________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૭૫ ચિરની સાથે રસ્તામાં જતી ઉન્મત્ત તે અસતી જાણે અશુભ મર્યાદાવાળે જીવ હોય તેવી નદી પાસે આવી. ચોરે તેને કહ્યુંઃ હે પ્રિયા ! વસ્ત્ર અને અલંકારોથી સહિત તને એક જ વખતમાં નદીના સામા કિનારે લઈ જવા સમર્થ નથી. તેથી તારાં વસ્ત્રો અને અલંકાર વગેરે. મને આપી દે. જેથી આ સામા કાંઠે રાખ્યા પછી તને સુખપૂર્વક લઈ જઉં. હું પાછો આવું ત્યાં સુધી તું નિર્ભયપણે શરજાતિના ઘાસના ગુચ્છામાં છુપાઈને રહે. હું જલદી આવી જઈશ. હે પ્રાણેશ્વરી! તું શંકા કેમ રાખે છે ? હમણાં જ આવીને તને મારી પીઠ ઉપર ધારણ કરીને ગરુડની જેમ સામા કિનારે લઈ જઈશ. રાણી તેને બધું આપીને પોતે જાણે મહાન અપરાધથી ભાગ્યે સઘળા ધનને દંડ કર્યો હોય તેમ શરજાતિના ઘાસ ના વનમાં રહી. ચેરે ક્ષણવારમાં નદીના સામા કિનારે જઈને વિચાર્યું જેણે પતિને તે પ્રમાણે મારી નંખાવ્યું તે મારા પણ કષ્ટ માટે જ છે. આ પ્રમાણે વિચારીને પાછળ જોઈને તે પક્ષીની જેમ ઉડ્યો, અર્થાત્ દેડતે નાસી ગયો. ધૂત માણસો પિતાનો સ્વાર્થ સિદ્ધ થઈ જતાં બીજાઓની અપેક્ષા કરતા નથી. વસ્ત્રથી રહિત બનેલી, જેની આશા અત્યંત ભાંગી ગઈ છે એવી, વ્યાકુળ અને ચંચળ નેત્રવાળી તેણે તેને વસ્ત્રો વગેરેને લૂંટીને ભાગી જતે જોઈને હાથ ઊંચો કરીને બૂમ પાડી. હાહા ! હે કૃતદિન ! આકાશમાંથી ભ્રષ્ટ થયેલી લક્ષમી જેવી મને છોડીને જતા તને રસ્તામાં આવતા વિનને દેવતાઓ કેવી રીતે દૂર કરશે? ચાર બેઃ હે હતાશ સ્ત્રી ! વનમાં વસ્રરહિત એકલી અને ભયંકર તને જોઈને હું ભય પામું છું. તેથી તે દુષ્ટ આશાવાળી સ્ત્રી ! ત મને નહિ જોઇએ. આ પ્રમાણે બલીને તે હરણફાળ દેડ નાસવા લાગ્યો. બંને બાજુથી ભ્રષ્ટ થયેલી, અતિશય દીન મુખવાળી અને દુષ્ટ તે ત્યાં જ રહી.
આ તરફ દેવ થયેલા મહાવતના છ અવધિજ્ઞાનથી સ્વચ્છંદી રાણીને વનમાં તેવી સ્થિતિમાં રહેલી જોઈ. પૂર્વભવની પત્ની હોવાથી તેને બંધ પમાડવાની ઈચ્છાથી તેણે મુખમાં માંસના ટુકડાવાળા શિયાળનું રૂપ ધારણ કર્યું. તેના દેખતા શિયાળે મુખમાં રહેલી માંસપેસીને ત્યાગ કરીને નદીના કિનારે રહેલા માછલાને ખાવા માટે જલદી દેડયો. માછલું ક્ષણવારમાં ફરી નદીના પાણીમાં જતું રહ્યું. માંસને ટુકડે સમળીએ લઈ લીધે. શિયાળ તે ઉભયથી ભ્રષ્ટ બનીને રહ્યો. અરહિત રાણીએ શિયાળને કહ્યું હે દુબુદ્ધિ ! માંસને છોડીને માછલાની ઈચ્છા કરી. આથી તું માંસ અને માછલું એ બંનેથી ભ્રષ્ટ બન્યા. શિયાળ! હવે તું શું જુએ છે ? શિયાળે તેને કહ્યુંઃ પતિને મૂકીને જાર પુરુષને આદર કરનારી તું પતિ અને જાપુરુષ એ બંનેથી ભ્રષ્ટ બની. હે વીરહિત સ્ત્રી ! હવે તું શું જુએ છે? આ સાંભળીને તે ભયથી કંપવા લાગી. વ્યંતરમાં સમર્થ અને તેજપુંજવાળા તે દેવે દિવ્યસ્વરૂપ ધારણ કરીને તેને કહ્યું: હે પાપિણી ! તે વખતે જેને તે મારી નંખાતે હું મહાવત છું. જેને ધર્મની કૃપાથી આ દેવપણને પામ્યા છું. તેથી તું અપરાધ કરનારી હોવા છતાં હું તેને દયાથી કહું છું કે તું પૂર્વના