________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૨૯
ઉપર પડી. તે પિતાને અને ભાઈને વારંવાર યાદ કરવા લાગી. જાણે મૂઈના' કરતી હોય તેમ ઊંચા સ્વરે મુક્તકંઠે રુદન કરવા લાગી. કરુણાથી રહિત હોવા છતાં પેાતાની નિંદા કરતા અને રડતી લાવતીની સાથે રડતા શય્યાપાલક પ્રભાતે લાવતીને છેાડીને પેાતાના નગર તરફ જવા તૈયાર થયા. કલાવતીએ તેને કહ્યું: હે ભદ્રે ! શંખરાજાને મારા સદેશે। આ પ્રમાણે કહેજે. દાસી એવી મારા વિષે જે આચરણ કર્યુ. તે શું આપના કુળને ઉચિત છે ? આપને મારા વિષે જો કોઈ શંકા હતી તેા મારી પાસે દિવ્યેા વગેરે કરાવવા હતા. મારું જે થવાનું હોય તે થાઓ, પણ તમારું કલ્યાણ થાઓ. આંસુએથી ભરેલાં નેત્રાવાળા શય્યાપાલક રાણીને આશ્વાસન આપી રહ્યો હતા તેટલામાં જાણે મૂત (=રૂપી) દોષ હોય તેવી બે ચાંડાલણીએ ત્યાં આવી. આહ ! હું પાપિણી ! પાતાના પતિને છેતરવાનું આ ફૂલ ભાગવ. એમ કહીને તે ચાંડાલણીએએ કલાવતીના બાજુબંધ સહિત બે હાથ કાપ્યા. પછી તે બને ત્યાંથી જતી રહી. પછી એ દુઃખથી (=પતિવિયેાગ અને કરછેદ એ બે દુઃખથી) દુઃખી થયેલી ફ્લાવતીએ ઠપકો આપવાપૂર્વક શ'ખને કહ્યું: હે નાથ ! પાકી ગયેલા ચિભડાની જેમ ફાટી જતા મારા હૃદયનું રક્ષણ કરો. તે વખતે આકુલ થયેલી લાવતી નદીના કિનારે વૃક્ષેાની ઝાડીમાં ગઈ. ત્યાં તેણે તેવા દુઃખમાં પણુ સુખના હેતુ એવા પુત્રને જન્મ આપ્યા. તે મેલી: હે વત્સ ! તું પેાતાનાથી જ સુખી થા, ઘણા દીર્ઘાયુવાળા થા, કારણ કે ભાગ્યે મને તારુ પાષણ કરવામાં અસમર્થ બનાવી છે. હા! ગરીબ કુટુંબમાં પણ પુત્રના જન્મ થતાં ઉત્સવા થાય છે. હું રાજપત્ની હોવા છતાં મને ઉત્સવના લેશના પણ સ`શય છે. આ તરફ તે વખતે જ*ગલની નદીનું મેાટું પૂર જેમ કીડાને તાણી જાય તેમ બાળકને તાણી જવા લાગ્યું. પતિવ્રતા કલાવતી પરમેષ્ઠિનમસ્કાર મંત્રનું સ્મરણ કરીને ખેલી : જિનશાસનને જીવાડનારી હે શાસનદેવી માતા! જો મે મન-વચન-કાયાની શુદ્ધિથી શીલને નિર્માલ પાળ્યું હોય તેા બાળકના પાલનના ઉપાય અને જલશાંતિ થા. તેથી શીલના પ્રભાવથી ફરી નવા હાથ થઈ ગયા, નદીનુ પાણી શાંત થયું, અને આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઇ જેમ હનુમાન સમુદ્રને તરીને આશ્ચર્ય પામ્યા તેમ કલાવતી ત્યાં જાતે શીલની લીલાને જોઈ આશ્ચય પામી.
આ દરમિયાન કાઈ તાપસે ત્યાં આવીને કલાવતીને કહ્યું; હે વત્સા ! પુત્રને જન્મ આપનારી તારે અહીં રહેવું ચેગ્ય નથી. તેથી જ્યાં જીવસમૂહને કાઈનાથી ભય નથી તેવા આશ્રમમાં આવ, આમ કહીને તાપસ તેને કુલપતિ પાસે લઈ ગયેા. પિતા સ્વરૂપ કુલપતિએ તેને ગદ્દગદવાણીથી વૃત્તાંત પૂછ્યો. કૃશ ઉત્તરવાળી તેણે શરમપૂર્વક ધીમે રહીને પેાતાના વૃત્તાંત કહ્યો. કુલપતિએ કહ્યું: હે ભદ્રા ! નિરક ખેઢ ન કર, લક્ષણેાથી હું જાણું છું કે ચાક્કસ તું ફરી કલ્યાણને પામીશ. આ પ્રમાણે કુલપતિથી આશ્વાસન
૧. ગાયનમાં સ્વરાની ચઢ-ઉતરને મૂછના કહેવામાં આવે છે.