________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૫૧ પછી તે કેટલાક માણસને અને ભાતું સાથે લઈને પત્નીને શોધવા માટે ચાલી નીકળે. ગામ, કર્બટ અને 'બેટ વગેરે નગરે, અને જંગલની ભૂમિમાં ઘણા કાળ સુધી તે ભમે. પછી ભાતું ખૂટી જવાથી નેકરે પાછા જતા રહ્યા. તેથી એકલો પણ તે મિત્રની જેમ નદયંતીને યાદ કરતે કરતે ઘણા કાળ સુધી પૃથ્વી ઉપર ભમ્યો. કંદ, મૂલ અને ફળનું ભક્ષણ કરીને પોતાનો નિર્વાહ કરતે હતે. (પરિભ્રમણ કરવાથી) તેનું પેટ કૃશ થઈ ગયું, તેના શરીરનું તે જ ઘટી ગયું, હાથ અને પગ કૃશ થઈ ગયા. ફરતે ફરતો તે કામ કરીને ભગુકચ્છ નગરમાં ગયે. સુધાથી ઘેરાયેલો તે ત્યાં જ દાનશાળામાં ગયે. નયને માટે અમૃત સમાન પોતાની પ્રિયાને જોઈને ઓળખી લીધી. નંદયંતીને પણ તેને જોઈને તત્કાલ આનંદ થયો. પ્રગટેલા અનુરાગના લક્ષણેથી તેણે “આ પતિ છે એ હૃદયમાં નિર્ણય કર્યો. સંભ્રમ સહિત ઊભી થઈને પોતાનું ઔચિત્ય કરીને જાણે નુંછણ કરતી હોય તેમ તેને દષ્ટિથી સ્પૃહાપૂર્વક જે. બંનેની પરસ્પર દષ્ટિ મળતાં સતીને પૂર્વની દુઃખ ભરેલી દુર્દશા યાદ આવી. તે વખતે સતી જાણે ભાદરવા માસની વૃષ્ટિ હોય તેવી થઈ, અર્થાત્ તેની આંખમાંથી અતિશય આંસુએ વહેવા માંડ્યા. તે વખતે આસુવાળા પતિએ અમૃતવૃષ્ટિ જેવા પોતાના હાથરૂપી કમળથી સતીની આંખોને સાફ કરીને તેને આશ્વાસન આપ્યું. સમુદ્રદત્ત લાંબા કાળના પ્રવાસથી ખિન્ન થઈ ગયા હોવા છતાં પત્નીના મુખરૂપી ચંદ્રને જોવાથી (સમુદ્રની જેમ) આનંદરૂપી જલના તરંગથી પરિપૂર્ણ બજે. નંદયંતીના પતિને ત્યાં આવેલ જાણીને, જેમ કામદેવ વસંતઋતુની સામે જાય તેમ, રાજા આદરપૂર્વક તેની સામે ગયો. તેને કુશલ સમાચાર પૂછયા. પછી તેને બંધુની જેમ પોતાના ઘરે લઈ ગ. વૈદ્યના ઔષધપ્રગોથી તેને કામ કરીને પુષ્ટ બનાવ્યું. કેમે કરીને સાગર પોત શેઠ અને સુરપાલ વગેરે જેમ આત્માઓમાં કર્મો ભેગા થાય તેમ, ત્યાં ભેગા થયા.
આ તરફ કેવલજ્ઞાનીરૂપી સૂર્યનું ત્યાં આગમન થયું. તેમને વંદન કરવા માટે સમુદ્રદત્ત વગેરે પરિવાર સહિત ગયા. દેશના પૂર્ણ થયા પછી નંદયંતીએ પૂછયું હે ભગવંત! ક્યા કર્મથી મને આ કલંક આવ્યું? આમ પૂછીને નંદયંતીએ પોતાનો પૂર્વભવ પૂછો. ભગવંતે કહ્યું: પૂર્વભવમાં યજ્ઞના ઉત્સવમાં ભિક્ષા માટે આવેલા સાધુ ઉપર નંદયંતીના જીવે “આ શૂદ્ર છેએ પ્રમાણે દષારોપણ કર્યું. એને સસરા વગેરે બધાએ એનું અનુમોદન કર્યું. આ કર્મ સામુદાયિક હોવા છતાં (=સામુદાયિકપણે બંધાયેલું હોવા છતાં) તારામાં જ દઢ બન્યું. તેથી તું મહાસતી હોવા છતાં જેમ લકે પૂર્ણ ચંદ્રમાં કલંકની સંભાવના કરે છે તેમ, સસરાએ તારા વિષે આ કલંકની
૧. કર્બટ અને ખેટ એ બંને અમુક પ્રકારના નગર છે. ખરાબ નગરની કબટ સંજ્ઞા છે, અને પર્વત વગેરેથી ઘેરાયેલા નગરની ખેટ સંજ્ઞા છે.