________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૫૫
નીક સમાન મારી આ પત્ની રાજાના નેત્રના અતિથિપણાને પામીને સુશીલવાળી કેવી રીતે રહે? આ પ્રમાણે અંતરમાં કલ્પેલા ઘણા વિકલ્પાવાળા તે ધનાવહ કૂવામાં સૂતેલા ગ્રાહ નામના જલચર પ્રાણીની જેમ રાતે નિશ્ચલ થઈને રહ્યો. જાણે એના ચિત્તની લુષતાને ધાવા માટે સમર્થ હોય તેવા વાદળાએ વર્ષાકાલે વૃષ્ટિ કરવાનું શરૂ કર્યું. કસેટીના પથ્થર સમાન લાંબા આકાશમાં જાણે રાહિણીના શીરૂપી સુવર્ણની પરીક્ષા કરવા માટે વિધાતાએ રેખા કરી હોય તેમ વિજળી Àાભી સાત દિવસા સુધી અતિશય વૃષ્ટિ થઈ. ફેલાતુ નદીના પાણીનું પૂર નગરના દરવાજા સુધી આવ્યું. જેમ પરચક્રથી ભય પામે તેમ આ પૂરથી ભય પામેલા નગરની બહારના લોકોએ, જેમ ખીન્નેના સમૂહ લને ભરી દે તેમ, તે નગરને ભરી દીધું. નદીનું પૂર અત્યંત નજીકમાં આવી ગયુ. તેથી રાજાએ જલઢી નગરની પાળાના દરવાજા બંધ કરાવી દીધા. જેમ સમુદ્રનું પાણી વેદિકા ઉપર ચઢે તેમ નદીના પ્રવાહ કિલ્લાની ભીંત ઉપર ચઢવા માંડથો એટલે ભય પામેલા રાજા પેાતાના ઈષ્ટદેવનું સ્મરણ કરવા લાગ્યા. ઇષ્ટદેવના કહેવાથી રાજાએ તત્કાલ રાહિણીને ખેલાવીને જાતે જ નગરીના દરવાજા ઉપર ચડાવી. પરમેષ્ઠિનમસ્કાર મંત્રને ગણવાપૂર્વક હથેળીમાં પાણી લઈને રાહિણી ખાલી: હું ગંગા! જે મારું શીલ તારા શરીરની જેમ મન-વચન-કાયાથી શુદ્ધ હેાય તે તું આ નગરથી જેમ ગરુડથી નાગસેના પાછી ફરી તેમ પાછી ફર. આ પ્રમાણે કહીને જેટલામાં હાથમાં રહેલું પાણી પૂરના પાણી ઉપર સિંચવાને ઈચ્છે છે તેટલામાં માયાની જેમ તે પૂર અદૃશ્ય થઈ ગયું. તે વખતે ગંગાનદીના પાણીની સાથે લેાકેાના ચિત્તમાંથી ભીતિ અને રોહિણીના પતિમાંથી વિકલ્પબુદ્ધિ જલદી પાછી ફરી. અહા શીલ ! અહા! આ જૈનધર્મ ! આ પ્રમાણે પૃથ્વી ઉપર અને આકાશમાર્ગે ઊંચા અવાજથી આશીર્વાદ ઉચ્ચાર્યા. પછી રાહિણીની મિથ્યાત્વના નાશ કરનારી દેશનાવાણીથી રાજા જૈનધર્મની સન્મુખ થયા. રાજાએ રાહિણીની સાથે નગરની ચૈત્યપરિપાટી કરીને રાહિણીને ઉત્સવપૂર્વક ઘરે પહેાંચાડી. ધનાવહ શેઠે પણ નગરજના સહિત રાજાના હર્ષોંથી સત્કાર કરીને રજા આપી. રોહિણીનાં નિમલ ચરિત્રા લાકમાં ફેલાયાં. શીલના માહાત્મ્યને જોવાથી ધનાવહશેઠ વગેરે બધા મેાક્ષલક્ષ્મીનું આક ણુ કરનારા જૈનધને સદા આદરવા લાગ્યા. તે રાહિણી આ પ્રમાણે જૈનધમ સંબંધી પ્રભાવનામય શીલનુ પાલન કરીને અને મનુષ્યજન્મને સફળ બનાવીને સુકૃતની અતિશય સ્થિરતાને પામી, અર્થાત્ તેને ભવાંતરમાં પણ સુકૃતાની પ્રાપ્તિ થઈ. [૫૬]
હવે શીલવંત મનુષ્યાના સંગ પણ બહુ ગુણકારી છે એમ કહે છેઃ— सीलकलिएहिं सद्धि, संगोवि हु बहुगुणावहो होइ । कप्पूर सइज्झतंपि, कुणइ वत्थूण सुरहितं ॥ ५७ ॥ ગાથા :– શીલવંત મનુષ્યેાના સહવાસ પણ કપૂરની સાથેના વાસ પણ વસ્તુઓને સુગંધી કરે છે.
અવશ્ય બહુ ગુણુકારી બને છે.