________________
૨૪૬
શીલેાપદેશમાલા ગ્રંથને
ભેાજનના સમયે યક્ષના કરડિયાએની પૂજા કરીને રાજાએ કહ્યું: ભાજન તૈયાર થા. તેમણે કહ્યું: એમ થાએ. બધા માણસે (રસાઈ હમણાં પ્રગટ થશે એવી આશાથી) મુખ ઊંચુ કરીને જોઈ રહ્યા. પણ તેમની આગળ રાજાએ કહેલુ કંઈ પણ પ્રગટ ન થયું. તેથી વિલખા બનેલા રાજાએ કરડિયાએ ઉઘાડવા, કરંડિયાએમાં કરમાયેલ ઇંદ્રિયાવાળા અને પહેાળા મુખવાળા ચાર માણસાને જોયા. ભયકર રાક્ષસ જેવા તેમને જોઇને આ યક્ષ્ા નથી કિંતુ રાક્ષસો છે એમ કહીને રાજા એકદમ ત્યાંથી ખસી ગયા. તે પુરુષાએ જલદી કહ્યું: હે દેવ ! અમે યક્ષા નથી અને રાક્ષસેા પણ નથી, કિંતુ આપના મશ્કરા કામાંકુર વગેરે મંત્રીએ છીએ. તેમને ખરેખર જોઇને અને એળખીને રાજાએ કહ્યું: હું ભદ્રો ! રાગી કાગડાના જેવી તમારી આ અવસ્થા કેવી રીતે થઈ ? તેમણે પેાતાના વૃત્તાંત જેવી રીતે બન્યા હતા તે રીતે ક્રમશઃ કહ્યો. મસ્તકને ધુણાવતા રાજાએ શીલવતીના શીલની પ્રશંસા કરી. રાજાએ શીલવતીને મેલાવીને કહ્યું: હે પતિવ્રતા ! તારું બુદ્ધિકૌશલ્ય આશ્ચય કારી છે. શીલપાલનના આ પ્રયત્નથી તું કેાને પ્રશંસનીય નથી ? અર્થાત્ બધાને પ્રશંસનીય છે. તે વખતે નહિ કરમાયેલી પુષ્પમાળાથી જ મેં સ્પષ્ટ તારુ શીલમાહાત્મ્ય જાણ્યું હતું. આમ છતાં અજ્ઞાનતાથી જે આ કયું તેની ક્ષમા કરવી. બંધુસમાન મારા ઉપર આ વિષે ગુસ્સા ન કરવા. શીલવતીએ જિનધર્મના ઉપદેશ આપીને રાજાને મેધ પમાડવો અને મશ્કરા મત્રીઓને પરગ્નીગમનની નિવૃત્તિ કરાવી. રાજાએ સત્કાર કરીને શીલવતીને તેના ઘરે મેલી. શીલવતી પેાતાના ઘરે આવી. રાજકાર્યની ધુરાને ધારણ કરતા અજિતસેન પણ શીલવતીની સાથે વિશેષપણે ધર્મકાર્યો કરવા પૂર્ણાંક કાળ પસાર કરવા લાગ્યા.
તે નગરમાં એક્વાર ચાર જ્ઞાનને ધારણ કરનારા દમઘાષ નામના મુનિ પધાર્યા. અજિતસેન તે મુનિને વંદન કરવા માટે પ્રિયાની સાથે ગયા. દેશનાના અંતે ઉત્તમમુનિએ શીલવતીને કહ્યું; હે ભદ્રા ! પૂર્વભવના અભ્યાસથી તારુ નિલ શીલ શાલે છે. અજિતસેને અજલિ જોડીને ગુરુને પૂછ્યું: કેવી રીતે? ગુરુએ કહ્યુ કુશપુરનગરમાં સુલસ નામના શ્રાવક હતા. સુયશા નામની તેની પત્ની હતી. તેમના ઘરે પ્રકૃતિથી ભદ્રક દુર્યંત નામના નાકર હતા. તેની દુગિલા નામની પત્ની હતી. એકવાર ગિલા સુયશાની સાથે સાધ્વીજીઓની વસતિમાં (=ઉપાશ્રયમાં) ગઈ. સુયશાને આદરપૂર્વક પુસ્તકાની પૂજા કરતી જોઈને દુર્ખિલાએ પ્રવર્તિનીને (=મુખ્ય સાધ્વીજીને) પૂછ્યું: હું આર્યા ! આજે કયું પર્વ છે? પ્રવર્તિનીએ કહ્યુંઃ આજે પ્રસિદ્ધ જ્ઞાનતિથિ શુક્લ પ'ચમી છે. જે જીવ આ શુલ પ ́ચમીના દિવસે ઉપવાસ કરે, પુસ્તકાની પૂજા કરે અને જ્ઞાનનું ગૌરવ કરે તે પરલેાકમાં સુખ, સૌભાગ્ય, ભાગ્ય (=સુપુણ્ય) અને બુદ્ધિ વગેરે વૈભવને પામે છે
૧. અહીં આવિ પદના અર્થી સ્વયં સમજી લેવા.
૨. અન્ય ગ્રંથામાં ‘કુમપુર' એવું નામ વ્હેવામાં આવે છે.