________________
२८०
શીલપદેમાલા ગ્રંથન યથાયોગ્ય ઉપદેશ આપ્યો. તે આ પ્રમાણે – હે રાજન! અસાર અને ભયંકર આ સંસારમાં જિનેશ્વરે કહેલા ધર્મ સિવાય બીજું કઈ રક્ષણ કરનાર નથી. ઈત્યાદિ દેશનાથી રાજાને વૈરાગ્ય થયે. આથી રાજ્યને તૃણસમાન માનતા રાજાએ દીક્ષાને મને રથ ધારણ કર્યો. રાજાએ મુનિને પૂછયું: હે ભગવંત! ભેગને યોગ્ય અને મને હરવયમાં પણ વ્રતને સ્વીકાર કરવામાં આપના વૈરાગ્યનું કારણ શું છે? મુનિએ કહ્યું- હે ગૃપ ! તમે જ મારા સંયમનું કારણ છે. કેવી રીતે? એમ રાજાએ પૂછયું. મહામુનિએ ફરી કહ્યું: હે નૃપt જે વખતે આપની રાણીને સર્પ કરડડ્યો ત્યારે આપે જે ચેષ્ટા કરી તેમાં હું સાક્ષીભાવને ધારણ કરનાર હતું, અર્થાત્ એ ચણાને હું સાક્ષીભાવથી જેતે હતે. રાણી પ્રત્યે પ્રાચીન ગાઢ સ્નેહને વશ બનીને હું ત્યાં આવ્યું. કૃતદનની જેમ તમને છોડીને રાણી મને મળી. તેણે મને કહ્યું આવી સ્થિતિમાં(=રાજાની વિદ્યમાનતામાં) આપણને શું સુખ છે? આમ કહીને દુચિત્તવાળી તે હાથમાં તલવાર લઈને જેટલામાં તમારા પ્રત્યે દેડી તેટલામાં મેં જલદી તેના હાથમાંથી તલવાર છિનવી લીધી. પછી મેં વિચાર્યું કે, આને ધિક્કાર થાઓ ! કામની (=વિષય સુખની) ઈરછાને ધિક્કાર થાઓ ! સંસારની વિડંબનાને ધિક્કાર થાઓ! આવી વિચારણાથી મારો આત્મા' સંવિગ્ન બન્યું. આથી નૃપ ! વિષસમૂહની જેમ બધું છોડીને દીક્ષા લઈને હું આતાપના કરું છું તાપ વગેરે કષ્ટ સહન કરું છું. આ પ્રમાણે સાંભળીને રાજાને વૈરાગ્ય થયા. પછી રાજા આવેલા સૈન્યની સાથે નગરમાં આવ્યું. રાજાના નગરપ્રવેશ નિમિત્તે નગરીમાં ધજાઓ બાંધવામાં આવી હતી. સંસારને ખારા સમુદ્ર તુલ્ય માનતા રાજાએ રાજ્ય પુત્રને આપીને દીક્ષા લીધી. કેમે કરીને રાણીના આ વૃત્તાંતને જાણનારા સ્વજનોએ અને દુર્જનેએ તેને તિરસ્કારી અને ધિક્કારી. આ રીતે શંગારમંજરી દુઃખી થઈ. અશુભ કાર્યથી બાંધેલા કર્મને અધિક નિકાચિત કરીને તે હાથીએ ઉછાળેલી માછીમારની જાળની જેમ અધોગતિમાં (=નરકમાં) ગઈ. તેમાંથી નીકળીને તિર્યંચગતિના ભમાં ઉત્પન્ન થઈ અને પાપનું ઉપાર્જન કરીને શીલનું ખંડન કરવાથી ભયંકર અનંત ભામાં ભમશે. આ પ્રમાણે અસતીપણાથી સતત ફિલષ્ટ કર્મોનું ઉપાર્જન કરીને ઉગ્રપાપવાળી તે શૃંગારમંજરી દુખે કરીને પાર પામી શકાય તેવા સંસારરૂપી સમુદ્રમાં પરિભ્રમણ કરશે. [૬૬] હવે પૂર્વોક્ત કથાઓના અર્થની ઉપદેશરૂપે વિચારણા કરે છે -
एवं सीलाराहण-विराहणाणं च सुक्खदुक्खाई।
इय जाणिय भो भव्वा !, मा सिढिला होह सीलंमि ॥६७॥ ગાથા-ટીકાથ:- પૂર્વે કર્યું તે પ્રમાણે શીલની આરાધનામાં સુખ છે અને વિરાધનામાં દુખ છે એમ વિચારીને હે ભવ્યા! શીલમાં (=ોથા વ્રતના પાલનમાં) શિથિલ ન બને, અર્થાત્ શીલને જ આદર કરો. (૬૭)