે કે“જે શ્રમણ દૂધ, દહીં વગેરે વિગઈઓ વારંવાર વાપરે તથા તપ કરવામાં અરુચિવાળો હોય તે “પાપશ્રમણુ” કહેવાય છે.”
જેમ તાલપુટ નામનું વિષ જલદીથી પ્રાણુ નાશ કરે છે તેમ આ વિભૂષા વગેરે પણ શીલરૂપજીવનને નાશ કરનાર હોવાથી તાલપુટ વિષ સમાન જાણવા. [૬૯] આગમમાં કહેલાં દૃષ્ટાંતને કહે છે -
जहा कुकडपोयस्स, निच्च कुललओ भयं । एवं खु बंभयारिस्स, इत्थीविग्गहओ भयं ॥७॥
૩૬