________________
૧૪
શીલપદેશમાલા ગ્રન્થને
મહેલ જોઈને રાજા એ મહેલ ઉપર ચડ્યો. ત્યાં રહેલી બાળાએ રાજાના પગ ધોયા અને પૂજાની સામગ્રીથી રાજાની પૂજા કરી.
રાજા પ્રત્યે બાળાને સ્નેહ વધવા લાગે અને એથી તેની રોમરાજ વિકસ્વર બની. પછી સુંદર મુખવાળી તે બાળાને રાજાએ પૂછ્યું તું કેણ છે? કેમની પુત્રી છે? વનમાં એકલી કેમ છે? બાળાએ કહ્યું હું જનુ નામના વિદ્યાધર રાજાની ગંગા નામની પુત્રી છું. પતિની પ્રાપ્તિ થાય ત્યાં સુધી વનમાં રહેવું એવા તિષના વચનથી અહીં રહી છું. તેથી તે નાથ ! આપના વેગથી હમણાં તિષવચન મને ફળ્યું છે. પછી રાજા ગંગાને પરણીને પોતાના નગરમાં ગયે. કેમે કરીને ગંગાએ પુત્રને જન્મ આપ્યું. તેનું ગાંગેય નામ પાડયું. મેટા થયેલા તેને મામાએ ધનુર્વેદ (=બાણવિદ્યા) વગેરે વિદ્યા શિખવાડી. એકવાર શાંતનુએ યમુના નદીના કિનારે નાવમાં બેઠેલી સત્યવતી નામની કન્યાને જોઈને તેના પિતાની પાસે તેની માંગણી કરી. નૌકાસૈન્યના અધિપતિ તેના પિતાએ કહ્યું. આપના જેવો વર ક્યાંથી મળે? પણ આપને ગાંગેય નામને પુત્ર છે. આથી કન્યા આપવાને મને ઉત્સાહ થતો નથી. ગાંગેય રાજ્યને હક્કદાર હોવાથી મારી પુત્રીને પુત્ર રાજ્યને ક્યાંથી ભોગવી શકે? આ સાંભળીને આનંદ રહિત બનેલો રાજા પિતાની નગરીમાં ગયે. પિતાના ભાવને જાણનારા ગાંગેયે નાવિકને કહ્યું: હું (જીવનપર્યત) બ્રહ્મચર્ય પાળીશ અને રાજ્ય તારી પુત્રીના પુત્રને આપીશ. તેના આવા સાહસથી તુષ્ટ થયેલા દેએ પુષ્પવૃષ્ટિ કરી, અને “જય જય” એવા શબ્દો બોલીને (ભીષ્મપ્રતિજ્ઞા કરી હોવાથી) ગાંગેય ભીષ્મ છે એમ કહ્યું. અર્થાત્ ગાંગેયનું ભીષ્મ એવું નામ પાડયું નાવિકે જલદી કન્યા આપીને ભીષ્મને કહ્યું: એકવાર મેં આને (=સત્યવતી નામની બાળકીને) યમુનાનદીના કિનારે જઈ તે વખતે દેએ કહ્યું આ રત્નાંગદ રાજાની સત્યવતી નામની પુત્રી છે. પુત્ર વિનાની મારી પત્નીએ વાત્સલ્યથી એનું પાલન કર્યું. પછી આનંદથી ભીમે પિતાને સત્યવતી ભેટ કરી=સે પી. રાજાએ તેને પરણને કેવળ સુખને જ અનુભવ કર્યો. ક્રમે કરીને સત્યવતીએ અસાધારણ સાહસવાળા અને પરસ્પર વાત્સલ્યભાવવાળા ચિત્રાંગદ અને ચિત્રવીર્ય નામના બે પુત્રોને જન્મ આપ્યો. શાંતનુનું મૃત્યુ થતાં ભીમે ચિત્રાંગદને રાજ્ય ઉપર બેસાડ્યો. તે એકવાર યુદ્ધમાં નીલાંગદ નામના શત્રુથી હણાયે.
હવે ભીમે વિચિત્રવીર્યને પહેલાં રાજ્ય આપ્યું, પછી અંબિકા, અંબાલિકા અને અંબા નામની ત્રણ કન્યાઓ પરણાવી. વિચિત્રવીર્યને ક્ષયરોગને પામેલ તથા ધર્મ, કામ, અર્થ અને પુરુષાર્થ થી રહિત બને જેઈને ભીષ્મ કુલછેદની શંકાવાળ બને. આથી તેણે વિચાર્યું કેઈ પણ રીતે કુલની વૃદ્ધિ કરવી જોઈએ. આથી ભીમે સત્યવતીથી ઉત્પન્ન થયેલા અને અનુગ્રહવાળા દ્વૈપાયનઋષિને પ્રસન્ન કર્યા. ભીષ્મ હૈપાયન ઋષિને કહ્યું: હે બંધુ! તમે સમયજ્ઞ છે; માટે ક્ષય પામતા કુલને ઉદ્ધાર કરે. આ. પ્રમાણે પ્રાર્થના કરાયેલા તેણે ત્રણ વધૂઓને ત્રણ પુત્રો ઉત્પન્ન કર્યા. બંને આંખે પાટે