________________
૨૩૬
શીલપદેશમાલા ગ્રંથને આરાધેલી ક્રિયાઓ કાળે કરીને ભાગ્યેગથી ફળે જ છે. જન્મનિમિત્તે ઉત્સવ કર્યા પછી બારમા દિવસે તેનું દેવીના પ્રભાવનું સૂચન કરતું “અજિતસેન” એવું નામ પાડયું. કમે કરીને તે બાલ્યાવસ્થાને ઓળંગીને યૌવનની શોભાને પામ્યો. જાણે સ્પર્ધાથી હાય તેમ સરસ્વતી અને કાંતિ એ બંનેએ તેને આશ્રય લીધો. તેથી જેમ બુદ્ધિમાન પુરુષ શાસ્ત્રાર્થના સંદેહની ચિંતા(=વિચારણા) કરે તેમ રત્નાકર શેઠ પુત્રને અનુરૂપ કન્યા માટે ચિંતા કરવા લાગ્યા. જે આ મારો પુત્ર પિતાના ગુણોથી તુલ્ય કન્યાને ન પામે તે ચોક્કસ વિધાતાની મહેનત વ્યર્થ બને. કારણ કે સેવકના ગુણને ન જાણી શકે તે સ્વામી, પરાધીનતા, અવિનીત સેવક અને દુષ્ટભાર્યા આ ચાર જીવને મનના શલ્ય છે.
આ તરફ રત્નાકર શેઠે જ પૂર્વે વેપાર માટે મોકલેલ કોઈક વણિકપુત્ર તેની પાસે આવીને બેઠે. શેઠે તેને વેપારની વિગત પૂછી એટલે કુશળ તેણે લાભ–હાનિ વગેરે બધું જે પ્રમાણે બન્યું હતું તે પ્રમાણે કહ્યું. વિશેષ વિગત જણાવતાં વણિકપુત્રે કહ્યું કે, હું મંગલ કરનારી મંગલા નામની મહાન નગરીમાં ગયે. ત્યાં મેં જિનદત્ત નામના શેઠની સાથે વેપાર કર્યો. એકવાર તે શેઠે મને ભોજન માટે પ્રાર્થના કરી. આથી હું તેના ઘરે જમવા ગયે. ત્યાં મેં જાણે સ્વર્ગમાંથી ભ્રષ્ટ થયેલી દેવી હોય તેવી એક કન્યાને જોઈ મેં શેઠને પૂછયુ: આ કોણ છે? તેથી આશ્ચર્યયુક્ત મનવાળા શેઠે ઉત્તર આપેઃ જાણે શરીરધારી ચિંતા હોય તેવી આ મારી પુત્રી છે. કારણકે, આને ઉત્તમ વર મળશે કે નહિ? આ તેના પતિને ગમશે કે નહિ? આ પિતાના ગુણથી સસરા વગેરેને ખુશ કરશે કે નહિ? આ શીલનું પાલન કરશે કે નહિ? એને પુત્ર થશે કે નહિ? અથવા એના સસરા વગેરે વર્ગને કેવી રીતે સંતેષ પમાડી શકશે ? એની શક્યો ન થાઓ, દેરાણી-જેઠાણીએ એને દેશ ન આપો, આ પ્રમાણે પિતાના ઘરમાં જાણે રૂપધારી ચિંતા હોય તેવી કન્યા મેટી થાય છે. આ મારી કન્યા ગુણરૂપી માણેકરત્નની રહણુપર્વતની તળેટી છે. પક્ષીના શબ્દ સુધી સર્વ પ્રકારના જીની ભાષાને જાણવામાં કુશલ છે. શીલવતી નામની આ કન્યા રૂપ, કળા અને ગુણથી પ્રસિદ્ધ છે. આથી એને એગ્ય જમાઈ માટેની ચિંતા મને અતિશય દુઃખી કરે છે. મેં તે શેઠને કહ્યુંહે દેવ! ચિંતા ન કરો. નંદનવનપુરમાં રત્નાકરશેઠને પુત્ર અજિતસેન આ કન્યાને યોગ્ય વર છે. જિનદત્ત શેઠ બોલ્યાઃ હે ભદ્ર! તે બહુ સારું કહ્યું. વરની ચિંતારૂપી સમુદ્રમાં ડૂબેલા મારો આજે તેં ઉદ્ધાર કર્યો. આ પ્રમાણે કહીને અજિતસેનને શીલવતી પુત્રી આપવા માટે પોતાના જિનશેખર નામના પુત્રને મોકલ્યા છે. બુદ્ધિને ભંડાર તે પણ મારી સાથે અહીં જ આવે છે. તેથી હે શ્રેણી ! જે કરવા જેવું હોય તે મને કહે. શેઠે કહ્યુંઃ હે મહા ભાગ્યવંત! તે સુંદર ઉપકાર કર્યો. મને આજ સર્વ લાભથી અધિક લાભ થઈ ગયું. પછી રત્નાકર શેઠે શ્રેષ્ઠિપુત્ર