________________
૨૪૨
શીલપદેશમાલા ગ્રંથને આ ખેતરને ખવાઈ ગયેલું કહ્યું હતું. પછી વિસ્મય પામેલા શેઠે તે ખેડૂતને બોલાવીને જાતે પૂછ્યું. તેણે પણ કહ્યું કે, હું પહેલાં વેપારી પાસેથી વ્યાજે પૈસા લાવ્યો છું. [તેના બદલામાં આ ખેતરનું ધાન્ય તેને આપી દીધું છે.] આથી આ ધાન્ય ખવાઈ ગયું છે. ઉત્પન્ન થયેલું આ બધું ધાન્ય તે વેપારી લઈ લેશે. આ ધાન્યથી મને માત્ર પરિ. શ્રમનું જ ફળ મળશે, અર્થાત્ ધાન્યને તૈયાર કરવામાં મેં જે પરિશ્રમ કર્યો છે તે જ ફળ મને મળશે, ધાન્ય નહિ મળે. આ પ્રમાણે કહીને તે માણસ જ રહ્યો. શેઠે નદીને જોઈને શીલવતીને ફરી પૂછયું: હે પુત્રી ! તે વખતે પાણીમાં ચાલતી વખતે તે જેડા કેમ ઉતાર્યા નહિ? શીલવતીએ જવાબ આપ્યું. તેમાં દેખાય નહિ તેવા કાંટા અને કીડા વગેરેનો ભય રહે, આથી મેં જેડા ન ઉતાર્યા. હે પિતાજી ! થોડા માટે કાયાને કષ્ટમાં કેણ નાખે ?
ઈત્યાદિ પુત્રવધુએ કહેલી યુક્તિઓથી શેઠનું મન ખુશ થયું. ક્રમે કરીને શેઠ ઘરે આવ્યા. ઘરે આવતા શેઠને નગરજને જોઈ રહ્યા. પછી વહુએ આભૂષણે બતાવ્યાં. આભૂષણો લઈને ખુશ થયેલા શેઠે પુત્ર અને પત્નીને સઘળે વૃત્તાંત કહ્યો. પછી શેઠે સર્વધનની માલિક તેને જ બનાવી. તેનાં કાર્યોથી ઘર સદા નવી નવી લક્ષમીને પામતું હતું. આયુષ્ય અસ્થિર હોવાથી ક્રમે કરીને શેઠ કાળધર્મ પામ્યા. જેમ છાયા વૃક્ષને અનુ સરે તેમ શેઠાણી પણ જલદી શેઠને અનુસરી, અર્થાત્ કાળધર્મ પામી. તેથી સ્વજનેએ અજિતસેનને કુટુંબના વડિલ તરીકે સ્થાપે. તેણે ઘણા કાળ સુધી ગૃહસ્થ ધર્મનું પાલન કર્યું. અરિમર્દન રાજાએ ઓગણપચાસ મંત્રીઓને ભેગા કર્યા હતા, અર્થાત્ ઓગણપચાસ મંત્રીએ રાખ્યા હતા. વિશિષ્ટ બુદ્ધિવાળા કેઈને મુખ્યમંત્રી કરવાની ઈચછાવાળા રાજાએ એકવાર પ્રત્યેક નાગરિકને પૂછ્યું મને જે લાત મારે તેને શે દંડ કરે જોઈએ? બધાએ કહ્યું: મસ્તક છેદ કરવું જોઈએ, અથવા તે સર્વ દંડને યંગ્ય છે. તે સાંભળીને અજિતસેને શીલવતીને તે વિગત જણાવી. ચાર પ્રકારની ઉત્તમ બુદ્ધિનું નિધાન શીલવતીએ આ પ્રમાણે કહ્યું તેને સર્વ અંગેમાં ધારણ કરવાના અભૂષણે આપીને ખુશ કરવા જોઈએ. અજિતસેને પૂછવું એ કેવી રીતે ? શીલવતીએ જવાબ આપ્ય રાજાને જે પ્રિય હોય તેને (=પત્ની કે બાળકને છોડીને બીજે કયે બુદ્ધિમાન રાજાને મારવાની ઈચ્છા પણ કરે? અજિતસેને તે ઉત્તર રાજાને કહ્યો. ખુશ થયેલા રાજાએ ધર્મ કાર્યોમાં તત્પર તેને સર્વમંત્રીઓમાં મુખ્યમંત્રી બનાવ્યું. એકવાર અરિમર્દનરાજ છ પ્રકારનું સૈન્ય લઈને સીમાડાના દેશના સિંહ નામના રાજાની સાથે યુદ્ધ કરવા માટે ગયે. આથી અજિતસેન મનમાં કંઈક ચિતાવાળો બન્યા. શીલવતીએ ચિંતાનું કારણ
૧. અહીં વાત શબ્દ છે. આજ્ઞારત આચમન. વાક્ય ફિલષ્ટ બને એથી જાવાના શબ્દનો અર્થ ભાવાનુવાદમાં કર્યો નથી.