________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૬૯
દુષ્કર જાણુ, અર્થાત્ મારામાં તારું વચન નિષ્ફલ જાણુ. હું દુષ્ટા ! તુ આ કાય કરવા સમથ નહિ થાય. આ પ્રમાણે માલતી અને કૃત્રિમ ક્રોધવાળી દુર્ખિલાએ નીકળતી તાપસીની પીઠમાં કાજળવાળા હાથને થાપેા માર્યાં. દુગિલાના આશયને નહિ જાણનારી તાપસીએ તે યુવાનને આ પ્રમાણે હ્યું:–કુલીન તે' તે સ્ત્રીને પેાતાના વિષેઅનુરાગવાળી નિરથ ક જાણી, અર્થાત્ તે સ્ત્રી તારા વિષે અનુરાગવાળી ન હોવા છતાં તું અનુરાગવાળી સમજે છે. સલવચનવાળી મને હમણાં તું નિષ્કલ ન કર. કુશળ પણ ૧મણિકાર પથ્થરમાં શું કરે? વળી— તેણે હું જ્યારે નીકળી રહી હતી ત્યારે કાજળવાળા હાથથી મારી પીઠમાં જાણે હું અપરાધ કરનારી હાઉં તેમ સ્પષ્ટપણે તમાચા માર્યો. આ પ્રમાણે કહીને તાપસીએ પીઠને ખુલ્લી કરીને તેને બતાવી. ત્યાં પાંચ આંગળીઓની સ્થાપના જોઇને યુવાને વિચાર્યું કે, ચાસ કુશળ દુગિલ એ મને કૃષ્ણ પંચમીએ આવવાના સંકેત કહ્યો છે.
ધૂર્તના ગુપ્ત પણ ચિરત્રને ધૂર્તો જાણે છે. પણ તેણે સ્થાન જણાવ્યું નથી. તેથી મારે કથાં જવું? આમ વિચારીને ધૂત ચતુર પુરુષે તાપસીને ફરી કહ્યું: સુંદર નેત્રાવાળી તે ચાસ મારા ઉપર અનુરાગવાળી જ છે. તે વખતે કોઈપણ કારણથી તારા તિરસ્કાર કર્યાં છે. તેથી મારા વચનથી તું ફરી એકવાર ત્યાં જા. ઉપાયથી કિક્ષાએ પણ ગ્રહણુ કરાય છે તેા તે કેમ ગ્રહણ ન કરાય ? તાપસી મેલી: પેાતાને સતી માનતી તે તારા નામને પણ સહન કરતી નથી. જેમ લવણની ઉત્પત્તિવાળા રુમાદેશમાંથી માણેકરત્નની પ્રાપ્તિ થવી એ દુર્લભ છે તેમ તેનાથી ઇચ્છિતની પ્રાપ્તિ થવી એ દુર્લભ છે. તે પણ માળી પાસેથી રત્નમાળાની તેમ મારાથી પણ તારી આ આશા સિદ્ધ થતી હોય તે હું ફરી વાર જાઉં છું. આમ કહીને તે ફરી ગઈ. તેણે ગિલાને સ્મિત કરીને કહ્યું: હું સુશ્રુ! તારા પ્રત્યે અનુરાગી અને વિશ્વાસી તે યુવાનનું અપમાન ન કર. સ્થાન જાણવાની ઇચ્છાથી આને ફરી માકલી છે એમ વિચારીને દુગિલાએ જાણે ક્રોધથી હાય તેમ અશાકવનના દ્વારથી તેને બહાર કાઢી. વિલખી અનેલી અને નીચા મુખવાળી તેણે યુવાનને તે વાત જલદી કહી. તે યુવાન તેને મળવાના સ્થાનને જાણીને ચિત્તમાં હર્ષ પામ્યા. ચતુર પુરુષામાં મુખ્ય તેણે પોતાના હૃદયના ભાવને છુપાવીને તાપસીને કહ્યું: તેં મારા માટે આટલું સહન કર્યું છે. પણ તારે દુગિલાને કંઇ ન કહેવું.
હવે તે કૃષ્ણપંચમીના દિવસે અશાકવનમાં ગયા. રસ્તામાં જેતી દુર્ખિલાએ પણ દૂરથી તેને જોયા. એમણે નેત્રરૂપી પડિઆએથી પરસ્પર પ્રેમરૂપી અમૃત પી પીને છાતી દબાવીને તર ંગાની જેમ જલદી ભેટ્યા. લાંબા કાળે દન થવાથી સ્નેહ થયા. સ્નેહપૂર્વક વાર્તા કરતા અને ભાગરૂપી અમૃતનું પાન કરતા તેમના બે પ્રહર એક ઘડીની જેમ પસાર
૧. મણિકાર= મણુિગ્માના દાગીના નાવનાર. ૨. અહીં જૂનમ્ અવ્યય તક અમાં છે.
૩. સ=સારા ભમરવાળી.