________________
૨૭૬
શીલપદેશમાલા ગ્રંથને પાપોનો નાશ કરનાર જેનધર્મને સ્વીકાર કર. તેણે “તે પ્રમાણે થાઓ” એમ સ્વીકાર કર્યો. આથી વ્યંતરદેવે તેને ઉપાડીને સાદવજીના ચરણકમલ પાસે લઈ જઈને દીક્ષા લેવડાવી. આ પ્રમાણે પવિત્ર શીલરૂપી રનના વિનાશને પામેલી તે – પુરપંડિતાને અસતીપણાના કારણે થયેલે અપકીર્તિને નાદ આજે પણ વિરામ પામ્ય જ નથી.
દત્તપુત્રીનું દષ્ટાંત હવે દત્તપુત્રીનું ઉદાહરણ કહેવામાં આવે છે. તે આ પ્રમાણે - બળવાન લક્ષમીનું મંદિર એવું જયપુર નામનું નગર હતું. તે નગરની ઊંચી હવેલીની અગાસીઓ દેવોની વિશ્રાંતિ માટે થતી હતી. તે નગરમાં ધર્મની શાળા સમાન અને મહાન પરાક્રમી જયરથ નામને રાજા હતા. તેની તલવારની ધારમાં લક્ષમીએ નિત્ય વાસ કર્યો હતો. તે રાજાને દત્ત નામને મંત્રી હતે. આંતરનિરીક્ષણથી રહિત કવિ પિતાને દત્તની બુદ્ધિથી જિતાયેલો જણાવતું હતું, અને કારણે જ થઈ ગયા હતા. તે મંત્રીની કલ્પવૃક્ષની મંજરીના જેવી શંગારમંજરી નામની કન્યા હતી. તે કામીપુરુષો રૂપી ભમરાઓના મનને તેમાં ( ગારમંજરી રૂપી કલ્પવૃક્ષની મંજરીમાં લીન બનાવતી હતી. ચવનમાં આરૂઢ થયેલી તેણે બે પુષ્ટ સ્તન રૂપી પર્વતમાં રહેલા કામરૂપી સિંહના બળથી વિશ્વના મનને ભમાવ્યું. પૂર્વભવે આચરેલ કર્મરૂપી મલિનતાથી દુષિત બનેલી તે ગતિ અને હૃદયના ભાવને જણાવનારી બાહ્યચેષ્ટાઓથી અસતીપણાને પામી, અર્થાત્ તેની ચાલ અને બાહ્ય ચેષ્ટાઓ અસતી સ્ત્રી જેવી હતી. તે આ પ્રમાણે- રસ્તામાં જતી તે તિછી દ્રષ્ટિથી જતી હતી. નહિ બોલતા પણ પુરુષને કઠોરવાણીથી બેલાવતી હતી. ચંચળ, સુવર્ણના જેવી સુંદર કાંતિવાળી, ઘણું ભપકાના શણગારવાળી અને અનેક સ્થળે ઊભી રહેતી તે વિજળીની પંક્તિની જેમ શોભતી હતી.
એકવાર ઉદ્યાનમાં ક્રીડા કરવાની ઈચ્છાવાળા જયરથરાજાએ ઝરુખામાં બેઠેલી શૃંગારમંજરીને જોઈ તે વખતે જાણે રાજાનું ચિત્ત બીજે છે એમ જાણીને હોય તેમ કામદેવે રાજાને જેમ ભીલ ગીતમાં આસક્ત બનેલા હરણને હણે તેમ હ. કામદેવને વશ બનેલો રાજા ઉદ્યાનની મનેહરતાને ભૂલીને જેમ પોપટ પાંજરામાં આવે તેમ મહેલમાં પાછો આવ્યો. રાજાએ જલદી પ્રધાન દ્વારા દત્તપ્રધાનની પાસે શૃંગારમંજરીની માગણી કરી. પિતાના રાગથી સમજાવાયેલો કેઈ પણ મનુષ્ય શું બીજાની અપેક્ષા રાખે? (અર્થાત્ જેને અમુક વસ્તુ પ્રત્યે તીવરાગ થઈ જાય તે મનુષ્ય બીજાની અપેક્ષા રાખ્યા વિના ૧. અહીં ભાવાર્થ આ પ્રમાણે છે- કવિ માત્ર બહારનું નિરીક્ષણ કરીને કલ્પનાઓ કરતા હતા. પણ આંતરનિરીક્ષણ (=ઊંડાણથી વિચાર) કરી શકતા ન હતા. દત્તમંત્રી આંતરનિરીક્ષણ (=ઊંડાણથી વિચાર) કરી શકતા હતા. બાઘનિરીક્ષણ કરતાં આંતરનિરીક્ષણ મહત્વનું છે. આ દષ્ટિએ કવિ પોતાને દત્તની બુદ્ધિથી જિતાયેલો માનતા હતા. અને કાણ થઈ ગયા હતા.