SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી ભાવાનુવાદ ૨૬૭ ગાથા – સુર, અસુર અને મનુષ્યામાં ન હેાય તેવા પુરુષાથથી ભરેલા ચરિત્રવાળા હૈાવા છતાં પરસ્ત્રીલ પટ રાવણુ ભિખારીની જેમ મરણાવસ્થાને પામ્યો. ટીકા :- શ્રી રાવણે સીતાનું અપહરણ કર્યું. તેથી રામ અને લક્ષ્મણની સાથે રાવણનું યુદ્ધ થયું. યુદ્ધમાં રાવણે વિભિષણ વગેરે બંવગ ને અલગ કર્યાં. રાવણે જગતને જીતીને વિશિષ્ટ બળવાન સામ્રાજ્ય મેળવ્યું હતું. યુદ્ધમાં રાવણ તેના બળવાન સામ્રાજયની લક્ષ્મીથી ભ્રષ્ટ બન્યા અને ભિખારીની જેમ મૃત્યુ પામ્યા. આ પ્રમાણે સંક્ષેપથી ગાથાના અથ કહ્યો. વિસ્તારથી અતા આગળ કહેવાશે તે મહાસતી શ્રી સીતાજીના ચરિત્રથી જાણવા. [૬૫] શીલવિનાશથી દુર્ગંતમાં થનારું દુર્ગંધ દુ:ખ દૂર રહેા, કિંતુ શીલલિવનાશથી અપજશના પ્રચાર પણ અટતા નથી એમ કહે છેઃ नेउरपंडियदत्तय - दुहियापमुहाण अज्जवि जयंमि । असइत्तिघोसघंटा - टंकारो विरमह न तारो ॥६६॥ ગાથા:- જગતમાં નૂપુરપડતા અને દત્તપુત્રી વગેરે અસતીએના અસતીત્વની ઘાષણા કરનાર ઘટના માટેા ધ્વનિ આજે પણુ અટકતા નથી. ટીકા :– બીજો ઘટધ્વનિ અતિશય માટા હોય તા પણ ક્ષણવારમાં ધીમા પડી જાય છે. પણ આ દુરાચારના ઘટની ઘેાષા તે શાસ્ત્રામાં વિદ્વાના વડે આજે પણ કરાય છે. આ પ્રમાણે ગાથાના અક્ષરા છે. ભાવાર્થ તે બે દૃષ્ટાંતાથી જાણવા. તેમાં પહેલું નૂપુરપંડિતાનું દૃષ્ટાંત છે. તે આ પ્રમાણે ઃ નૂપુરુષ'ડિતાનું દૃષ્ટાંત રાજગૃહ નામનું નગર હતું. તેમાં ઊંચા ઘરામાં મુગ્ધજીવા મેાતીઓના લેાભથી નક્ષત્રાને ગ્રહણ કરવાની ઈચ્છા રાખતા હતા. તે નગરીમાં દેવદત્ત નામના બુદ્ધિશાળી સેાની હતા. લાવાન તે સદા સુવર્ણનાં કુંડલા બનાવતા હતા. તેના દેવિદેશ નામના પુત્ર હતા. જેમ રાજહંસા માનસ સરોવરના આશ્રય લે તેમ વિવેકમા રૂપી ચાંચાવાળા રાજહ’સરૂપી ગુણાએ તેના મનના આશ્રય લીધા હતા તેની ગિલા નામની પત્ની હતી. જાણે પ્રતિમધથી રહિત સ્પર્ધાથી હાય તેમ રૂપ, સૈાભાગ્ય, શૃંગાર અને વિકારાએ તેના અતિશય આશ્રય કર્યાં. એક દિવસ કામથી ઉન્મત્ત બનેલી અને નેત્રની રાગવાળી શૃંગારિક ચેષ્ટાઓથી યુવાનેના મનને કામવાળા બનાવતી તે સ્નાન કરવા નદીએ ગઈ. આભૂષણાના કારણે જેની શરીરકાંતિ સૂર્યથી દ્વિગુણુ થઈ છે એવી અને જાણે ખીજી લક્ષ્મીદેવી હાય એવી તેણે નદીના કાંઠાને શેાભાવ્યા. ત્યાં તેણે શરીર ઉપરથી કાંચળી ઉતારી અને મસ્તકના કેશસમૂહને છૂટા કર્યા. જાણે નદી તરવાની ઈચ્છાથી સ્તનાના બહાને ઘડાઓને ગ્રહણ કર્યા હાય તેવી તે શાભી. ચંચલતાની સમાનતાથી જાણે તરંગા
SR No.022170
Book TitleShilopadeshmala
Original Sutra AuthorN/A
AuthorJaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
PublisherSalvina Adishwar Bhagwan Jain Derasar Trust
Publication Year1993
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy