________________
૨૨૮
શીપદેશમાલા-ગ્રંથનો વતીને આપી. માતા-પિતાના કુશળતાના સમાચાર સાંભળીને આનંદથી પૂર્ણ બનેલી કલાવતીએ તેમને હર્ષથી સત્કાર કરીને તેમને વિદાય આપી. તે વખતે બંધુસ્નેહના કારણે બાજુબંધને હર્ષથી હાથની બાહુઓમાં પહેરીને સખીઓની સાથે બેઠી. પછી પિતાની બાહુઓમાં બાજુબંધને જોઈને પ્રમોદથી પૂર્ણ અંત:કરણવાળી તે કલાવતી સખીઓની સાથે હસવા લાગી. અંતઃપુરમાં આવતે રાજા હાસ્યને અવાજ સાંભળીને
આ સ્ત્રીઓ શું બોલે છે તે સાંભળું ” એમ વિચારીને ઝરુખાના આંતરામાં રહીને સાંભળવા લાગ્યા. પછી બાહુમાં બાંધેલા બાજુબંધને જોઈ જોઈને કલાવતી સખીઓને ઉદ્દેશીને જાણે પિતાના હર્ષને બહાર કાઢતી હોય તેમ વાણીની રચનાને બહાર કાઢી, અર્થાત, કલાવતી સખીઓની આગળ બેલી. તે આ પ્રમાણે :- અહો ! દીર્ઘ આયુષ્યવાળા તેને મારા ઉપર સ્થિર પ્રેમ છે, જેથી તેણે આ અદ્દભુત બે બાજુબંધ મને આજે મોકલ્યા. ઘણુ કાળ પછી આજે મને તેના હાથે આ વસ્તુની પ્રાપ્તિ થઈ છે. પણ તે સાક્ષાત્ મળશે ત્યારે મારો જન્મ સફલ થશે સખીઓએ પણ કહ્યું: હે મહાદેવી ! જેમ વિશ્વને આનંદ આપનારા ચંદ્રને કુમુદિની પ્રત્યે ઘણે પ્રેમ હોય છે તેમ તેને તારા ઉપર ઘણે પ્રેમ છે. આ સાંભળીને રાજાને ક્રોધ પ્રદિપ્ત બન્યા. આથી તેણે ક્રૂર વિચારણા કરી. તે આ પ્રમાણે - કલાવતી રાણી ચોક્કસ બીજા જ કઈક પુરુષ વિષે પ્રેમવાળી છે. ચણોઠીની જેમ માત્ર બહારથી જ રાગવાળી અને વાનરની જેમ ચપળ આંખેવાળી આ
એને ધિક્કાર છે કે જેમનામાં પુરુષ આસક્ત થાય છે. તેથી કવચની જેમ માત્ર શરીરમાં જ આસક્ત રહેનારી અને મહાદુઃખ આપનારી અને ત્યાગ કરીશ. આ પ્રમાણે મનમાં વિચારીને રાજા પાછો વળીને જતો રહ્યો. જાણે (ભવિષ્યમાં થનારા) કલાવતીના ત્યાગને જાણીને એ ત્યાગને જેવા અસમર્થ હોય તેમ સૂર્ય રાજાના વિવેકની સાથે અસ્ત પામ્યું. તેથી રાજાની કઈથી પૂર્ણ કરી શકાય તેવી આશાની જેમ અંધકાર ફેલાયો.
રાજાએ ગુપ્તપણે બે ચાંડાલણીઓને આજ્ઞા કરી કે, રાણીને જંગલમાં મૂકીને બાજુબંધ સહિત બે હાથને કાપીને લઈ લેવા, આ અંગે બીજે કંઈ વિચાર કરવો નહિ. બંને રીતે (દ્રવ્ય અને ભાવ એમ બંને રીતે) કરુણાથી રહિત રાજાએ શમ્યાપાલકને આજ્ઞા કરી કે, કેઈને ખબર ન પડે તે રીતે રાણીને લઈ જઈને જંગલમાં ક્યાંક મૂકી દે. શય્યાપાલક એકલી રણને સંભ્રમપૂર્વક રથમાં બેસાડીને કે ઈ મેટા જંગલમાં લઈ ગયો. પછી તે શેકપૂર્વક કલાવતીની સામે ઊભો રહ્યો અને ગદગદ વાણીથી બેક હે દેવી ! રાજાએ કઈક દેષથી આપને વનમાં મૂકી દેવાની મને આજ્ઞા કરી છે. તેની વાણીને સાંભળીને કલાવતી મૂછ પામી. પછી વનના પવનથી કોઈ પણ રીતે તે ચૈતન્યને પામી. જેમ છેદાયેલા વૃક્ષ ઉપરથી લતા પૃથ્વી ઉપર પડે તેમ તે રથ ઉપરથી પૃથ્વી