________________
૨૬૮
શીલપદેશમાલા ગ્રંથને વડે સામે જવાઈ હોય તેવી તેણે બે હાથ પહોળા કરીને મહાનદીમાં પ્રવેશ કર્યો. બે હાથ રૂપી પાંખોને હલાવતી. મંદગતિવાળી અને રાજહંસીની જેમ એક કાંઠાથી બીજ કાઠે ફરતી તે નદીમાં તરી. તરંગેના કારણે જેમાં સર્વ અંગે ઢંકાઈ ગયા છે એવા પાણીના ઉપરના ભાગમાં તરતી એવી તેને કેશસમૂહ જાણે શેવાલની વેલડી હોય તેમ શોભે. સૂમ અને ભીનાં વાવાળી તથા જેના શરીરના સર્વ અવય સ્પષ્ટ દેખાઈ રહ્યા છે એવી તેને જોઈને દુરાચારી અને ચતુર એ કે પુરુષ ક્ષેe પામીને બોલ્યા હે ચંચલનેત્રોવાળીજેમ તને નહી સુખપૂર્વક સ્નાન કર્યું?” એમ પૂછે છે તેમ આ વૃક્ષે પણ પૂછે છે, અને તારા ચરણકમલમાં નામે હું પણ તે પ્રમાણે પૂછું છું. તે પણ બેલી નદીનું કલ્યાણ થાઓ, વૃક્ષે પ્રસન્ન બને, અને “સુખપૂર્વક સ્નાન કર્યું?” એમ પૂછનારનું ઈચ્છિત કરીશ. દુગિલાના વચનથી અતિશય આનંદરસથી પૂર્ણ થયેલ તે જાણે કામદેવની આજ્ઞાથી હોય તેમ ક્ષણવાર ચેષ્ટારહિત જે થઈ ગયો. તે પુરુષ વૃક્ષની ઉપર રહેતા અને ફલેને પાડવાની ઈચ્છાવાળા છોકરાઓને ફળ પાડી આપીને સંતેષ પમાડીને પૂછ્યું કે, આ રી કોણ છે? છોકરાઓએ કહ્યું: દેવદત્ત નામના સોનીની એ પુત્રવધુ છે અને દેવદિત્તની પત્ની છે. અહીંથી એનું ઘર દેખાય છે. પ્રતિબંધથી રહિત તે દુર્ગિલા ક્ષણ પછી જલક્રીડાને પૂર્ણ કરીને લેગિનીની જેમ તે પુરુષનું જ એકાગ્રચિત્તે ધ્યાન કરતી ઘરે ગઈ.
મનમાં પ્રવેશેલા અંગારા જેવા તેના શૃંગારનું સતત ધ્યાન ધરતે તે યુવાન પણ કઈ પણ રીતે સુખ ન પામ્યો. રાત્રિના અગ્નિની જેમ રત' બનેલા અને ચક્રવાકચક્રવાકીની જેમ પરસ્પર વિયોગથી દુઃખી બનેલા તે બેએ દુખપૂર્વક ઘણે કાળ પસાર કર્યો. એકવાર તે ચતુરપુરુષે કુટિલ અને કુલદેવી રૂપ કઈ તાપસીને ઘણ પૂજા કરીને દુગિલાની પાસે મોકલી. તાપસી તે બેના પૂર્વે થયેલા અનુરાગને જાણીને અને તે બેના સંગને (તે બેને મેળાપ હું કરાવી દઈશ એ પ્રમાણે) સ્વીકાર કરીને ભિક્ષાના બહાને સનીના ઘરે ગઈ. થાળીમાં તલના લાડુને આપતી સનીની પુત્રવધૂને જોઈને માયાવી તાપસીએ એકાંતમાં આ પ્રમાણે કહ્યું:- તે યુવાને જ્યારથી તેને પાણીમાં સ્નાન કરતી જોઈ ત્યારથી તારા ગુણેમાં આસક્ત બને તે અન્ય સ્ત્રીને જાણ પણ નથી. તે યુવાન વિષે નેહવાળી અને કુશળ એવી સનીની પુત્રવધૂએ પિતાના બાહ્ય આકારને છુપાવીને તાપસીને કઠેરવાણી કહી. તે આ પ્રમાણે – આહ! હે કુશીલા! કુલીન મને તું દેષિત કરવા એગ્ય છે? જેમ વજમાં વેધ ન થઈ શકે તેમ મારામાં તારા વચનને
૧. અહીં હનન અવ્યય સ્વીકાર અથમાં છે. ૨. સિવિ: એ પદોને ભાવાર્થ આ પ્રમાણે છે:- આંખને મહેમાન છે, અર્થાત્ દેખાય છે. ૩. અગ્નિના પક્ષમાં રક્ત એટલે લાલરંગ, અને સ્ત્રી-પુરુષના પક્ષમાં રક્ત એટલે અનુરાગવાળા.