________________
२७४
શીલોપદેશમાલા ગ્રંથને બે સૂતા હતા તે સ્થાનમાં આવ્યું. મહાવત ઘસઘસાટ ઊંઘી ગયે હતે. એથી ચેરને સ્પર્શ થવા છતાં તે જાગ્યો નહિ. રાણીને ચેરના હાથને જરા સ્પર્શ થવાથી જાગી ગઈ જાણે વશ કરવાનું ઔષધ હોય તેવા તેણે ક્ષણવાર રાણીને ધીમેથી સ્પર્શ કર્યો. ચેર ઉપર અનુરાગવાળી બનેલી રણુએ ધીમેથી પૂછયું: હે ભદ્ર! રાતે (આવેલો) તું કેણુ છે? તે બે હે ભદ્રા ! હું ચોર છું. રક્ષક પુરુષના ભયથી નાસતે હું પ્રાણનું રક્ષણ કરવાની ઈચ્છાથી હમણુ અહીં પેઠે છું. અનુરાગવાળી અને દુરાચારવાળી તેણે ચારને ધીમેથી કહ્યું તું મારું વાંછિત કરે તે અવશ્ય હું તારી રક્ષા કરું. ચોર બેઃ હે સુભ્ર મેં સોનું મેળવ્યું છે, અને (તને મેળવવાથી) સુગંધ પણ મેળવી છે. મારા પ્રાણનું રક્ષણ કરવાથી તે જીવન પર્યત મારા જીવનની માલિક છે. પણ હે સુંદર મુખવાળી! તું કહે કે કઈ યુક્તિથી મારું રક્ષણ કરીશ. (આ કહીને) ક્ષણવાર મારા ચિત્તને આશ્વાસન આપ. કારણ કે તું મને પુણ્યથી મળી છે. રાણીએ કહ્યું: સવારે રક્ષક પુરુષે આવશે એટલે હું તને જ મારે પતિ કહીશ. ચારે કહ્યું એમ થાઓ. સવારે જેમણે ભૂકુટિ ચઢાવી છે તેવા સુભટોએ હથિયાર સહિત દેવમંદિરમાં પ્રવેશ કર્યો. તેમણે સંભ્રમપૂર્વક પૂછયુંઃ તમારામાં ચેર કેણ છે? જાણે મૂર્તિમંત માયા હોય તેવી દુષ્ટ રાણીએ ચોરને ઉદ્દેશીને=ચેર તરફ હાથ કરીને આ મારા પતિ છે એમ ગામના રક્ષક પુરુષને કહ્યું. બીજે ગામ જતા અમે પતિ-પત્ની સાંજ થતાં થાકી ગયા, અને આ રાત આ દેવમંદિરમાં રહ્યા. તેમણે ભેગા થઈને પરસ્પર વિચારણા કરી કે, લુંટવાને બંધ કરનારા ચાર પાસે આવું સ્ત્રીરત્ન ક્યાંથી હોય? જે સ્ત્રી જાણે પ્રત્યક્ષ લક્ષ્મીદેવી હોય તેવી ઉત્તમ સ્ત્રીને પતિ ચેર હોય એ વાત સંગત બનતી નથી. પણ આ જ એર છે એમ મહાવત ઉપર દેષને આરોપ મૂકીને તેમણે તત્કાલ તેને શૂળી ઉપર ચડાવી દીધા. શૂળી ઉપર ચઢેલા તેને પાણીની તરસ લાગી. તેથી તેણે તે માર્ગથી જેને જેને જ જે તેની તેની પાસે દીનવચનથી પીવા માટે પાણીની માગણી કરી. રાજાના ભયથી તેને કેઈએ પણ પાણી પીવડાવ્યું નહિ. આ દરમિયાન જિનદાસ નામનો શ્રાવક તે માર્ગથી ગયે. પાણી માગતા ચોરને શ્રાવકે આ પ્રમાણે કહ્યું. જે તું મારું કહ્યું કરે તે હું તારી તૃષાને દૂર કરું. જ્યાં સુધીમાં હું પાણી લાવું ત્યાં સુધી તું નમો અરિહંતાળ એ પદનું સ્મરણ કરમહાવત પણ પાણીની ઈચ્છાથી તે પદનું રટણ કરવા લાગે. શ્રાવક રાજાની રજા લઈને પાણી લઈ આવ્યું. કારણ કે તેવા પુરુષો પવિત્ર પરોપકાર માટે હર્ષથી પ્રયત્ન કરે છે. પાણી લાવેલું જોઈને મહાવત આશ્વાસન પામ્યા. અને તત્કાલ નમો અરિહંતાણં એ પદને મોટેથી બોલતે મૃત્યુ પામ્યા. ધર્મ તત્ત્વનેન જાણવા છતાં નમસ્કાર મહામંત્રના પ્રભાવથી અકામનિર્જરા થવાથી તે વ્યંતરનિકામાં દેવ તરીકે ઉત્પન્ન થયે. ૧. અહીં રહ્ય પદના સ્થાને થી દશા એમ લેવું જોઈએ. અહીં ધા રણ એ પાઠ સમજીને
અર્થ કર્યો છે.