________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૪૩
પૂછ્યું એટલે તેણે સ્પષ્ટ કહ્યુ` કે, જે કે તું સુશીલવાળી છે તે પણ ઘરે તને એકલીને છેડીને રાજાની સાથે જવાની ઇચ્છાવાળા મને શાંતિ નહિ રહે. શીલવતી બેાલી: રાજ કાર્યાં કોઈ પણ રીતે કરવા જોઇએ. મારા શીલને મિલન કરવા માટે ઇંદ્ર પણ સમ નથી. આપને ખાતરી થાય એ માટે આપના કઠમાં આ પુષ્પમાળા પહેરાવું છું. આ પુષ્પમાળાને આપ જ્યાં સુધી કરમાયા વિનાની જુએ ત્યાં સુધી મને સુશીલવાળી સમજવી. આમ કહીને શીલવતીએ તેના કંઠમાં જાણે પેાતાની ગુણમાળા પહેરાવતી હાય તેમ પુષ્પમાળા પહેરાવી. આનંદ પામેલા અજિતસેન ત્યાંથી ચાલ્યા. રાજા પુષ્પા વિનાના કોઈ મોટા જંગલમાં પહેાંચ્યા. ત્યાં તેણે અજિતસેનના કંઠમાં ખીલેલી પુષ્પમાળા જોઈ. રાજાએ તેને પૂછ્યું: આ ખીલેલી પુષ્પમાળા પુષ્પરહિત આ સ્થાનમાં કયાંથી આવી ? મંત્રીએ સ્પષ્ટ કહ્યું: આ પુષ્પમાળા પત્નીના શીલના પ્રભાવથી સદા કરમાયા વિનાની રહે છે. મંત્રી આ પ્રમાણે કહીને પેાતાના સ્થાનમાં ગયા એટલે કુતૂહલી અને વિવેકબુદ્ધિવાળા રાજાએ પેાતાના હાંસી-મશ્કરી કરવાના સ્વભાવવાળા પુરુષોની આગળ આ
વાત કહી.
તેથી કામાંકુર મંત્રી ખેલ્યાઃ સ્ત્રીઓને શીલ કયાંથી હોય ? લલિતાંગ મંત્રીએ કહ્યુંઃ હે દેવ! કામાંકુરે જે કહ્યું તે સત્ય છે. રતિકેલિ મંત્રી બાલ્યે: હે દેવ ! આપને આ વિષયમાં સશય શે ? અર્થાત્ આપે કામાંકુરની વાતમાં કેાઈ સંશય રાખવા નહિ. અશાક મંત્રીએ કહ્યું: હે દેવ આ વિષે સંશયને દૂર કરવા માટે મને મેકલેા. તેથી કુતૂહલી રાજાએ શીલવતીના શીલના નાશ કરવા માટે અશાકને બહુ ધન આપીને પેાતાના નગરમાં માકલ્યા. અશાક રાજાના વેષ પહેરીને નદનનગરમાં પહેોંચ્યા. શીલવતીના ઘરની નજીકમાં સ્થાન લઈને રહ્યો. શીલવતીનું મુખ જોવામાં હાંશિયાર તે અગાને વક્ર કરતા કરતા અને પંચમસ્વરમાં ગાતા ગાતા તેની આગળ
ફરવા લાગ્યા. તેને ઘણા પ્રકારના વિકારા કરતા જોઇને શીલવતીએ વિચાયુ: આ મારા શીલના વિનાશ કરવાની ઈચ્છા કરે છે. ચાસ મૂઢ આ પુરુષ સિંહની કેસરાઓને ખે'ચવાને ઇચ્છે છે, અથવા હણાયેલ અંતઃકરણવાળા તે સારી રીતે હવન કરેલ અગ્નિમાં પડવાની ઈચ્છા રાખે છે. પણ કૌતુક તા જોઉ કે દુષ્ટ બુદ્ધિવાળા આ શી ચેષ્ટા કરે છે. આમ વિચારીને તે નેત્રના ખૂણાથી તેને જોવા લાગી. શંકારહિત બનેલા અશાકે કાર્ય સિદ્ધ થયું છે એમ વિચારીને તેની પાસે કૃતીને મેાકલી. દૂતીએ તેને આ પ્રમાણે કહ્યું:હે ભદ્રા! તારા પતિ રાજાની સાથે અન્ય સ્થળે ગયા છે. તારી આ જીવાની વનમાં રહેલા પુષ્પની જેમ નિષ્ફળ જાય છે. તેથી હું સભાગ્યવતી! જાણે તારા ભાગ્યથી જ
૧. અહીં જ શબ્દના કુળ અર્થ છે. વાકય ફિલષ્ટ બને એથી ભાવાનુવાદમાં હ શબ્દના અર્થ કર્યો નથી.