________________
૨૩૮
શપદેશમાલા ગ્રંથને જેવાયેલ દોષવાળી તે વિષવેલીથી ચઢિયાતી છે. જેમનું શીલ સ્વાર્થના જ કારણે વિદ્યુત લતાના જેવું ચંચળ છે તે સ્ત્રીઓમાં જીવના શ્વાસની જેમ શે વિશ્વાસ રાખી શકાય? કહ્યું છે કે- શીલત્યાગમાં તત્પર બનેલી સ્ત્રીઓ પતિના ગુણોથી બાંધી શકાતી નથી, પરીક્ષકોથી પારખી શકાતી નથી અને ધનથી રાખી શકાતી નથી. શાસ્ત્રોમાં સંભળાય છે અને લોકમાં કહેવાય છે કે કામથી વિહત સ્ત્રીઓ દુરાચારને સેવે છે. આ વહુ આજે રાતે પાણી લાવવાના બહાને ક્યાંક ગઈ અને એક પહોરમાં તે પાછી આવી ગઈ. તે વખતે હું જાગતો હતો. માટે આ વહુને દુરાચારવાળી અને ત્યાગ કરવાને ગ્ય જાણુ. માતા-પિતાની આજ્ઞાને આધીન રહેનાર અજિતસેન “તેમ હો” એમ કહીને ત્યાંથી ગયે.
શેઠે સવારે અસત્ય બેલીને શીલવતીને કહ્યું હે પુત્રી ! તને મળવાને ઉત્સુક તારો, પિતા તને બેલાવે છે. રાત્રિના તે વિકલ્પને જાણીને કુશળ શીલવતીએ વિચાર્યું: સાચું સેનું શું પરીક્ષામાં કંપે છે? રત્નાકર શેઠ સ્વયં રથ તૈયાર કરીને અને મંગલ કરીને શીલવતીની સાથે મંગલાનગરી તરફ ચાલ્યો. માર્ગમાં નદી આવતાં શેઠે શીલવતીને કહ્યુંઃ હે પુત્રી ! પગના જોડાને ઉતારીને પાણીમાં ચાલ. અંતરમાં કંઈક વિચારીને જેડાને વિશેષથી પહેર્યા અર્થાત્ જેડાને મજબૂત પહેરીને નદી ઉતરી. આથી પહેલેથી (બેટી શંકારૂપ) પાપને ધારણ કરનાર શેઠે તેને અવિનીત માની. આગળ જતાં મગના ખેતરને ફળવાળું જોઈને શેઠે કહ્યું: અહ! ધાન્યરૂપી લક્ષમી ખેતરના માલિકના હાથમાં જ રહેલી છે. વહુએ કહ્યુંઃ આપ કહે છે તે સત્ય છે, પણ જે તે ધાન્ય માલિકના હાથમાં આવે એ પહેલાં બીજાઓ એને ખાઈ ન જાય તે. શેઠે વિચાર્યું. આ સંબંધ વિનાનું બેલનારી, પણ છે. આથી મેં એના વિષે એના પ્રતિકૂલ આચરણને અનુરૂપ કર્યું છે. એમ વિચારીને આનંદ પામેલા શેઠે ઉતાવળથી રથને ચલાવ્યું. આગળ જતાં સમૃદ્ધિથી કુબેરની નગરી જેવું, રંગ-રાગવાળું અને લોકોથી ભરેલું નગર જોઈને શેઠે માથું ધુણાવીને તે નગરની પ્રશંસા કરી. વ્યાપક બુદ્ધિવાળી શીલવતીએ કહ્યું આ નગર સારું છે, પણ ઉજજડ ન થાય તે શેઠે વિચાર્યું ઉલ્લંઠ ભાષા બેલનારી આ વહુ મારા ઉપર પણ હસે છે. આગળ જતાં ઘણું પ્રહારથી જર્જરિત થયેલા સુભટને જોઈને શેઠે સારું સારું એમ તેના પરાક્રમની પ્રશંસા કરી. સુભટને જોઈને જેમ વસંતઋતુમાં કેયલ મધુર બોલે તેમ વહુ મધુર વાણીથી બોલી: આ બિચારે કાયર છે. એથી એને સારી રીતે કુટયો છે. શેઠે વિચાર્યું દુષ્ટ આચરણ કરનારી આ ચેકસ હું જે કહું તેનાથી ઉલટું કહેનારી છે. જેથી તેણે પ્રત્યક્ષ વિષયમાં પણ ઉન્મત્તની જેમ વિરુદ્ધ અર્થ કહ્યો. આ પ્રમાણે વિચારતો અને શીલવતીને ત્યાગ કરવાની પોતાની પ્રવૃત્તિની અનુમોદના કરતે શેઠ રસ્તામાં ક્યાંક વડલાના વૃક્ષની નીચે બેઠે. સ્થિર બુદ્ધિની પ્રભાવાળી વહુ પણ વડની છાયાને છોડીને ઘણું દૂર તડકામાં અને ઓઢીને બેઠી. શેઠે તેને કહ્યુંઃ હે જિનદત્ત શેઠની પુત્રી ! છાયામાં બેસ. સાંભળીને પણ નહિ સાંભળનારની જેમ ઉપેક્ષા કરીને તે રહી. શેઠે