________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૩૧ વાતને પણ આપ છોડી દે. અગ્નિમાં શરીરને પતંગિયાઓ હેમી દે, નહિ કે સુભટ. ઇત્યાદિ નગરજનોના અને પ્રધાનોના યુક્તિયુક્ત પણ વચનોની અવગણના કરીને રાજા મરવા માટે વેગથી જંગલ તરફ ચાલ્ય.
સમયના જાણકાર અને (એથી જ) કાલક્ષેપ કરવાની ઈચ્છાવાળા ગજશેઠે મધુરવાણીથી શ્રી શંખરાજાને કહ્યું હે દેવ! જે આપને દેવી મેળવવાની ઈચ્છા હોય તે પુણ્યની વૃદ્ધિ કરે. કારણ કે પુણ્યવૃદ્ધિથી જ પૂર્વે ઉપાર્જન કરેલી મહાન આપત્તિઓ નાશ પામે છે. તેથી અહીં જ ઉદ્યાનમાં શ્રી જિનેશ્વરનું મંદિર છે. તેમાં અચિંત્ય ફલવાળી મૂર્તિની જલદી પૂજા કરવી એ આપના માટે યોગ્ય છે. વળી અહીં ઉદ્યાનમાં અમિતતેજ નામના મહામુનિ રહેલા છે. હમણાં કલ્યાણની ઈચ્છાથી તેમની પણ સેવા કરવી યોગ્ય છે. ગજશેઠના તે સમયને યંગ્ય વચનને સાંભળીને શંખરાજાએ જિનપૂજા કરી. પછી સાધુને વંદન કરીને તેમની સામે બેઠો. વિશિષ્ટજ્ઞાની અને (એથી જ) તેના ભાવને જાણનારા મહામુનિએ મધુરવાણીથી ભવનાશિની દેશના આપી. તે આ પ્રમાણે - પૂર્વકર્મની પરાધીનતાથી પ્રેરાયેલા અને ભ્રાંતિને ધારણ કરનારા જેવો સંસારરૂપી જંગલમાં બ્રાતિને પામેલા હરણની જેમ વ્યર્થ ભમે છે. સંસારમાં જ અહીં સુખ છે અહીં સુખ છે એવી બ્રાતિથી પગલે પગલે દુખના સંબંધવાળા થાય છે, અને પવનથી ઉડાડાયેલા પલાશવૃક્ષના પાંદડાની જેમ ફ્લેશ પામે છે. ખેદની વાત છે કે જેમ વિષયસુખને અભિલાષી જીવ કલ્પવૃક્ષને સેવે છે, તેમ અંત:કરણથી ઉદ્દવિગ્ન બનેલ સંસારી જીવ આ લેકમાં અને પરલોકમાં સુખ આપનાર જિનાજ્ઞાને સેવત નથી. તેથી હે નૃપ ! દુર્લભ આ મનુષ્ય જન્મને પામીને નિરર્થક મૃત્યુ ન પામ. ચેકકસ તું ઘેડા જ કાળમાં કલ્યાણનું ભાજન થઈશ. આ પ્રમાણે મહામુનિની વાણી સાંભળીને રાજા જલદી હર્ષ પામ્યા અને તે રાત્રિએ ત્યાં જ વિશ્રામ કર્યો. રાત્રિના અંતે રાજાએ સ્વપ્ન જોયું. સવારે તે સ્વપ્ન ગુરુની આગળ કહ્યું. તે આ પ્રમાણે – કાચા એક ફળવાળી વેલડી કલ્પવૃક્ષ ઉપરથી નીચે પડી. પૂર્ણ ફળવાળી તે વેલડી ફરી તત્કાલ તે વૃક્ષ ઉપર આરૂઢ થઈ. ગુરુએ કહ્યું નૃપ ! તમે કલ્પવૃક્ષ છે, તમારી પ્રિયા વેલડી છે. તમારી પ્રિયાએ પુત્રને જન્મ આપ્યું છે. તે ફરી તમારી પાસે આવશે. આથી ખુશ થયેલો ઉત્તમ રાજા જલદી નગરમાં આવ્યું.
પછી રાજાએ પાયદળ અને અશ્વોથી સહિત દત્તને રાણીને શોધવાની આજ્ઞા કરી. ચારે બાજુ નજર કરીને એકવૃક્ષથી બીજા વૃક્ષ તરફ અને એકવનથી બીજા વનમાં ભમતા દત્ત જેમ સમુદ્રમાં દ્વીપને જુએ તેમ દૂરથી એક તાપસને જે. જલદી તેની પાસે જઈને દત્તે પૂછયું: હે ભગવંત! આપે દુઃખી થયેલી એકલી કેઈ ને આ વનમાં ક્યાંય જોઈ? તાપસે સામે પ્રશ્ન કર્યો હે ભદ્ર! એ ચીનું તમારે શું કામ છે