________________
૨૫૮
શીલેાપદેશમાલા ગ્રંથના
કૂલવાલક મુનિનું દૃષ્ટાંત
કઈક આચાર્ય હતા. તેએ 'ક્ષમાના આધાર હેાવાના કારણે કદના પામેલા નાગરાજ પાતાલમાં પેસી ગયા. વિધિપૂર્વક ગણુનું પાલન કરતા તે આચાર્યને શ્રીમહાવીર ભગવાનના શિષ્ય ગેશાલાના જેવા શિષ્ય થયા. તે સ્વભાવથી જ દુવિર્તીત, ગુરુ કહે તેનાથી પ્રતિકૂલબુદ્ધિવાળા, કાચકાની જેમ ઉદ્વેગકારી અને વાનરની જેમ ચંચળ હતા. ગુરુ તેને સારણા, વારણા વગેરે હિતશિક્ષા આપતા હતા. પણ જેમ તાવથી પીડાયેલાને ઘીનાં બિંદુએ ઝેર બને તેમ તેને એ હિતશિક્ષા ઝેરરૂપ બની. એક વાર ઘણા ગુણાવાળા તે આચાય તી યાત્રા કરવાની ઈચ્છાથી તે જ શિષ્યની સાથે ઉજયંત પ ́ત ઉપર ગયા ત્યાં કુશિષ્યને યાત્રા માટે આવેલા સ્રીવગને વિષે ચંચળ લાચનવાળા જોઈને આચાર્ય નેત્રોની ચંચલતા કરવાના નિષેધ કર્યાં. તેણે ચિત્તમાં ક્રોધને ધારણ કર્યો. તેથી પર્યંત ઉપરથી ઉતરતા ગુરુના ચૂચ કરી નાખવા માટે તે કુશિષ્ય ચમના ગાળા જેવા માટા પથ્થર (ગુરુની ઉપર પડે તેમ) ગબડાવ્યા. પડતા પથ્થર ઠાકર ખાતા હતા=બીજા પથ્થર સાથે અથડાતા હતા. એ ઠાકરના અવાજને સાંભળીને કુશળ આચાય એ પગ પહેાળા કરીને ઊભા રહ્યા. ( એટલે પથ્થર બે પગની વચ્ચેથી નીકળી ગયા. આથી ) તે નિષ્ફળ બન્યા. આથી આચાર્ય ને કંઈક ગુસ્સા આવ્યા. તેમણે કુશિષ્યને કહ્યું; હૈ દુરાત્મા ! તું. આથી ચારિત્રના વિનાશને પામીશ. દુષ્ટબુદ્ધિવાળા તેણે હું ત્યાં જ રહીશ કે જ્યાં સ્ત્રીનું મુખ પણ ન જોઉં, આમ કરીને તમારા શાપને વ્ય કરીશ, એ પ્રમાણે પ્રતિજ્ઞા કરી. મર્યાદારહિત તેણે જેમ તૃષાળુ પુરુષ સરાવરને છેાડી દે તેમ ગુરુને છેડી દીધા, અને જેમ અજ્ઞાની કુમાર્ગોમાં જાય તેમ તે કોઈ મોટા જગલમાં ગયા. નદીના કિનારે કાર્યાત્સગ માં રહીને તપ કરતા હતા, અને પંદર દિવસે કે મહિને સા વગેરેની પાસેથી આહાર મેળવીને પારણું કરતા હતા. એકવાર વર્ષાકાળ આવતાં પર્વતમાંથી નીકળતી નદીએ ફુલટા સ્ત્રીઓની જેમ સ્વચ્છ દપણે જવા લાગી, અર્થાત્ નદીઓમાં પાણી અત્યંત વધી જવાથી નઠ્ઠીએ ગમે તે માગે વહેવા માંડી. જે નદીના કિનારે કુશિષ્ય કાર્યાત્સ`માં હતા તે નદી પણ ગમે-તેમ વહેવા માંડી. આથી શ્રી જિનશાસનની ભક્તાદેવીએ વિચાર્યું; ચાસ સવ તરફ વધતા આ નદીના પ્રવાહ કૃતઘ્ન પુરુષની જેમ મુનિને તૂખાડી દેશે. તેથી દેવીએ નદીના પ્રવાહને બીજી તરફ વાળ્યા. ત્યારથી તે સાધુ પૃથ્વીમાં ફૂલવાલક તરીકે પ્રસિદ્ધ થયે
આ તરફ શ્રેણિક રાજાએ હલ્લ અને વિહલ્લને હાર, કુંડલ અને વસ્ત્ર સહિત સેચનક હાથી આપ્યા. શ્રેણિકનું મૃત્યુ થતાં કૃણિક રાજા શાકના કારણે રાજગૃહમાં રહી શકયો નહિ. આથી તેણે વાસ્તુવિદ્યાના પડિતાએ બતાવેલા સ્થાને જલદી ચંપા નામની
૧. નાગરાજના પક્ષમાં ક્ષમા એટલે પૃથ્વી, નાગરાજ પૃથ્વીને ધારણ કરે છે એવી લેાકમાન્યતા છે.