________________
ગુજરાતીભાવાનુવાદ
૨૭૯
પાસે ગઈ અને દયારહિત તેણે તલવાર હાથમાં લીધી. રાણી મ્યાનરહિત તલવારને હાથમાં લઈને જેટલામાં રાજાને મારવા તલવાર ઉગામે છે તેટલામાં ધન જયે આવીને તલવાર લઈ લીધી. પછી ધન જયે વિચાર્યું': જેણે આને પટ્ટરાણીના પદે સ્થાપી, આ રાણીને સર્પે દસ દીધા ત્યારે જે પેાતાના પ્રાણાને પણ છેડવા તૈયાર થયા, તે મહાભાગ્યવતમાં પણ જો આ રાણી આવી ચેષ્ટા કરે છે તેા સ્વાર્થી એવા મારા વિષે તેનું ચિત્ત કેવું હોય એની સભાવના કરી શકાય છે. આથી અનની ખાઈ અને વિષવેલડી જેવી આનાથી સર્યું. મને ધિક્કાર છે! આટલા કાળ સુધી વિચાર કર્યો નહિ, એથી હું આત્માને હારી ગયા. કેવળ તે મુનિએ જ ધન્ય છે કે જેએ સ'સારના ઘાસની જેમ ત્યાગ કરીને મનુષ્ય જન્મના ફળરૂપ ધર્મને આચરે છે. હા ! ખેદની વાત છે કે અનુત્તરદેવા પણ જેની ઝંખના કરે છે તે મનુષ્યભવને પામીને મૂઢ જીવે નિરક જ હારી જાય છે. ઇત્યાદિ વિચારણાથી સંસાર પ્રત્યે વિરાગને ધારણ કરનાર અને તાના એધ થવાથી સર્વ પદાર્થોમાં વિરક્તમુદ્ધિવાળા ધનંજયે જૈનદીક્ષાના સ્વીકાર કર્યાં. જેના હૃદયમાં કેવળ કામદેવ વસેલા છે તેવા રાજા સવારે રાજમહેલમાં ગયા. જેનાથી રાગ પાષાય તેવા મનારથાને કરતા રાજાએ ઘણા કાળ સુધી રાજ્યનું પાલન કર્યું.
એકવાર રાજા પેાતાની રાજસભામાં બેઠા હતા ત્યારે અશ્વસમૂહને વેચનારા વિષ્ણુક રાજાની પાસે આવ્યા. કુતૂહલને વશ બનેલા રાજાએ તે ઘેાડાઓમાં સારા લક્ષણવાળા અને ઊંચા એક ઘેાડાને સવારી માટે તૈયાર કરાવ્યા. આ વખતે પ્રધાનાએ રાજાને કહ્યું; વિદ્વાન પુરુષે બળવાન કે નિ`લ એવા મનુષ્ય કે પશુની પરીક્ષા કર્યા વિના તેને કામમાં લેવા નહિ. આ પ્રમાણે પ્રધાનાએ રોકવા છતાં ઉત્તમરાજા હાથથી લગામ ખેંચીને ઘેાડા ઉપર આરૂઢ થયા. અશ્વ પહેલાં તે તે માર્ગને પ્રસિદ્ધ કરતે હતેા, અર્થાત્ ધીમે ધીમે ચાલતા હતા, પણ પછી લગામ ક'ઈક ખે'ચી એટલે પવનની જેમ દોડયો. લેાકેા રાજા જાય છે જાય છે એમ ખેલી રહ્યા હતા તેટલામાં રાજા અદૃશ્ય થયા. રાજાએ વિચાર્યુ
આ અશ્વ મને વનમાં લઈ આવ્યા. કંટાળેલા અને જે થવાનું હોય તે થાએ એમ વિચારતા તેણે લગામને ઢીલી મૂકી. આથી અશ્વ ઊભા રહી ગયા. આ અશ્વ વિપરીત શિક્ષ!વાળા છે એમ જાણીને રાજા તેના ઉપરથી પૃથ્વી ઉપર ઉતરી ગયા. પછી ક્ષુધાતૃષાથી પીડાયેલ રાજા જંગલમાં ઘણું ભમ્યા. જેમાં પશુએ શાંત છે તેવા વનમાં રાજા જેટલામાં આગળ આગળ જઈ રહ્યો હતા તેટલામાં તેણે ત્યાં રહેલા મુનિને જોયા. એ મુનિ માહરૂપી અંધકાર સમૂહને દૂર કરનાર સૂર્ય સમાન હતા. તેમણે તપથી શરીરના સર્વ અંગાને સુકવી નાખ્યા હતા. મમતાથી રહિત અને મૂર્તિમત ધર્મ હોય તેવા તે મુનિ કાયાત્સ`માં રહેલા હતા. જાણે અમૃતથી સ્નાન કર્યુ હોય તેમ ખુશ થયેલા રાજાએ મુનિને વંદન કર્યુ.. કાયાત્સગ પારીને મુનિએ રાજાને આશીર્વાદ આપ્યા. આ રાજા વ્રતદાનથી (મારા ઉપર) ઉપકાર કરનાર છે એમ જાણીને મુનિએ બેસીને વિશેષથી