________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૬૧ મુનિસુવ્રતસ્વામીના સ્તૂપને જોઈને વિચાર્યું. ચોક્કસ આ સ્તૂપની પ્રતિષ્ઠાનું મુહૂર્તબલ ઘણું છે, અર્થાત્ આ સ્તૂપની પ્રતિષ્ઠા ઘણુ જ બલવાન મુહૂર્તમાં થયેલ છે. તે મુહૂ
ના પ્રભાવથી આ નગરી ઇંદ્રથી પણ ન ભાંગી શકાય. તેથી કેઈક ઉપાયથી સ્તૂપનું ઉત્થાપન કરવું જોઈએ. આ પ્રમાણે વિચારો તે હવે પનીહારીઓના માર્ગમાં વારંવાર ભમવા લાગ્યા. ત્યાં પરસ્પર નગરીને ઘેરો ઘાલવાની વાતને કરતી અને દુઃખી થયેલી સ્ત્રીઓએ મુનિને જોઈને આ પ્રમાણે પૂછયું- હે ભગવંત! ઘણા કાળથી થયેલા નગરીના ઘેરાથી અમે ઘણા દુઃખી થઈ ગયેલા છીએ. તેથી નગરીને ઘેરે ક્યારે દૂર થશે? અમને જલદી આશ્વાસન આપો. તે બેઃ જેમ આંતરડામાં મલને સંગ્રહ હોય ત્યાં સુધી વ્યાધિ દૂર ન થાય તેમ જ્યાં સુધી આ સ્તૂપ અખંડિત છે ત્યાં સુધી નગરીને ઘેરે દૂર નહિ થાય. આ વિષે પ્રમાણ એ છે કે આ સ્તૂપને ભાંગવાની શરૂઆત કરતાં જ તત્કાલ શત્રુનું સૈન્ય સમુદ્રની ભરતીની જેમ દૂર જતું રહેશે. એને સંપૂર્ણ પાડી નાખતાં તમે કૃતાર્થ બની જશે સંપૂર્ણપણે નગરીને ઘેરે દૂર થઈ જશે. કારણ કે આ સ્તૂપની પ્રતિષ્ઠા ક્ષયકારી મુહૂર્તમાં થઈ છે. તેથી હું પહેલે હું પહેલે એવા ઉત્સાહ પૂર્વક લોકોએ સ્તૂપ ભાંગવાનું શરૂ કર્યું. સંકટમાં પડેલા ક્યા ઉત્તમ પુરુષો ધૂર્તીથી છેતરાતા નથી ? તેથી સ્તૂપ ભાંગવામાં આવતાં લોકેને વિશ્વાસ બેસે એ માટે દુષ્ટમુનિ જાણી જોઈને સૈન્યસહિત કૃણિકને બે ગાઉ દૂર લઈ ગયે. તે વિશ્વાસના અનુસારે નગ૨ના લેકેએ કુવાસની શિલા સુધી સ્તૂપને હર્ષથી ભાંગી નાખ્યું. તેથી બાર વર્ષના અંતે કૂણિકે વૈશાલીને ભાંગી. આટલા કાળ સુધી તે નગરી સ્તૂપના પ્રભાવથી લઈ શકાતી ન હતી. તે વખતે કૃણિક અને ચેટકનું યુદ્ધ બંધ થઈ ગયું. આ અવસર્પિણીમાં આવું ચુદ્ધ ક્યારેય થયું નથી. (યુદ્ધના મેદાનમાંથી નીકળતા ચેટક રાજાને કૃણિકે બેલાવ્યા અને કહ્યું હે પૂજ્ય માતામહ ! કહો, આપની શી આજ્ઞા કરું ? તેમણે કહ્યું: થડે વિલંબ કર, આ વાવડીમાં હું સ્નાન કરું ત્યાં સુધી ક્ષણવાર નગરીમાં પ્રવેશ ન કર. કૂણિકે તે વાતને સ્વીકાર કર્યો એટલે શુભધ્યાનવાળા ચેટક રાજા ગળે લેઢાની પૂતળી બાંધીને વાવડીમાં પડયા. તે વખતે ધરણેન્દ્ર સાધર્મિકપણાથી (પડતા એવા) ચેટક રાજાને ઝીલી લીધા. પછી ઘરોંદ્ર ચેટક રાજાને પોતાના ભવનમાં લઈ ગયો. જીવવાની આશાથી રહિત બનેલા ચેટક રાજા અનશનને નિયમ લઈને અને અંતિમ આરાધના કરીને આઠમા દેવલોક પામ્યા. ચેટક રાજાનો દેહિતર અને જયેષ્ઠાને પુત્ર સત્યકી વિદ્યાધર નગરના બધા લેકેને નીલવંત પર્વત ઉપર લઈ ગયે. તે વખતે કૃણિક રાજાએ હળામાં ગધેડાઓને જોડીને એ હળથી સંપૂર્ણ વૈશાલીનગરીને ખેડી, અને એ રીતે પિતાની પ્રતિજ્ઞા પૂરી કરી. પછી પૂર્ણ થયેલા મનોરથવાળા કૃણિક રાજાએ મહાન મહોત્સવ પૂર્વક મહાન ચંપાનગરીમાં પ્રવેશ કર્યો. માગધિકા વેશ્યાના સંગના રાગરૂપી સમુદ્રમાં જેની
૧. માતામહ=માતાને પિતા.