________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૭૧ ગુસ્સે થયેલા દેવદિને સવારે પિતાને કહ્યું શરમ પેદા કરે તેવું પુત્રવધૂના ઝાંઝરને કાઢી લેવાનું કાર્ય કેમ કર્યું ? વૃદ્ધ બોલે મેં દુરાચારવાળી પુત્રવધૂને રાતે ઉદ્યાનમાં અન્યપુરુષ સાથે સૂતેલી જોઈ એથી તેની ખાતરી માટે આ ઝાંઝર લઈ લીધું. પુત્રે કહ્યું: ત્યાં હું સૂતે હતે, બીજે કેઈ ન હતું. પણ આપે અનુચિત કરીને મને લજજ. એનું ઝાંઝર આપે. વૃદ્ધાવસ્થા આવી જ હોય છે. તમે એનું ઝાંઝર લીધું ત્યારે એની સાથે હું સૂતો હતો. આ તે ચોક્કસ સતી છે. વૃદ્ધે કહ્યું. જ્યારે હું એનું ઝાંઝર લઈને ઘરે આવ્યા ત્યારે મેં તને ઘરમાં સૂતેલો જોયે હતે. પુત્રવધૂએ કહ્યું હું આ ષારિપણને સહન નહિ કરું. દિવ્યકર્મથી પણ હું મારા આત્માની શુદ્ધિ કરીશ. જેમ શ્રેષ૨નની અંદર રહેલું પાણીનું બિંદુ શ્રેષરત્નને દૂષિત કરે છે, તે રીતે નાનું પણ કલંક કુલીનપણને દૂષિત કરે છે. અહીં ઉત્તમ યક્ષ છે. હું તેને બે ચરણોની વચ્ચેથી નીકળે છું. અશુદ્ધ મનુષ્ય તેના બે ચરણોની વચ્ચેથી નીકળવા કેઈ પણ રીતે સમર્થ બનતે નથી. શંકાવાળા પિતાએ અને શંકા વિનાના પુત્ર સાહસનો અસાધારણ ભંડાર એવી દુર્ગિલાની પ્રતિજ્ઞાને સ્વીકારી. સ્નાન કરીને, ધોયેલાં વસ્ત્રો પહેરીને અને હાથમાં બલિ લઈને દુર્ગિલા સર્વલકની સમક્ષ યક્ષની પૂજા કરવા ગઈ. પૂર્વે સંકેત કરાયેલો જારપુરુષ માર્ગમાં ગાંઠે થઈને જેમ ગાયનું પૂછડું વૃક્ષની ડાળીમાં વળગે તેમ દુર્ગિલાના ગળે વળગે. અહો ! આ ગાંડે છે એમ સમજીને તેના બંધુઓએ તેને દૂર કર્યો. ગિલાએ ફરી સ્નાન વગેરે કરીને યક્ષને વિનંતિ કરી કે, હે યક્ષ ! આ ગાંડે પુરુષ અને માતા-પિતા વગેરે વડિલેએ આપેલો પતિ એ બે સિવાય જે ક્યારેય અન્ય પુરુવનો મેં સ્પર્શ કર્યો હોય તે હે દેવ ! તે પુરુષને તું પ્રત્યક્ષ જુએ છે. આ બંને છેડીને બીજા કેઈ પુરુષે મારા શરીરને સ્પર્શ ન કર્યો હોય તે હે દયાનિધિ યક્ષ ! તારે મહાસતી મને શુદ્ધિ આપવી. જેટલામાં યક્ષ “હું શું કરું ?” એમ વિચારી રહ્યો હતે તેટલામાં ધૂતારી દુર્ગિલા જલદી તેના ચરણેની વચ્ચેથી નીકળી ગઈ. તત્કાલ સઘળો લેક આ શુદ્ધ છે, આ શુદ્ધ છે, એમ બોલવા લાગ્યા. આ વખતે રાજપુરુષોએ તેના કંઠમાં પુષ્પમાળાનું આરોપણ કર્યું. ચારે બાજુ સ્વજનેથી પરિવરેલી દુર્મિલા હર્ષ પામેલા દેવદિત્તની સાથે વાજિંત્રોના નાદપૂર્વક પિતાના ઘરે ગઈ.
તે જ્યારથી ઝાંઝર કાઢી લેવાના કારણે થયેલા કલંકથી પાર ઉતરી ત્યારથી લેકે તેને નુપૂર પંડિતા એ પ્રમાણે કહેવા લાગ્યા. પુત્રવધુના આવા ચરિત્રથી આશ્ચર્ય પામેલ સોની દેવદત્ત એગીની જેમ નિદ્રારહિત બની ગયે. અપૂર્વકરણમાં આરૂઢ થયેલા મુનિની જેમ તેને નિદ્રાથી દરિદ્ર (=રહિત) જાણીને રાજાએ તેને પિતાના અંત:પુરને રક્ષક બનાવ્યું. તે વખતે હાથીના મહાવતમાં આસક્ત બનેલી કઈ રાણી વારંવાર ઉઠીને રક્ષકને જાગતે જોઈને વારંવાર પાછી ફરતી હતી. કુશળ સોની તેના વૃત્તાંતને જાણવાની ઈચ્છાથી ઘુરઘુર અવાજ કરતે જાણે નિદ્રા આવી ગઈ હોય તેમ કપટથી સૂઈ ગયે.