________________
૨૪૮
શીલપદેશમાલા ગ્રંથને પામી, તે જિનધર્મમાં નિપુણ બુદ્ધિવાળી હતી, શીલરૂપી માણેકરનની ભૂમિ હતી, કામદેવરૂપી રાજાની રાજધાની હતી, શેભા સહિત હતી અને યુવાનોના મનને ખૂબ આનંદ પમાડતી હતી. જાણે વિધાતાના એગ્ય પ્રયત્નને સત્ય બનાવવા માટે તત્પર થયે હોય તેમ સાગર પોતે પિતાના પુત્રની સાથે નંદયંતીને પરણાવી. જાણે ચિત્રવેલીને મેળવી હોય તેમ એકાંતે પ્રેમને અત્યંત ઈરછતી ન દયંતીને મેળવીને સમુદ્રદત્તના મને પૂર્ણ થયા સહદેવ નામના બાલ્યકાળના મિત્રની સાથે ક્રીડા કરતા તેણે કેટલેક કાળ વિલાસથી પસાર કર્યો. એકવાર જુદા જુદા દેશેનું વિજ્ઞાન અને ધન મેળવવાની ઉત્કંઠાવાળા તેણે વહાણ દ્વારા વેપાર કરવાની ઈચ્છાથી પિતાને પૂછ્યું, અર્થાત્ વહાણ દ્વારા વેપાર કરવાની પોતાની ઇચ્છા પિતાને જણાવી. પિતાએ કહ્યું મારી પાસે કરોડોની સંખ્યામાં ધન છે. તેથી હે પુત્ર! તે ધનને તું ભગવ. ઘરના આંગણામાં કલ્પવૃક્ષ ફળેલું હોય તે જંગલમાં કોણ જાય? સમુદ્રદત્ત બે હે પિતાજી! પૂર્વજેએ ઉપાર્જન કરેલી લમીને કાયરપુરુષે જ ભગવે છે. કારણ કે જેમ યૌવનમાં (માતાને ધાવવી, માતાની સાથે શયન કરવું વગેરે રીતે) માતા ભેગવવા ગ્ય નથી, તેમ પિતાની લકમી ભોગવવા ગ્ય નથી. આ પ્રમાણે પુત્રની ઉત્સાહથી મનહર વાણીને સાંભળીને સાગરતિ શેક અને આનંદ એ બંને અવસ્થાથી યુક્ત બને. તેણે ગદ્ગદ્ વાણીથી આ પ્રમાણે કહ્યું – પિતાએ ઉપાર્જન કરેલા ધનથી અપ્રશસ્ત મદવાળા બનેલા ઘણું લેકે હેય છે, પિતે ઉપાર્જન કરેલા ધનથી દાન કરનારા અને સુખ ભોગવનારા વિરલા જ હોય છે. આ પ્રમાણે બોલતા તેણે જેમ માગનાર માગેલા ધનને પ્રામાણિક કરાવે તેમ પિતાને આગ્રહ કોઈપણ રીતે પ્રામાણિક કરાવ્યું. પછી મિત્રની સાથે જવા માટે ઉત્કંઠાવાળા થયેલા સમુદ્રદત્ત સ્વજનેને પૂછીને ( =કહીને) શુભ નક્ષત્રમાં વહાણ કરિયાણાથી ભર્યું. તે વખતે સમુદ્રદત્તે મિત્રને કહ્યું. મેં પની સિવાય બીજા સ્વજનોને પૂછયું (=કહ્યું છે, અર્થાત્ પત્નીને પૂછયું (=કહ્યું) નથી. કારણ કે તે વખતે પત્ની ઋતુવંતી બની હતી. મિત્રે કહ્યું: લાંબા કાળથી નેહવાળે હું તારી પાસે હોવા છતાં જે તને ચિંતા પીડા કરે છે તે કલ્પવૃક્ષના સેવકે દીન બનેલા જાણવા. જેમનો આત્મા દાક્ષિણ્ય, કુલમર્યાદા અને લજજાથી બંધાયેલો છે એવા પુરુષને અને સ્વેચ્છા પ્રમાણે પ્રેમ કરનારાઓને મિત્ર સિવાય બીજું કોઈ ઔષધ નથી.
મર્યાદાવાળો હોવા છતાં રાગરૂપી સમુદ્રની લહરીઓને આધીન બનેલે સમુદ્રદત્ત રાતે કેઈને પણ ખબર ન પડે તે રીતે પોતાના ઘરના દ્વાર પાસે આવ્યા. ત્યાં તેણે સુરપાલ નામના દ્વારપાલને રત્નની વીંટી આપી અને વીંટીને સાચવવી એમ કહ્યું. પછી તે પોતાના વાસભવનની પાસે આવ્યા. ત્યાં તેણે જાળીને આંતરામાંથી છેડા પાણીમાં માછલીની જેમ અત્યંત વ્યાકુલ બનેલી પત્નીને જોઈ પ્રિયા શું કરે છે એમ વિચારીને સમુદ્રદત્ત પત્નીને જોઈ રહ્યો છે તેટલામાં અરતિવાળી બનેલી મહાસતી નંદયંતી ઘણું