________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૫ બાંધીને દ્વિપાયન ઋષિની પાસે ગયેલી અંબાલિકાએ ધતરાષ્ટ્રને જન્મ આપે. શરીરે ચંદનનો લેપ કરીને ગયેલી અંબિકાએ પાંડુને જન્મ આપ્યો. શંકા વિના ગયેલી અંબાએ વિદુરને જન્મ આપ્યો. અતિશય દુષ્કર તપને કરતા આવા પણ મુનિ સહેલાઈથી ભ્રષ્ટ બન્યાં. ખરેખર ! વિષયે મુશ્કેલીથી જીતી શકાય છે. કહ્યું છે કે
कानीनस्य मुनेः स्ववान्धववधूवैधव्यविध्वंसिनो, नप्तारः किल तेऽपि गोलकसुताः कुण्डा: स्वयं पाण्डवाः । पञ्चैतेऽपि समानजायत इति प्रातः समुत्कीर्तनं, तेषां पावनमाः कथं नु विषमा धर्मस्य शून्या गतिः२ ॥१॥
વિશ્વામિત્ર ઋષિનું દષ્ટાંત આ પ્રમાણે સંક્ષેપથી કૈપાયન ઋષિનું દષ્ટાંત જે પ્રમાણે જાણ્યું છે તે પ્રમાણે કહ્યું. હવે વિશ્વામિત્રનું દષ્ટાંત કહેવામાં આવે છે - ક્ષત્રિયેનું ભૂષણ અને ગાધિરાજાના પુત્ર એવા વિશ્વામિત્રે વશિષ્ઠઋષિની સ્પર્ધાથી (=વશિષ્ટની સમાન થવા) તાપસી દીક્ષા લીધી. પછી તે પાકેલાં અને સુકાં પાંદડાં, પાણી અને શેવાલને આહાર કરીને ઘણું દુષ્કર તપ કરતો હતો. સૂર્ય સામે દષ્ટિ રાખતા હતા. સમય જતાં એને વસ્તુઓને ઉત્પન્ન કરવાની શક્તિ પ્રાપ્ત થઈ જ્ઞાની સૂચે તેને દરેક વસ્તુઓને ઉત્પન્ન કરે તે જાણીને તપથી ભ્રષ્ટ કરવા મેનકા નામની દેવાંગનાને પૃથ્વી પર મેકલી. મેનકાએ વસંતઋતુ વગેરે વિક્ર્વીને પૃથ્વીને સ્વર્ગ જેવી કરી દીધી. આમ કરીને તેણે વિશ્વામિત્રની પાંચે ઈન્દ્રિયને જલદી વિહલ બનાવી દીધી. કામથી વિહલ બનેલા આશયવાળા તેણે ધ્યાનને ભંગ કરીને અને પોતાની તપ ક્રિયાને ભૂલીને મેનકાને ગળે લગાડી. મિથ્યાષ્ટિઓના શાસ્ત્રમાં કહ્યું છે કે-“સારી રીતે કાબુમાં રાખેલી પણ ઈદ્રિયોને વિશ્વાસ ન કર. વિશ્વામિત્ર ઋષિએ પણ ઉત્કંઠાપૂર્વક મેનકાને ગળે લગાડી. * અતિશય
૧. આ વિષે વિશેષ વિગત આ પ્રમાણે છે:–ભીષ્મ અંબિકાને કહ્યું કે તું વસ્ત્ર રહિત થઈને યમુના નદીના કાંઠે તપ કરતા પાયન ઋષિની પાસે જા. અંબિકાએ વિચાર્યું કે, એ તે મારા જેઠ થાય. (દેપાયન સત્યવતીના પુત્ર છે અને ચિત્રવીર્ય પણ સત્યવતીને પુત્ર છે. આથી તે અંબિકા વગેરે ત્રણેને જેઠ થાય.) આથી વસ્ત્ર રહિત થઈને મારાથી તેમની પાસે કેમ જવાય ? આમ વિચારીને તે વસ્ત્ર રહિત કરેલા પોતાના દેહને સુખડ અને કેશર વગેરે ચેપડીને કૈપાયન ઋષિ પાસે ગઈ. કૈપાયન તેના ઉપર મોહિત થઈને આદર કરીને બોલ્યો કે તારે પુત્ર થશે પણ કાઢિયો થશે. બીજ દિવસે ભીમે અંબાલિકાને મોકલી તે પણ શરમના કારણે પિતાની આંખે પાટા બાંધીને ગઈ. તેથી તેને દૈપાયને કહ્યું કે તારે પુત્ર થશે પણ આંધળો થશે. ત્રીજા દિવસે ભીષ્મ અંબાને મોકલી. તે નિ:શંકપણે ગઈ. પછી તે ત્રણેને અનુક્રમે પાંડુ, ધૃતરાષ્ટ્ર અને વિદુર એ ત્રણે પુત્ર થયા.
૨. નીરજી મુજે ઈત્યાદિ શ્લોકને અર્થ મને બરાબર સમજાયું નથી માટે લખ્યો નથી.