________________
૨૫૦
શીલોપદેશમાલા ગ્રંથને પ્રમાણે કહીને તે રડવા લાગી. તે વખતે વૃક્ષના આંતરે રહેલે નિષ્કરણ જેટલામાં જોઈ રહ્યો છે તેટલામાં સિંહ અને વાઘ વગેરે પ્રાણીઓ સતીને દૂરથી નમીને પોતાના માર્ગે ચાલ્યા ગયા. શાસનદેવીએ વિષનું ભક્ષણ કરતી સતીનું રક્ષણ કર્યું, અને મરવાની ઈચ્છાવાળી તેને ફાંસે કાપી નાખે. પંચનમસ્કાર (મહામંત્રીનું સ્મરણ કરીને તેણે પર્વતના શિખર ઉપરથી ઝંપાપાત કર્યો ત્યારે પણ તે જ દેવીએ વચ્ચે પલંગ પ્રગટ કરીને તેનું રક્ષણ કર્યું. તે વિચારવા લાગી. પતિ અને પિતા વગેરેથી તજાયેલી મને યમ પણ ગ્રહણ કરવાની ઈચ્છા રાખતા નથી. ભાગ્ય શું મારું બીજું પણ (અનિષ્ટ) કરશે? આમ વિચારીને તે ખિન્ન બની ગઈ. તે પોતાના જન્મ વગેરેને નિંદવા લાગી. અવશ્ય થનારા કર્મને જાણતી તે સતી યૂથથી ભ્રષ્ટ બનેલી હરણીની જેમ આગળ ચાલી.
આ તરફ શિકાર માટે નીકળેલા ભગુકચ્છ નગરના શ્રી પવનામના દયાળુ રાજાએ તે સતીને જોઈ. તેણે સતીને મધુરવાણીથી બેલાવી. સતીએ કહેલું તેનું વૃત્તાંત જાણ્યું. પછી રાજા તેને બહેન કરીને પોતાના નગરમાં લઈ ગયે. રાજાએ સતીને કહ્યું છે ભગિની ! પતિની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી દાનશાળામાં દીન-યાચકવર્ગને દાન આપતી તું સુખપૂર્વક રહે. ઉચક મનવાળી અને પતિનું ધ્યાન કરતી નંદયંતી તે કાળને ઉચિત અને ધર્મને અનુસરતા એવા દાનને કરતી સુખપૂર્વક રહી. તે વખતે તે જગલમાંથી તુરત પાછા ફરેલા નિષ્કરુણે શેઠને સતીના શીલને પ્રભાવ કહ્યો. પૂર્વે સાગર પોતે પિતાના કામ માટે દ્વારપાલ સુરપાલને નંદયંતીના પિતાના ઘરે મોકલ્યો હતે. તે સુરપાલ પણ ઘણા સમય પછી અત્યારે નંદયંતીના પિતાના ઘરેથી આવ્યો. તેની સાથે નાગદત્તે પિતાની પુત્રી માટે આભૂષણે વગેરે કહ્યું હતું. તે આભૂષણ વગેરે નંદયંતીને આપવાની ઈચ્છાવાળા સુરપાલે પૂછ્યું: અહીં નંદયંતી કેમ દેખાતી નથી? સાગર પોતે તેને વૃત્તાંત કહ્યો. વિષાદવાળા સુરપાલે રડતાં રડતાં કહ્યુંઃ પતિવ્રતાને નિરર્થક ત્યાગ કર્યો. તે વખતે ગયેલે પણ તમારે પુત્ર રાતે ગુપ્તપણે આવ્યા હતા, અને આપની પુત્રવધૂને સંગ કરીને ફરી વહાણમાં ચાલ્યા ગયા હતા. તે વખતે તમારા પુત્રે મને મારા આગમનની વાત અનિવાર્ય કારણ વિના કેઈને ન કરવી એવા) સગંદ આપ્યા હતા અને (આગમનના પુરાવા માટે) નામથી અંકિત પિતાની આ વીંટી મને આપી હતી. આમ કહીને સુરપાલે તે વીંટી સાગર પતને બતાવી. તેથી શોક સાગરમાં પડેલા સાગર પોતે પુત્રવધૂની શોધ કરવા માટે તેને આજ્ઞા કરી અને પોતે પણ (શેધ કરવા) ચાલે.
આ તરફ સમુદ્રદત્તે કરિયાણું વેચ્યું અને ખરીદું. ઘણા લાભથી યુક્ત બને તે અવસરે સુખપૂર્વક ઘરે આવ્યું. નંદયંતીને વૃત્તાંત સાંભળીને તેણે પિતાને આકાર છુપાવી દીધે, અર્થાત્ અંતરમાં ઉત્પન્ન થયેલા ધાદિ ભાવેને બહાર ન જણાવા દીધા.