________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૭૩
રાજાએ ગુસ્સે થઈને તેને કાળા કમળાઈડથી મારી. આથી તે રાણી જાણે મૂર્છા આવી ગઇ હોય તેમ કપટથી ક્ષણવારમાં ભૂમિ ઉપર પડી. તેથી રાજાએ આ જ કુલટા છે એમ બુદ્ધિથી નિ ય કર્યાં. પીઠમાં સાંકળના પ્રહારાને જોઈને સ્મિત કરીને કહ્યું; ઉન્મત્ત હાથી દ્વારા કામક્રીડા કરે છે અને કૃત્રિમ હાથીથી ગભરાય છે, સાંકળના પ્રહારથી હ પામે છે અને કમલદ‘ડના પ્રહારથી મૂર્છા પામે છે. અત્યંત ગુસ્સે થયેલા રાજાએ વૈભાર પરંતુ ઉપર જઈને પત્નીને, હાથીને અને મહાવતને ત્યાં ખેલાવ્યા. તે હાથી ઉપર મહાવતની સાથે રાણીને બેસાડીને ભ્રકુટિ ચઢાવવાના કારણે ભયંકર મુખવાળા થયેલા રાજાએ આજ્ઞા કરી કે, પર્વતના ઉપરના શિખર ઉપર ચઢીને તમે ઝંપાપાત કરો, જેથી મારા ત્રિવર્ગ (=ધર્મ, અર્થ અને કામ) સફૂલ થાય. મહાવત હસ્તિરત્નને પર્વતના શિખર ઉપર લઈ ગયા. ત્યાં એક પગ અદ્ધર અને ત્રણ પગ ભૂમિ ઉપર એવી સ્થિતિમાં હાથીને રાખ્યા. આ વખતે હાહાકાર મચાવતા લેાકેા ખેાલ્યાઃ હે રાજાએમાં શ્રેષ્ઠ એવા સ્વામી! આદેશ પ્રમાણે કરનારા આ પશુ હાથીની રક્ષા કરે.. ક્રોધના કારણે લોકવાણીની અવગણના કરીને રાજાએ મહાવતને જલદી કહ્યું: હાથીને નીચે પાડ. આથી મહાવતે હાથીને જલદી એ પગે ઊભા રાખ્યા. તેથી નિરક થતા હસ્તિરત્નના વધને જોવા અસમર્થ જનતાએ હાથ ઊંચા કરીને દુઃખપૂર્વક રાજાને કહ્યું: હું દેવ ! આ હાથી દુર્લભ છે, સવ લક્ષણાથી યુક્ત છે, સુશિક્ષિત છે, અને આપને બેસવા યેાગ્ય છે. તેથી આના વધ કરવા ચેાગ્ય નથી. સ્વામી ચૈાગ્ય કે અયેાગ્ય કાર્ય કરવામાં સ્વાધીન હૈાવા છતાં પરાધીન હાય છે, અર્થાત્ સ્વામીએ બીજાની પણ ચેાગ્ય વાતને માનવી જોઈ એ. તેથી હે દયાસાર ! પ્રસન્ન થાએ અને પ્રયત્નથી હસ્તિરત્નનું રક્ષણ કરો. જનતાની વિન ંતિને માનીને રાજાએ લેાકેાને કહ્યું: તમે મારાવતી મહાવતને કહેા, જેથી તે ઉત્તમ હાથીને પર્વતના શિખર ઉપરથી પાછા વાળે. તે વખતે લેાકેા જોરથી મેલ્યાઃ હે મહાવત ! રાજાની આજ્ઞા છે કે આ હાથીને પર્વતના શિખરથી પાછેા વાળ. મહાવત મેલ્યા: જો રાજા અમને બેને સર્વથા અભય આપે તેા આ હાથીને પવ ત ઉપરથી ભૂમિ ઉપર સુખપૂર્વક લઈ આવું. પ્રધાનાએ રાજાને આ વાત કહી. રાજાએ તે એને અભય આપ્યું. મહાવતે હાથીને ધીમે ધીમે પૃથ્વી ઉપર ઉતર્યાં. પછી રાજાએ એ એને તમે જલદી મારા દેશ છેડી દો એવી આજ્ઞા કરી. આથી રાણી અને મહાવત હાથી ઉપરથી ઉતરીને નાસી ગયા.
સાંજના સમયે તે એ કાઈક ગામમાં આવ્યા. ઘણું ચાલવાથી થાકેલા અને પેાતાને ધન્ય માનતા તે અને કોઇ શૂન્ય દેવ-મદિરમાં સૂઈ લગા. તે વખતે એક ચાર ભર રાતે ગામમાંથી ચારી કરીને નાસ્યા, અને ત્યાં જ દેવમ`દિરમાં પેઠો. ગામના રક્ષકાએ ચાર દેવકુલમાં પેઠી છે એમ જાણ્યું. સવારે તેને ચાક્કસ પકડી લઈશું' એમ વિચારીને રક્ષકપુરુષા દેવમ"દિરને ઘેરી વળ્યા. તે મન્દિરમાં અંધકારમાં બધે ભમતા ચાર જયાં તે
૩૫