________________
२७८
શીપદેશમાલા ગ્રંથને અને જાણે ઊંઘતી હોય તે રીતે સૂતેલી જોઈ પત્નીને આવી જેઈને રાજાએ પિતાની (શંગારમંજરી ગાયકે પ્રત્યે વિકારવાળી બની છે એવી) શંકાને દૂર કરી. રાણીએ વિશેષ અનિષ્ટની શંકાથી રાજાની તેવી રીતે સેવા કરી કે જેથી રાજાએ તેણે કરેલા (કૃત્રિમ) આતિથ્યને સાચું માન્યું.
વસંતઋતુના સમયમાં એકવાર નગરજને, સામતરાજાઓ અને અંતઃપુરની સાથે ૨ાજા ઉદ્યાનમાં કીડા કરવા ગયે. પુષ્પોને વીણને (ચૂંટીને) થાકી ગયેલા રાજા અને રાણી રાતે ક્યાંક વેલડીને મંડપમાં ઘસઘસાટ ઊંઘી ગયા. જાણે ભયંકર યમ હોય તેવા સર્ષે રાણીને દંસ દીધે. રાણી તુરત જાગી ગઈ અને પિકાર કરવા લાગી. રાજાએ જેટલામાં મંત્રવાદીઓને બોલાવવાનું શરૂ કર્યું તેટલામાં રાણી વિષના વેગથી (=તીવ્ર અસર થવાથી) મૂછિત બનીને નીચે પડી. ગારુડિકેએ વિષને દૂર કરવા માટે જે જે ક્રિયાઓ કરી તે તે ક્રિયાઓ દુર્જને ઉપર કરેલા ઉપકારની જેમ નિષ્ફળ બની. પ્રિયાના પ્રેમથી વિહળ બનેલા અને રાજ્યને જુના ઘાસના તણખલા જેવું માનતા રાજાએ ધીરતાને ત્યાગ કરીને ઘણું કાળ સુધી વિલાપ કર્યો. રાજા રજવા છતાં કેટલામાં ચંદનના કાણોથી રચેલી ચિતામાં પત્નીની સાથે પ્રવેશ કરવાની ઇચ્છાવાળો થયો તેટલામાં આકાશમાર્ગે નંદીશ્વર જાતે એક વિદ્યાધર ત્યાં જનસમૂહને એકઠા થયેલે જઈને ઓચિંતે નીચે ઉતર્યો. સર્ષથી દંશાયેલી પ્રિયાના પ્રેમના કારણે રાજા અગ્નિની ચિતામાં પ્રવેશ કરી રહ્યો છે એમ જાણીને વિદ્યાધરને દયા આવી. આથી વિદ્યારે રાજાને તેવા સાહસથી
એકદમ રોકીને તેની પત્ની ઉપર જલદી પાણી છાંટીને તેને વિષરહિત બનાવી. તે વખતે રાજા આનંદ પામ્ય, જનતા હર્ષ પામી. સ્ત્રીઓએ ગીત ગાયા, નગારાં વાગ્યાં, જગત હર્ષમય બની ગયું. રાજાએ અકૃત્રિમ (કેઈ જાતના સ્વાર્થ વિના) ઉપકાર કરનાર વિદ્યાધરનું ઘણું પ્રેમ અને આદરથી સન્માન કર્યું. પછી રાજાએ તેને રજા આપી. ફરી એકવાર રાજા ઉદ્યાનમાં આવ્યું અને રાત ત્યાં જ રહ્યો. કામદેવથી જીવનારા (=અતિક કામવાસનાવાળા) જીવો ઉપદ્રવ વાળા સ્થાનને પણ સેવે છે. - આ તરફ પૂર્વે કરેલા સંકેતથી ધનંજય ત્યાં જ આવ્યા. જેનું મન જયાં લાગેલું હેય તે અતિશય દૂર હોય તે પણ નજીક છે. રાણીએ તેની પાસે આવીને કહ્યું. આ પ્રમાણે આપણને સુખ શું છે? તેથી રાજા જાગે નહિ ત્યાં સુધીમાં અન્ય કેઈ દેશમાં જઈએ. ધનંજયે કહ્યું: હે મુગ્ધા ! આ વિચારપૂર્વકની બુદ્ધિ નથી. સર્ષના મસ્તકે રહેલા મણિને લેવા કેણ સમર્થ છે? આ રાજા જીવતે હોય ત્યાં સુધી જે તારુ હરણ કરવાની ઈચ્છા રાખે છે તે પોતાને પ્રજવલિત બનેલા તલવારરૂપી અગ્નિમાં હોમવાની ઈરછા કરે છે. ધનંજયે જે કહ્યું તેનો સ્વીકાર કરીને રાજાને હણવાની ઈચ્છાવાળી રાજાની " . સુથાર્ત પદને અર્થ વાલિષ્ટતાના કારણે અનુવાદમાં કર્યો નથી. તેને અંય આ પ્રમાણે છે- પછી રાજાએ જે પ્રમાણે આવ્યા હતા તે પ્રમાણે તેને રજા આપી. * * * * * * *