________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૫૯ નવી નગરી વસાવી. કાલ વગેરે દશ ભાઈઓની સાથે તે ચંપાનગરીમાં રહ્યો. પછી પટ્ટરાણી પદ્માવતીના નિત્ય આગ્રહના કારણે કૃણિકે હલ-વિહલ્લ પાસે હાર વગેરે ચાર વસ્તુઓની માગણી કરી. તેથી બુદ્ધિમાન તે બંને એ માગણીને ભવિષ્યમાં અશુભ ફળવાળી જાણીને પિતાનું સારભૂત બધું લઈને રાતે વિશાલાનગરીમાં જતા રહ્યા. વિશાલાનગરીના રાજા શ્રીચેટક તેમના નાના થતા હતા. બુદ્ધિમાન તેણે તે બેન સ્નેહથી યુવરાજની જેમ સત્કાર કર્યો. તે બેને વિશાલાનગરીમાં ગયેલા જાણુને કૃણિકે વિચાર્યું કે મારે ન બંધુ રહ્યા અને ન રત્ન રહ્યાં. હું બંનેથી ભ્રષ્ટ થયે. તે પણ સ્વીકારેલું આ કાર્ય હું શ્રેણિકને પુત્ર થઈને જાતે જ છેડી દઉં તે હું પોતાનાથી પણ શુ ન લજા પામે? આ પ્રમાણે વિચારીને તેણે ક્રોધથી દૂત મોકલીને ચટક રાજા પાસે હલ્લ-વિહલની (=હલ્લ-વિહલ્લને સેંપી દેવાની) માગણી કરી. શરણે આવેલા બે ભાણેજને ચેટકરાજાએ ન આપ્યા. તેથી
રે રે” એ પ્રમાણે બેલાવાયેલા સિંહની જેમ વધેલા ક્રોધવાળા કૃણિકે સર્વ સૈન્યથી વૈશાલી નગરીને ઘેરી લીધી. તે વખતે બંને રાજાઓના સૈન્યનું પરસ્પર મહાન યુદ્ધ થતાં એક ક્રોડ અને એંસી લાખ સુભટે મર્યા. પરાક્રમી હલ્લ અને વિહલ્લ રાતે સેચનક હાથી ઉપર બેસીને કૂણુંકના સૈન્યને હણીને જલદી પાછા જતા રહેતા હતા. ઉપાય કરવા છતાં કૃણિક રાજના સુભટે સેચનક હાથીને મારી નાખવા કે પકડી લેવા માટે ક્યારેય સમર્થ ન બન્યા. તેથી ખેરના અંગારાની ખાઈના પ્રયોગથી સેચનક હાથીને મારી નાખે. ભવથી નિસ્પૃહ બનેલા હલ-વિહલ્લને શાસનદેવી શ્રીવીરજિનની પાસે લઈ ગઈ તેમણે શ્રીવીરજિનની પાસે દીક્ષા લીધી અને સ્વાર્થને સાધી લીધું. વૈશાલી નગરીને લેવા (= જીતવા) માટે અસમર્થ બનેલા બલવાન કૃણિકે આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીઃ- જે હું હળમાં ગધેડાઓને જોડીને એ હળથી વૈશાલીનગરીને ન ખેડું તે મારે ભૂગુપાતથી કે અગ્નિમાં પ્રવેશ કરીને મારા પ્રાણ ત્યાગ કરો.
પછી પ્રતિજ્ઞા કરવા છતાં નગરીને ભાંગવા માટે અસમર્થ કૃણિક રાજા હૃદયમાં અત્યંત વિષાદ પામ્યો. ગુઆણાને લેપ કરવાથી ફૂલવાલક ઉપર રોષ પામેલી દેવીએ આકાશમાં રહીને અતિશય ખેદ પામેલા કૃણિકને આ પ્રમાણે કહ્યું - કુલવાલક મુનિ માગધિકા વેશ્યાને સંગ કરશે તે કૃણિક રમતથી વૈશાલીનગરીને ગ્રહણ કરી લેશે. આ વાણી સાંભળીને જયની આશાની સન્મુખ બનેલા રાજાએ બહુમાનથી માગધિકા નામની વેશ્યાને બેલાવી. રાજાએ તેને વસ્ત્ર અને અલંકારોથી સત્કાર કરીને તેને કહ્યુંઃ હે ભદ્રા ! તે જીવનપર્યત અનેક પુરુષની બુદ્ધિને આશ્રય લીધો છે. તેથી આજે જલદી અમારા કાર્યમાં પોતાની કલાને સફલ કર. હે કલાવતી ! ફૂલવાલકને પતિ કરીને લઈ આવ. હા એમ કહીને વેશ્યાએ તેને સ્વીકાર કર્યો. તે વખતે રાજાએ તેને રજા આપી. પછી કપટમાં અતિશય કુશળ તેણે કપટથી શ્રાવિકાનો વેષ ધારણ કર્યો.