________________
२६०
શીલપદેશમાલાગ્રંથને જન્મથી શ્રાવિકા જેવી તે તીર્થમંડલને વંદન કરતી કરતી જ્યાં કૂલવાલક હિતે તે પ્રદેશમાં આવી. જાણે વૈરાગ્યથી પૂર્ણ હોય એવી તે મુનિને વંદન કરીને બેલી: હું આપને ગિરનાર વગેરે તીર્થોની વંદના કરાવું છું. મુનિએ કાયોત્સર્ગ પારીને ધર્મલાભ રૂપ આશીર્વાદ આપ્યા. તીર્થોને વંદન કરીને તેણે પૂછ્યું: હે વિવેકવતી ! તું ક્યાંથી આવી? તે બોલી : હે નાથ ! ધર્મનું જ શરણ સ્વીકારનારી હું ચંપાનગરીથી આવી છું. તીર્થોને વંદન કરીને મેં જંગમ તીર્થ સ્વરૂપ આપને વંદન કર્યું. તે મહર્ષિ! મારી પાસે બેતાલીસાથી રહિત ભાતું છે, તેને વહેરીને મારા ઉપર અનુગ્રહ કરે. તેની ભક્તિથી વશ થયેલ સાધુ વહેરવા ગયે. જેમાં પહેલેથી (રેચક) દ્રવ્યનું સંજન કર્યું છે એવા મોદકે તેણે વહાવ્યા. મોદકનું ભક્ષણ કરતાં જ સાધુને એટલે બધ અતિસાર (=ઝાડાને રોગ) થઈ ગયે કે જેથી તે પોતાના અંગેને ફેરવવા માટે પણ અસમર્થ બની ગયે, અર્થાત્ અત્યંત અશક્ત બની ગયે. જાણે પૂછવા માટે હોય તેમ તે મુખ ઉપર વર રાખીને ત્યાં આવી. તેને તેવી અવસ્થાવાળે જોઈને ગદ્દગત વાણીથી બેલીઃ હે મુનિ ! આપની આવી અવસ્થા મારા કારણે થઈ છે. સાધુને રેગ આપનાર મને ધિક્કાર હે ! નરકમાં પણ મને સ્થાન નહિ મળે. વળી નિર્જન વનમાં અસ્વસ્થ આપને એકલાને છેડીને અન્યતીર્થમાં જવું એ મમતારહિત મારા માટે યોગ્ય નથી. તેથી ગ્લાનસેવાથી જ આત્માને પવિત્ર કરીશ.
આ પ્રમાણે કહીને તે વારંવાર ઔષધ વગેરે આપવા લાગી કેમે કરીને વેશ્યાએ તેના શરીરને તેવી રીતે ચળ્યું કે જેથી તેને પોતાના) સર્વ અંગને સ્પર્શ કરાવ્યું. કેમે કરીને તેને નિરોગી બનાવ્યા અને પિતાને વશ કર્યો. કારણ કે સંકટમાં પડેલા સર્વ મનુષ્ય સુખેથી ગ્રહણ (=વશ) કરી શકાય છે. કટાક્ષ, શૃંગારિક ચેષ્ટાઓ, મુખના વિકારો અને વચનયુક્તિઓથી તેણે ક્રમે કરીને તેના તપને સામર્થ્યહીન કરી નાખ્યું. સ્ત્રીસંસર્ગથી તપ નકામું બની જાય છે. પછી સતત સાથે વાસ, વિકારી ભજન અને ઠઠ્ઠા-મકરીવાળા વચનની યુક્તિથી તે બેને દંપતીવ્યવહાર થવા લાગે. ધિક્કાર છે મેહચેષ્ટાને ! જેમ ક્રિીડા (એલ) માટેના વાનરને દેરીથી બાંધીને લઈ જાય તેમ ફૂલવાલકને વેશ્યા કૃણિક પાસે જલદી લઈ આવી. તેણે કૃણિકને કહ્યું- હે દેવ! આ કૂલવાલકને પતિ કરીને હું અહીં લઈ આવી છું. જે કામ હોય તે ફરમાવો. તેથી કૃણિકે ફૂલવાલકને આદરથી કહ્યું: હે મુનિ ! જે પ્રમાણે વૈશાલી જલદી ભાંગી શકાય તે પ્રમાણે કરો.
કૃણિકના વચનને આદર કરીને ફેલાતી બુદ્ધિવાળા મુનિએ સાધુને વેષ ધારણ કરીને જેમ બગલે સરોવરમાં પ્રવેશ કરે તેમ વૈશાલીનગરીમાં પ્રવેશ કર્યો. કૃષિકરાજાએ તે વખતે નગરીને વિશેષરૂપે ઘેરી લીધી. મુનિ પણ કઈ જાતની રેક-ટેક વિના નગરીની અંદર ફરવા લાગ્યો. ચારે તરફ નગરીમાં રહેલી અનેક વસ્તુઓને જોતા તેણે