________________
૨૭૨
શીલપદેશમાલા ગ્રંથને તે રાણી ચેરની જેમ ઉઠીને આમ-તેમ આંખે ફેરવીને નિત્યના સંકેત મુજબ ઊંચા ઝરુખા ઉપર ચઢી. ઝરુખાની નીચે બાંધેલા રાજાના પહસ્તીએ તેને સૂઢથી લઈને બીજી ભૂમિમાં મૂકી મેડી આવવાના કારણે મહાવતને ક્રોધ થયો. ક્રોધના આવેશથી તેણે હાથીને બાંધવાની સાંકળથી રાણીને પીઠમાં દાસીની જેમ મારી. રાણી બેલી આજે કઈ ન પહેરીગર મૂક્યો છે. તે જાતે જ રહેતું હતું. તેના ભયથી હું ન આવી. હમણાં તે દુષ્ટાત્મા સૂઈ ગયે. એટલે અવસર પામીને જલદી આવી છું. તેથી તે સ્વામી! મારા ઉપર નિરર્થક ક્રોધ ન કરે. રાણીએ આ પ્રમાણે ક્રોધરૂપી કાદવવાળા મહાવતને સમજાવ્યું. કામથી પીડાયેલા મહાવતે પોતાની પત્નીની જેમ રાજરાણુ સાથે કામક્રીડા કરી. રાત્રિના છેલ્લા પ્રહરમાં રાજહસ્તીએ તેને તે જ પ્રમાણે ઝરુખામાં મૂકી દીધી. મહાન સાહસવાળી તે પિતાના સ્થાને ગઈ. આ જોઈને નિર્મલ ચિત્તવાળા સોનીએ વિચાર્યું કે, ખરેખર ! મેઘગર્જનાની જેમ સ્ત્રીચરિત્રને જાણવા કેણ સમર્થ છે? જે રાજરાણીઓની પણ શીલ વિષે આવી ચેષ્ટા છે તે સામાન્ય માણસની સીઓની શીલ વિષે આવી ચેષ્ટામાં શે આશ્ચર્ય છે? જેમને સદા પોતાના ઘરકામમાં જોડેલી નથી અને એથી જે સ્ત્રીઓ પિતાની મરજી મુજબ ફરે છે તે સ્ત્રીઓનું શીલ કેટલું લાંબો કાળ રહે? અર્થાત્ તેવી રીઓનું શીલ લાંબે કાળ ટકે નહિ. આ પ્રમાણે વિચારીને પુત્રવધૂના દોષના કારણે થયેલ ક્રોધ-યુક્ત ધ્યાનને ત્યાગ કરીને, જેમ જેણે મહાભારને ઉતાર્યો છે એ પુરુષ શ્રમને કારણે ઘસઘસાટ ઊંઘી જાય તેમ, તે ઘસઘસાટ ઊંઘી ગયો. ઘસઘસાટ ઊંઘી ગયેલ તે સૂર્યોદય થવા છતાં ન જાગે એટલે પહેરીગરેએ રાજાને તે વાત કહી. તે કારણ વિના અચાનક આ રીતે ઊંધે નહિ એમ વિચારીને રાજાએ કહ્યું તે જ્યારે જાગે ત્યારે તેને જલદી અહીં મોકલો. જાણે ઘણા કાળથી એકઠી કરી હોય તેમ નિદ્રાસુખને પામેલો સોની સતત સાત રાત સુધી સૂત. પછી જાગેલા તેને સેવકે જાણે અન્ય દ્વિીપમાંથી આવ્યો હોય તેમ રાજા પાસે લઈ ગયા. - રાજાએ તેને આ પ્રમાણે પૂછ્યું: હે સોની ! સાત રાત જેટલા લાંબા કાળ સુધી તું કેમ ? સનીએ રાજા પાસેથી અભય લઈને તે બધું સ્પષ્ટ કહ્યું. રાજાએ હાથી, પત્ની અને મહાવતને તે વૃત્તાંત જાણીને સોનીને સત્કારપૂર્વક રજા આપી, પિતાની કઈ પત્ની અસતી છે એ જાણવા માટે રાજાએ કારીગરો દ્વારા કાણને મોટો હાથી કરાવ્યું. પછી ગુઢ અભિપ્રાયવાળા રાજાએ અંતઃપુરની બધી સ્ત્રીઓને બોલાવીને સંભ્રમપૂર્વક કહ્યું આજે મેં એવું અશુભ સ્વપ્ન જોયું છે કે તમારે મારી આગળ વઅરહિત બનીને કાષ્ઠના હાથી ઉપર બેસવું. રાજાના દેખતાં અંતઃપુરની સ્ત્રીઓએ તે પ્રમાણે કર્યું. તે એક રાણીએ ધ્રુજતાં ધ્રુજતાં કહ્યું હે સ્વામી! આ હાથીથી હું ભય પામું છું. ; ૧. વાકય ફિલષ્ટ બની જાય એ દષ્ટિએ અહીં અનુવાદમાં મુદ્દાશબ્દનો અર્થ કર્યો નથી. મુદ્રા એટલે સીક્કો. નિત્ય સંકેતરૂપ સીક્કાથી એમ શબ્દાર્થ થાય.