________________
૧૬
શીલોપદેશમાલા ગ્રંથને, અનુરાગવાળી મેનકાને લાંબા કાળ સુધી ભોગવી. પછી ચૈતન્યને પામેલા તેણે ધ્યાનભંગમાં કેટલો કાળ પસાર થયે? એમ મેનકાને પૂછ્યું. તેણે કહ્યું: નવસે સાત વર્ષ છ મહિના અને ત્રણ દિવસ પસાર થયા. આ ક્ષત્રિયવંશમાં ઉત્પન્ન થયેલે મહાતપસ્વી પણ વિશ્વામિત્ર તપથી ભ્રષ્ટ કરાયે. માટે નિર્મલપણે શીલનું પાલન દુષ્કર છે. અહીં ગ્રંથવિસ્તારના ભયથી સ્વરૂપમાત્ર કહ્યું છે. આ બંને દષ્ટાંતને વિસ્તાર તે મહાભારતમાંથી જાણ લે. અહીં ગાથામાં કહેલા “આદિ' શબ્દથી રેણુકા વગેરેમાં કામુકપણે પ્રસિદ્ધ થયેલા યમદગ્નિ વગેરે જાણવા. [૮]
મિથ્યાદષ્ટિ મુનિઓની વાત દૂર રહી, તત્વના જ્ઞાતાઓને પણ શીલપાલન દુષ્કર છે એમ જણાવે છે -
जाणति धम्मतत्तं, कहंति भावंति भावणाओ य ।
भवकायरावि सीलं, धरि पालंति नो पवरा ॥९॥ ગાથાર્થ-જેઓ ધર્મતત્વને જાણે છે અને બીજાઓને કહે છે, ભાવનાઓ ભાવે છે, સંસાર ભીરુ છે અને પ્રવર છે તેઓ પણ શીલ ધારણ કરીને તેનું પાલન કરતા નથી.
ટીકાથ –ધર્મતત્ત્વ = જિનેશ્વરએ કહેલે મોક્ષમાર્ગ. ધર્મતત્વને કહે છે એમ કહીને અહીં તત્ત્વજ્ઞાનની દઢતા (= નિશ્ચિતતા) જણાવી છે. (કારણકે અનિશ્ચિત જ્ઞાનવાળ બીજાને કહી ન શકે.) ભાવના = અનિત્ય વગેરે બાર પ્રકારની ભાવનાઓ. પ્રવર = ઉત્તમકુલ અને ઉત્તમ જાતિવાળા. આવા જીવો પણ સિંહની જેમ શીલ સ્વીકારીને પણ શિયાળની જેમ સવથી ચલિત થાય છે, અર્થાત્ જેવી રીતે શીલને સ્વીકાર કર્યો તે જ રીતે પાળી શકતા નથી. આગમમાં કહ્યું છે કે:-“ચાર પ્રકારના પુરુષો કહ્યા છે. તે આ પ્રમાણે -૧. કેટલાક પુરુષો સિંહની જેમ ચારિત્રને સ્વીકાર કરે છે અને સિંહની જેમ તેનું પાલન કરે છે. ૨. કેટલાક પુરુષે સિંહની જેમ ચારિત્રને સ્વીકાર કરે છે અને શિયાળની જેમ તેનું પાલન કરે છે. ૩. કેટલાક પુરુષો શિયાળની જેમ ચારિત્રને સ્વીકાર કરે છે અને સિંહની જેમ તેનું પાલન કરે છે. ૪. કેટલાક પુરુષો શિયાળની જેમ ચારિત્રને સ્વીકાર કરે છે અને શિયાળની જેમ તેનું પાલન કરે છે. આ ચાર ભાંગાઓમાં પહેલે અને ત્રીજે એ બે ભાંગા શુભ છે અને બાકીના બે અશુભ છે. [૯] શીલપાલન બધા ય ધર્મોથી દુષ્કર છે એમ કહે છે –
दाणतवभावणाई-धम्माहितो सुदुकरं सीलं ।
इय जाणिय भो भव्वा, अइजत्तं कुणह तत्थेव ॥१०॥ ગાથાર્થ –દાન, તપ, ભાવના વગેરે ધર્મોથી શીલ દુષ્કર છે, એમ જાણીને હે ભવ્ય! તમે શીલમાં જ અતિશય આદર કરે.