________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૩ ટીકાથ:- દયાથી આ (=ભિના) બની જવાના કારણે જેઓ (બીજાના રક્ષણ માટે) પિતાના જીવને (=શરીરને) પણ ત્રાજવાથી તેલે તેવા દાતાર પુરુષ ભૂતકાળમાં ઘણું થઈ ગયા છે. આ વિષે કહ્યું છે કે
कर्णश्चर्म शिविर्मासं, जीवं जीमूतवाहनः ।
ददौ दधीचिरस्थीनि, नास्त्यदेयं महात्मनाम् ॥ १ ॥ કણું રાજાએ ચામડી આપી, શિબિરાજાએ માંસ આપ્યું, જીમૂતવાહન રાજાએ પિતાના પ્રાણ આપ્યા, અને દધીચિ રાજાએ હાડકાં આપ્યાં. મહાત્માઓને ન આપવા લાયક કંઈ પણ નથી.”
વર્તમાનમાં પણ દાતાર પુરુષો ઘણું છે. કિંતુ પુરુષો પણ (=સપુરુષમાં પણ) શીલને ભાર ધારણ કરનારા થોડા જ હોય છે. [૬]
ગાથાથ - જગતમાં છઠ્ઠ, અઠ્ઠમ અને ચાર ઉપવાસ વગેરે અતિશય ઉગ્ર તપ તપનારા પણ (eતપ તપનારાઓમાં પણ) અખંડિત બ્રહ્મચર્યવાળા મહામુનિઓ અવશ્ય વિરલા જ હોય છે.
ટીકાથ:- તપસ્વીઓમાં પણ નિર્મલશીલવાળા વિરલા જ હોય છે. કારણ કે બ્રહ્મચર્યવ્રતનું પાલન દુષ્કર છે. આગમમાં કહ્યું છે કે-“ઇંદ્રિયમાં રસના, કર્મોમાં મેહનીય, વ્રતમાં બ્રહ્મચર્ય અને ગુણિએમાં મને ગુપ્તિ આ ચાર દુઃખથી જીતી શકાય છે.” [૭]
તપસ્વીઓમાં પણ નિર્મલશીલવાળા વિરલા હોય છે એ જ વિષયને લૌકિક દષ્ટાંતથી કહે છે –
जं लोए वि सुणिज्जइ, नियतवमाहप्परंजियजयावि ।
दीवायणविस्सामित्त-पमुहमुणिणोवि पन्भट्ठा ॥८॥ ગાથાર્થ – તપસ્વીઓમાં પણ નિર્મલશીલવાળા વિરલા હોય છે. જેથી લેકમાં પણ સંભળાય છે કે પોતાના તપના માહાભ્યથી જગતને આકર્ષવારા પણ દ્વૈપાયન, વિશ્વામિત્ર વગેરે મુનિએ પણ ભ્રષ્ટ બન્યા.
ટીકાથ- સુકાં પાંદડાં અને શેવાલનો આહાર કરનારા તથા પાણી પીનારા પણ દ્વૈપાયન, વિશ્વામિત્ર વગેરે મુનિઓએ સ્ત્રીની શૃંગાર ભરેલી ચેષ્ટાઓથી ચલિત બનીને શીલને ભ્રષ્ટ કર્યું. આ પ્રમાણે ગાથાને અર્થ છે. ભાવાર્થ તે કથાઓથી જાણુ. તે ભાવાર્થ આ પ્રમાણે છે –
દ્વૈપાયન ઋષિની કથા પાંડવોને પૂર્વજ, હસ્તિનાપુરને નાયક અને શિકારનો વ્યસની શાંતનુ રાજા જંગલમાં ગયે. ત્યાં પ્રેમથી સ્વપ્રિયાને આગળ કરીને હરણ પલાયન થઈ ગયું. દેડીને તેની પાછળ જ રાજા ઉત્તમ જંગલમાં પ્રવે. તેમાં આગળ સાત માળવાળો મહા