________________
૨૩૫
ગુજરાતી ભાવાનુવાદ થયા. સાધુને વંદન કરીને બંને ઘરે ગયા. પૂર્ણકળશ નામના પોતાના પુત્રને રાજ્ય ઉપર બેસાડીને તે બંનેએ અમિતતેજ ગુરુની પાસે દીક્ષા લીધી. ઘણું કાળ સુધી ચારિત્રને પાળીને તે બંને સારા (=વૈમાનિક) સ્વર્ગને પામ્યા. ત્યાંથી ચેવેલા તે બંને અશુભ કર્મના અણુઓનો (સર્વથા) ક્ષય કરશે, પછી ક્રમે કરીને મોક્ષને પામશે. [૫]
કેટલીક મહાસતીઓ ગૃહવાસમાં રહેતી હોવા છતાં તેમનો શીલપ્રભાવ મહર્ષિ ને પણ સ્તુતિ કરવા લાયક બને છે એમ જણાવે છે –
सीलवइनंदयंती-मणोरमारोहिणी पमुक्खाणं
रिसिणोवि सया कालं, महासईण थुणंति गुणे ॥५६॥ ગાથાર્થ :- શીલવતી, નંદયંતી, મનોરમા અને રોહિણી આદિ મહાસતીઓ જય પામે. જન્મથી બ્રહ્મચારી મહર્ષિઓ પણ તે મહાસતીઓના ગુણેની સદાકાલ પ્રશંસા કરે છે.
ટીકાથ - અહીં “આદિ શબ્દથી જેમને પ્રભાવ લોકમાં વ્યક્ત (=પ્રસિદ્ધ) નથી તેવી લક્ષમાં લેવા લાયક પતિવ્રતા સ્ત્રીઓ ઘણી છે એમ જણાવ્યું છે. આ ગાથાને ભાવાર્થ દષ્ટાંતોથી જાણવો. તેમાં પહેલાં શીલવતીનું દષ્ટાંત વિસ્તારવામાં આવે છે. તે આ પ્રમાણે છે :
શીલવતીનું દૃષ્ટાંત જબૂદ્વીપ નામના કપરૂપી મુગુટમણિને શોભાવનાર નંદનવન નામનું ઉત્તમ નગર હતું. તેમાં રહેલી હવેલીઓના ઉપરના ભાગમાં ઉછળતે કાંતિસમૂહ જાણે કે આકાશમાં રહેલા ચંદ્ર ઉપર હસી રહ્યો છે અને એથી ચંદ્ર ક્ષીણ થતું જાય છે. તેમાં અરિમર્દન નામનો રાજા હતા. તે રાજાને ઘણી અને ઉત્તમ કાંતિને ધારણ કરતે યશરૂપી ચંદ્રને ઉદય વિશ્વરૂપી મંડપમાં શોભી રહ્યો હતે. તે નગરમાં રાજાને માન્ય અને સદાચારી રત્નાકર નામને શેઠ હતા. તે શેઠની દેષરહિત ગુણેના ઉદયવાળી શ્રી નામની પત્ની હતી. ભવિષ્યમાં સુખનું કારણ એવા શ્રાવકધર્મનું નિરાબાધપણે પાલન કરતે તે ઘણે સમય થવા છતાં પુત્રના વિસ્તારને પામે નહિ. પુત્રના અભાવને કારણે મહાદુઃખથી દુઃખી થયેલી અને શિષ્ટાચારનું પાલન કરનારી શ્રીએ એકવાર શેઠને કહ્યું: હે સ્વામી! નગરના ઉદ્યાનમાં અજિતનાથના મંદિરની આગળ પ્રગટ મહાશક્તિવાળી અજિતબલા નામની દેવી છે. સેવા કરાયેલી તે દેવી પુત્ર વિનાઓને પુત્ર, ધન વિનાઓને ધન અને દુર્ભાગીઓને સૌભાગ્ય આપે છે. તેથી હે આર્યપુત્ર! તમે તે દેવી પાસે પુત્રની માગણી કરી. પુત્ર માટે તે પોતાના પ્રાણ પણ ભેટ ધરવામાં આવે છે. શેઠે તે પ્રમાણે દેવીની આરાધના કરી. તેમને ઉત્તમ પુત્ર થયે. પોતે