SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૭. ગુજરાતી ભાવાનુવાદ " હવે શીલને સ્વીકાર કરીને શીલથી ભ્રષ્ટ બનેલાઓનું દુઃખ જાણવું અશક્ય છે એમ કહે છે – __सीलब्भट्ठाणं पुण, नामग्गहणपि पापतरुबीयं । जा पुण तेसिपि गई, तं जाणइ हु केवली भयवं ॥६॥ ગાથાથ – શીલભ્રષ્ટનું નામ ગ્રહણ પણ પાપવૃક્ષનું બીજ છે. શીલભ્રષ્ટોની સંસારપરિભ્રમણરૂપ જે ગતિ થાય છે તેને કેવલી ભગવંત જ જાણે છે. ટીકાથ– જેમ બીજ વૃક્ષને ઉત્પન્ન કરે છે તેમ શીલભ્રષ્ટ નું નામગ્રહણ પણ પાપનું કારણ છે. શીલભ્રષ્ટ મનુષ્યના શીલનાશરૂપ દુષ્કતને કઈ પાર નથી. એથી શીલભ્રષ્ટોની સંસાર પરિભ્રમણરૂપ ગતિ કેવલી સિવાય બીજા જ્ઞાનીઓથી જાણવી અશક્ય છે. માટે તેની ગતિને કેવલી ભગવંત જ જાણે છે. [૬૦] વળી- શીલભ્રષ્ટ મનુષ્યને આ લેક અને પરલોકમાં પ્રાપ્ત થતા દુઃખરૂપ ફલને કહે છે बंधणछेयणताडण-मारणपमुहाइँ विविहदुक्खाई । इह लोयंमि तहाथिर-मजसं पावंति गयसीला ॥६१॥ ગાથાથ– શીલભ્રષ્ટ મનુષ્યો આ લેકમાં પણ બંધન, છેદન, તાડન, મારણ આદિ વિવિધ દુખોને તથા સિથર અપજશને પામે છે. ટીકાઈ- બંધનદોરડા આદિથી બાંધવું. છેદન=શાએથી કાન, નાસિકા વગેરે અંગેને છેદ કર. તાડનઃલાકડી આદિથી પીટવું. મારણ=પ્રાણુનો નાશ. “આદિ શબ્દથી બીજા પણ કર્થનાના પ્રકારોને પામે છે એમ જાણવું. સ્થિર=લાંબા કાળ સુધી રહેનાર. [૬૧] दालिदखुद्दवाही, अप्पाउ कुरूवयाई असुहाई । ___ नरयंताइँ वसगाइँ, विगलियसीलाण परलोए ॥६॥ ગાથા–ટીકાથ - શીલભ્રષ્ટ મનુષ્યને પરલોકમાં પણ દારિદ્રતા, શુદ્રવ્યાધિઓ, અલ્પ આયુષ્ય, કુરૂપ વગેરે અશુભ અને નરક સુધીના અશુભ પણ હસ્તગત (હાથમાં રહેલા) બને છે [૬૨] શલભ્રષ્ટનું જ દષ્ટાંત કહે છે - निरुवमतवगुणरंजिय-सुरोवि सो कूलवालओ साह । मागहियासंगाओ, गलियवओ पाविओ कुगई ॥६३॥ ગાથા – દુષ્કર તારૂપ ગુણથી દેવને આકર્ષી લેનાર પણ ફૂલવાલક સાધુ માગધિકા વેશ્યાના સંગથી ચારિત્રથી ભ્રષ્ટ બનીને કુગતિ પામ્યા. ટીકાથ- આ પ્રમાણે ગાથાને શબ્દાર્થ છે. ભાવાર્થ દષ્ટાંતથી જાણ. તે દષ્ટાંત આ પ્રમાણે છે - ૩૩
SR No.022170
Book TitleShilopadeshmala
Original Sutra AuthorN/A
AuthorJaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
PublisherSalvina Adishwar Bhagwan Jain Derasar Trust
Publication Year1993
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy