________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૩૭ જિનશેખરને સત્કારપૂર્વક પોતાના ઘરે) બેલાવ્યું. જિનશેખરે બહેન શીલવતી અજિતસેનને હર્ષથી આપી. અજિતસેન પણ જિનશેખરની સાથે જ મંગલાનગરીમાં ગ. શીલવતીને પરણીને ઘણું સમૃદ્ધિ સાથે પોતાના ઘરે ગયે. જાણે ઘરની લક્ષમી હોય તેવી અને પોતાના કુલ માટે અમૃતની નીક સમાન શીલવતીની સાથે અજિતસેને ત્રિવર્ગના સારભૂત ગૃહસ્થ ધર્મનું ઘણુ કાળ સુધી પાલન કર્યું.
એકવાર સતી શીલવતી રાતે શિયાળવીનો અવાજ સાંભળીને મસ્તકે ઘડો મૂકીને ઘરમાંથી બહાર નિકળી. જેમ કામિસ્ત્રી વૃદ્ધ પુરુષનો ત્યાગ કરે તેમ નિદ્રાથી દૂરથી ત્યાગ કરાયેલ શીલવતીના સસરાએ તે વખતે તે મહાસતીને ઘરમાંથી નીકળતી જોઈ. વિકલ્પરૂપી સમુદ્રમાં ડૂબેલા તેણે મનમાં આ પ્રમાણે વિચાર્યું - હું આ લક્ષણોથી આ વહુને કુશીલ સમજું છું. સારા કુળમાં ઉત્પન્ન થયેલી પણ ઘણું રાગના તરંગેથી યુક્ત સ્ત્રીઓ પ્રાયઃ નદીની જેમ નીચે જનારી જ થાય છે. સ્વાર્થમાં તત્પર આ સ્ત્રીઓ બહારથી જ મને હર હોય છે. અંદરથી તે સોનાની છુરીની જેમ અતિશય ભયંકર હોય છે. શીલવતી નિંદા નહિ કરવા યોગ્ય કંઈક કામ કરીને ઘડાને મૂકીને દેઈ પણ જાતને વિકલ્પ કર્યા વિના ફરી પોતાની શય્યામાં સૂઈ ગઈ. જેમ પાણીમાં તુંબડું સ્થિરતાથી તરે તેમ સેંકડો ચિંતામાં પડવાના સ્વભાવવાળી ધીરતાથી યુક્ત અને ઉત્સુક બનેલા શેઠે થડી રાત બાકી રહી ત્યારે પત્નીને કહ્યું: શીલ અને ગુણેથી મહાન હે પ્રિયા ! તને વહુ ( પુત્રવધૂ ) કેવી લાગે છે? પનીએ કહ્યુંઃ બધું કુલની મર્યાદાને
કરે છે. શેઠે કહ્યું: પિતાને જાણકાર માનનારી હે પ્રિયા ! તારી બુદ્ધિ અંતર્મુખી બુદ્ધિ નથી, અર્થાત્ તું ઊંડાણથી વિચારતી નથી. કારણ કે મેં આજે રાતે વહુને એકલી ક્યાંક કીડા કરવા માટે ગયેલી જોઈ છે. સમસ્ત પ્રમાણેથી તે પ્રત્યક્ષ પ્રમાણુ જ બલવાન છે. તેથી વહુને ચંદ્રના શરીરની જેમ કલંકવાળી જા. આ તરફ અજિતસેન પણ પિતાના ચરણેને નમવાની ઈચ્છાથી ત્યાં આવ્યો. શેઠે તેને ખેદપૂર્વક કહ્યુંઃ હે પુત્ર! અહીં હું શું કહું? વિધાતાએ આપણા ઘરના આંગણામાં દિવ્ય વેલડી રોપી. પણ તેનાથી તે સહન ન થયું. કારણ કે તેવા (=ઉત્તમ) કુળમાં ઉત્પન્ન થયેલી હોવા છતાં અને ગુણવંતી હોવા છતાં આ વહુ સમવલ્લી નામની લતાની જેમ વક્રતાને ધારણ કરે છે. અજિતસેને પણ શરમપૂર્વક કહ્યુંઃ જિન ધર્મમાં તત્પર પણ આ જ દુષ્ટ આચરણ કરે છે તે તે સર્વ ગુણે નાશ પામેલા જાણવા. હે પુત્ર! હું જાણું છું કે વહુ આપણા કુલમાં કપલી જેવી હતી. પણ હમણાં
૧. નદીના પક્ષમાં ઘણું પાણીના તરંગોથી યુક્ત એવો અર્થ થાય.
૨. અહીં તુંબડું અને શેઠ એ બેમાં સ્થિરતાની (ધીરતાની) સરખામણી કરી છે. જો તુંબડું થિર ન રહે તે પાણીમાં ડૂબી જાય, સ્થિર રહે તે જ પાણીમાં તરી શકે. એટલે જેમ તુંબડું પાણીમાં તરવામાં સ્થિર છે તેમ શેઠ ચિંતામાં પડવામાં ધીર=સિથર છે, અર્થાત્ ચિંતાઓથી જરાય કંટાળતા નથી.