________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૪૧ સાંભળીને મારા મામાએ અહીં આપનો સત્કાર કર્યો. એથી આ ગામ આપણા માટે તે લોકેથી ભરેલું થયું. તેથી શીલવતીનું કથન ગૂઢ આશયવાળું હોય છે એમ જાણતા શેઠે વહુનું સર્વ પ્રકારનું કથન ચાણક્યના કથનની જેમ સેંકડો હેતુઓથી યુક્ત હોય છે એ નિર્ણય કર્યો. ક્રમે કરીને શેઠ માર્ગમાં રહેલા વડવૃક્ષની નીચે આવ્યો. તેણે વહુને પૂછ્યું: હે પુત્રી ! તે વખતે તે આ વૃક્ષની છાયા કેમ છોડી દીધી હતી ? વહુએ જવાબ આપ્યાર હે સસરાજી! શું આપે પૂર્વે આ ક્યાંય સાંભળ્યું નથી કે વડવૃક્ષ ઉપર બેઠેલે કાગડો રીના મસ્તક ઉપર વિશ્વા કરે તે છ માસમાં તે સ્ત્રીના પતિને મોટી આપત્તિ આવે તથા વૃક્ષના મૂળમાં સર્ષ આદિને વાસ હોય, એથી વૃક્ષની છાયામાં સર્પ આદિના કારણે અનેક દેષ થાય. સ્વાધીન કાર્યમાં દેષરહિત આચરણ કરવું સારું, આથી હું વડછાયાને મૂકીને તડકામાં રહી. શેઠ બોલ્ય: સારું, સારું. હે કુલાધાર હે સર્વભાવમાં કુશળ ! વૃદ્ધાવસ્થાના કારણે મતિરહિત બનેલા મને તે બેધ પમાડ્યો છે. આ પ્રમાણે વહુની પ્રશંસા કરતા અને પિતાના કાર્યથી શરમાતા તેણે ફરી પૂછયું: સુભટને સારી રીતે કુટો છે એમ તું શા માટે બોલી ? વહુએ ઉત્તર આપે છે પિતાજી! તેને થયેલા પ્રહારો સામા ન હતા, અર્થાત્ પ્રહારે છાતીમાં થયા ન હતા, નાસતા એવા તેને પીઠ પાછળ પ્રહારો કરીને કુટયો હતે.
આ સાંભળીને તેની બુદ્ધિથી આશ્ચર્ય પામેલા શેઠે ફરી પૂછ્યું શહેર પ્રશંસનીય જ હોય છે. છતાં તે તે શહેરને ઉજજડ કેમ કહ્યું હતું? વહુએ જવાબ આપ્યા આપણને જોઈને બેલાવે તેવા સ્વજને જે નગરમાં ન હોય તે નગર સારી રીતે વસેલું હોય તે પણ આપણને તેનાથી શું લાભ? કહ્યું છે કે– સ્વાભાવિક સ્નેહથી સુંદર એવો પ્રિયમાણસ જે એક પણ ન હોય તે લેકેથી ભરેલી પણ પૃથ્વી જંગલ જેવી જણાય છે. શેઠ બોલ્યા હે મહાભાગ્યવંતી ! તે સાચું કહ્યું. આ મગનું ખેતર પાકી ગયેલું હોવા છતાં તે તેને ખવાઈ ગયેલું કેમ કહ્યું? તેથી મનોહર દ્રાક્ષ જેવી મધુરવાણી બેલનારી અને સુંદર એવી શીલવતીએ કુશળ મનુષ્યથી જાણી શકાય તે અર્થ કહ્યો. પ્રશ્નનો જવાબ આપતાં તે બોલીઃ હે સસરાજ! સામે જુઓ. આ ખેડૂત ખેતરની ભૂમિમાં આમ તેમ ભમી ભમીને ખેતરની રક્ષાની દરકાર કર્યા વિના પિતાની ઈચ્છા પ્રમાણે જલદી જલદી મગની શીંગે ખાઈ રહ્યો છે, તેથી ચોક્કસ એણે વેપારી પાસેથી વ્યાજે પૈસા લીધા છે, અને એના બદલામાં આ ખેતરનું અનાજ તેને આપી દીધું છે. આથી આ ખેતરના અનાજની માલિકી તે વેપારીની છે. એટલે જેટલી શીંગે હું ખાઈશ તેટલું મારું, બાકીનું બધું તે વેપારીનું છે એમ વિચારીને તે પિતાની મરજી પ્રમાણે શીંગ ખાઈ રહ્યો છે અને એથી જ ખેતરની રક્ષાની દરકાર કરતા નથી. આથી જ મેં પૂર્વે
૧. બહાદુર સુભટ સામી છાતીએ પ્રહારને સહન કરે પણ નાસી ન જાય ૩૧