________________
૨૩૦
શીલપદેશમાલા-ગ્રંથને પમાડાયેલી કલાવતી હર્ષ પામી. પછી પુત્ર સહિત તે ત્યાં તાપસીએની સાથે પિતાના ઘરની જેમ સુખપૂર્વક રહી. આ તરફ ચાંડાલણીઓએ કલાવતીના છેદવાથી દુર્દશાવાળા થયેલા કેણીથી માંડીને કાંડા સુધીના બે હાથોને બાજુબંધ સહિત શંખરાજાને બતાવ્યા. બાજુબંધમાં જયસેનનું નામ જેઈને વ્યાકુળ બની ગયેલા અને નિસ્તેજ મુખકાંતિવાળા રાજાએ દત્તને બોલાવીને પૂછ્યું: શું આજ કાલ દેવશાલનગરથી અહીં કેઈ આવ્યું હતું? દત્તે કહ્યું: હે દેવ ! વિજયસેન રાજાના માણસો જ અહીં આવ્યા હતા. તે માણસની સાથે રાણી માટે જયસેન કુમારે અદ્દભુત બે બાજુબંધ મોકલ્યા હતા. મેં તે બે બાજુબંધ રાણીને આપી દીધા છે. આ પ્રમાણે સાંભળીને દુઃખના કારણે રાજાનું શરીર દુખથી ઘેરાઈ ગયું. આથી જેમ વાથી હણાયેલ હિમાલય પર્વત પૃથ્વી ઉપર પડે તેમ તે સિંહાસન ઉપરથી પૃથ્વી ઉપર પડયો. ચંદન વગેરે ઉપચાર દ્વારા મહાકષ્ટથી ચૈતન્યને પામીને તે પશ્ચાત્તાપ કરવા લાગે. છાતીને કૂટતે તે આ પ્રમાણે બેલ્યો - અહો ! હું કે મૂઢપણે આચરણ કરનાર છું! અહા ! હું કેવો મંદભાગ્યવાળો છું! અહો ! હું વિચારહીન છું! અહો ! હું કેવો નિર્લજજ છું! અહે! હું કે વિદ્વાનમાં અગ્ય છું ! અહો! હું કેવો દુષ્કાર્ય કરનાર છું. ! અહો! હું કે નહિ જોવા લાયક મુખવાળો છું ! અહા ! હું કે અકુલીન છું! આ પ્રમાણે વિલાપ કરતા તેને મંત્રીએએ પૂછ્યું: આ શું છે? લજજા અને પશ્ચાત્તાપપૂર્વક પિકાર કરીને તેણે આ પ્રમાણે કહ્યું હું ક્યાં જાઉં? હું શું કહું? હું ક્યાં પેસી જાઉં? હું શું કરું? હાય! મેં જાતે જ આ આત્માને કષ્ટમાં પાડ્યો છે. હા! કુલાચારને આદર કર્યા વિના, પિતાને ઉચિત શું છે? એને વિચાર કર્યા વિના અને ધર્મને નાશ થશે એને પણ વિચાર કર્યા વિના દુષ્ટાત્મા મેં આ શું કર્યું? જેમ ચંદ્રની ચાંદનીમાં કલંક અને દૂધમાં પોરા અસંભવિત છે તેમ તેનામાં દેવ અસંભવિત હોવા છતાં મેં કેમ તેનામાં દોષ વિચાર્યો? હા ! મેં ગર્ભવતી પત્નીને નિર્જન જંગલમાં કેમ મકલી? તથા તે પિતાના ઘરે મોકલવાને ગ્ય હોવા છતાં મેં તેને પિતાના ઘરે ન મોકલી. તેથી હું મારું મેટું કેને બતાવું? તથા હવે પ્રાણને ધારણ કરતે હું પિતાનાથી પણ લજજા પામું છું. તેથી કાષ્ઠસમૂહથી એકઠી કરાયેલી ચિતાને તૈયાર કરો કે જેથી હું નારીની હત્યાથી મલિન બનેલા મારા દેહને તેમાં બાળી નાખું. આ પ્રમાણે રાજાની આગ્રહવાળી વાણી સાંભળીને શેકવાળા ગજશેઠ વગેરે નગરજનો અને મુખ્ય મંત્રીઓએ રાજાને આ પ્રમાણે કહ્યું- હે નાથ ! એક તે પોતાના કેઈક કર્મથી રાણી મૃત્યુ પામી અને હવે આપ પિતાના મૃત્યુથી પ્રજાને નાશ કરવાને માટે કેમ ઈચ્છો ? વળી બીજું- હે સ્વામી! જે હમણાં આપને બળી મરવાને આગ્રહ જાગ્રત થશે તે, એટલે કે આપ બળી મરશે તે, જેમ છિદ્રવાળા વૈડૂર્યમણિમાં ગુણો (=રાઓ) પ્રવેશ કરે તેમ આપના રાજ્યમાં શત્રુઓના ગુણ (=લાભ) પ્રવેશ કરશે. તેથી તે વિવેકી ! નિરર્થક આ મૃત્યુની