________________
૨૫૬
શિલપદેશમાલા ગ્રંથને ટીકાથ– ગંધરહિત વસ્તુમાં પણ કપૂરના સહવાસથી કપૂરની સુગંધ આવે છે. આગમમાં કહ્યું છે કે-“જે જેવાની મૈત્રી કરે છે તે થોડા જ કાળમાં તે બની જાય છે. પુની સાથે રહેતા તલ પણ પુષ્પની ગંધવાળા બની જાય છે.” [૫૭] શીલરહિતના તે બાકીના અનેક ગુણે પણ ગુણ નથી એમ કહે છે—
सयलोवि गुणग्गामो, सीलेण विणा न सोहमावहइ ।
नयणविहूणंव मुह, लवणविहूणा रसवइव्व ॥५८॥ ગાથાર્થ- જેમ ચક્ષુથી રહિત મુખ અને લવણથી રહિત રઈ શોભા ન પામે તેમ શીલ વિના સઘળો ય ગુણસમૂહ શોભા પામત નથી.
ટીકાર્થ – ઉદારતા, સ્થિરતા, ગંભીરતા, વિજ્ઞાન (Gશાઅજ્ઞાન) અને જ્ઞાન (=અનુભવજ્ઞાન) વગેરે ગુણે શીલ વિના શોભતા નથી. કહ્યું છે કે-“ઐશ્વર્યાનું ભૂષણ મધુરતા (=ભાષામાં મીઠાશ) છે, પરાક્રમનું ભૂષણ વાણીને સંયમ છે, રૂપનું ભૂષણ ઉપશમ (=વિરાગભાવ) છે, શ્રતનું ભૂષણ વિનય છે, ધનનું ભૂષણ પાત્રમાં દાન છે, તપનું ભૂષણ સમતા છે, સમર્થનું ભૂષણ ક્ષમા છે, ધર્મનું ભૂષણ મૌન છે, પણ શીલ બધાઓનું સર્વ કાર્ય માટે નિયત થયેલું ઉત્તમ ભૂષણ છે.”
નવિહીને વા” (શિ. ૮/૧/૨૦૩) એ પ્રાકૃત વ્યાકરણના સૂત્રથી મૂળગાથામાં વિટ્ટીન શબ્દનું વિહૂળ એવું રૂપ થયું છે. [ ૫૮]. | શીલવંતને આ ભવમાં જ મળતાં પ્રત્યક્ષ ફળને કહે છે :. વિવિસારિરિ-રોપિપિસાયારૂપપુરા |
સવિ ગુમાવા, પર્વત સીવંતf IRBI | ગાથાર્થ – વિષ, સ, હાથી, સિંહ, ચેર, શત્રુ, પિશાચ અને શાકિની (=દેવી શક્તિ) વગેરે બધાય અશુભ પદાર્થો શીલવંતે આગળ સમર્થ બનતા નથી=શીલવંતેનું અશુભ કરી શકતા નથી. IS ટીકાથે - ઉપદ્રવ કરનારા હેવાથી દુઃખને ઉત્પન્ન કરે તે પદાર્થો અશુભ છે. બધાય અશુભ ભાવે શીલવંતેનું અશુભ કરી શકતા નથી. કહ્યું છે કે-“શીલના પ્રભાવથી મનુષ્યોને નિયમા અગ્નિ પણ પાણી સમાન, સાપ પણ (કુલની) માળા સમાન, વાઘ પણ હરણ સમાન, દુષ્ટ હાથી પણ શ્વાન સમાન, પર્વત પણ પત્થર સમાન, વિષ પણ અમૃત સમાન, વિશ્ન પણ ઉત્સવ સમાન, શત્રુ પણ મિત્ર સમાન, સમુદ્ર પણ ક્રીડા કરવાના સરેવર સમાન, અને જંગલ પણ પોતાના ઘર સમાન બની જાય છે.” [૫૯]