________________
ગુજરાતી ભાવાનુવાદ
२४७
અને શુદ્ધશીલથી યુક્ત તે ક્રમે કરીને મેાક્ષને પામે છે. આ પ્રમાણે સાંભળીને દુગિલા એલી. મારી આ સ્વામિની (=સુયશા) ધન્ય છે. મારી જેવી તે નિંદ્ય છે કે જે અહીં સ્વહિત કરવા માટે અસમર્થ છે. પ્રવર્તિનીએ કહ્યું: જો તુ દાન, અને તપ કરવા માટે સમથ નથી તેા સ્વાધીન એવા શીલનું ભાવથી તું પણ પાલન કર. હે વિવેકવતી! જીવન પર્યંત પરપુરુષને ત્યાગ કર તથા આઠમ અને ચૌઢશ તિથિમાં સ્વપતિના પણ ત્યાગ કર. અભિગ્રહ લઈને હ` પામેલી તેણે પતિને નિયમની વાત કરી. કલઘુતાના કારણે તેણે પણ ભાવથી તે નિયમના સ્વીકાર કર્યો. ક્રમે કરીને ભાવની શુદ્ધિ થવાથી તે બને સમ્યક્ત્વને પામ્યા. દુગિલાએ પણ ક્રમે કરીને જ્ઞાનપંચમીના તપ કર્યાં. બંને કાલધર્મ પામીને સૌધર્મ દેવલાકમાં દેવ થયા. ત્યાંથી ચ્યવેલા દુર્ગાંત જીવ તમે અજિતસેન થયા છે, અને દુર્ખિલા જીવ તે આ શીલવતી સતી છે. તે જ્ઞાનની આરાધનાના પુણ્યથી વિવિષ્ટ મતિરૂપ વૈભવવાળી થઈ છે. આ સાંભળીને બંનેને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી તે બધું એમણે જાતે જ જાણ્યું. આથી ઉત્કટ વૈરાગ્યને પામેલા તે બંનેએ જલદી ચારિત્રના સ્વીકાર કર્યાં. ચારિત્રની ધુરાને લાંખા કાળ સુધી પાળીને તે બંને પાંચમા દેવલાકને પામ્યા. ત્યાંથી ચવીને નિ`લશીલના યાગથી (=પાલનથી) તે બંને કૈવલજ્ઞાન પામીને મેાક્ષમાં જશે.
નંદય...તી સતીનું દૃષ્ટાંત
હવે નયતી સતીની કથા કહેવામાં આવે છે. તે આ પ્રમાણે:- કલ્યાણકારી અને અપાર મનુષ્યેાવાળું શ્રી પેાતનપુર નામનું નગર હતું. જાણે તેની અનેક પ્રકારની લક્ષ્મીને જોઈને (કાલાધિ ) સમુદ્ર શ્યામ થઈ ગયા. તે નગરમાં પ્રગટ પરાક્રમવાળા નરવિક્રમ નામના રાજા હતા. આશ્ચય છે કે તેની તલવાર ધારાધર હાવા છતાં શત્રુસમૂહને સંતાપ પમાડતી હતી. તે નગરમાં જાણે લક્ષ્મીની દાનશાળા હોય તેવા સાગરપાત નામના શ્રેણી હતા. તેના પવિત્ર આચારોમાં કુશળ સમુદ્રદત્ત નામના પુત્ર હતા. પૂર્વ ઉપાર્જન કરેલા પુણ્ય સમૂહથી તેણે બાલ્યાવસ્થામાં પણ જેમ રત્નપરીક્ષક રત્નાને ગ્રહણુ કરે તેમ સઘળી કળા ગ્રહણ કરી લીધી. જેમ જગલના હાથી વિંધ્યાચલ પર્વતના વનને પામે તેમ સમુદ્રઇત્ત ક્રમે કરીને યૌવનને પામ્યા. યૌવનમાં તેના વિલાસ વિકાસ પામી રહ્યો હતા. તેનું યૌવન પ્રશસ્તમદનું મંદિર હતું.
આ તરફ સાપારનગરમાં નગરજનાના ઉત્કષના ભંડાર એવા નાગદત્ત નામનેા શેઠ હતા. તેની ન`યતી નામની કન્યા હતી. તે માલ્યાવસ્થાને આળગીને યૌવનને
૧. અહીં પારાવર શબ્દ દ્વિઅર્થીક છે. આશ્ચયના અર્થમાં થાપા એટલે વૃષ્ટિ, ઘર એટલે ધારણ કરનાર, અર્થાત્ વૃષ્ટિને ધારણ કરનાર. તલવારના અર્થમાં ધારા એટલે તીક્ષ્ણધાર, અર્થાત્ તીક્ષ્ણધાર ધારણ કરનાર.