________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૨૭ (૪) સત્ત્વનું સ્વરૂપ શું છે ? જે રાજા આ ચાર પ્રશ્નોના સ્પષ્ટ ઉત્તરે કહેશે તે કલાવતીની ઉત્તમ માળાને ચગ્ય બનશે. પછી બધા રાજાઓએ પોતપોતાની બુદ્ધિના અનુસારે ઉત્તર આપ્યા. પણ પરમ શ્રાવિકા કલાવતીએ તે ઉત્તરે માન્ય ન કર્યા. પછી જાણે કુબેરના નિધાનની પ્રાપ્તિ થઈ હોય તેમ કલાવતીની સાથે હર્ષ પામેલા શંખરાજાએ કહ્યુંઃ મારી આ પૂતળી પ્રશ્નોના ઉત્તર આપશે. આમ કહીને તેણે થાંભલામાં રહેલી પૂતળીના મસ્તકે કર રૂપી કમલ મૂકયું. પૂતળીએ ઉત્તર આપ્યા. તે આ પ્રમાણે – (૧) વીતરાગ ઉત્તમ દેવ છે. (૨) મહાવ્રતધારી ગુરુ છે. (૩) જીવદયા તવ જાણવું. (૪) ઇંદ્રિયોનો નિગ્રહ કરવો એ સર્વ છે. આ ઉત્તરોથી હર્ષ પામેલી અને જેની મનેકામના અત્યંત પૂર્ણ થઈ છે એવી કલાવતીએ શંખરાજાના કંઠમાં વરમાળા પહેરાવી. તેથી તે વખતે અન્ય રાજાઓ શંખ ઉપર ગુસ્સે થઈ ગયા તે પણ લાવતીના શીલના મહાપ્રભાવથી શંખને પરાભવ વગેરે કશું કરી શક્યા નહિ. સારા મુહ બ્રાહ્મણે એક આસન ઉપર બેઠેલા તે બેના હાથમાં વિલેપન કરીને તેમનો હસ્તમેળાપ કરાવ્યું. હાથમાં મનહર વીંટી પહેરવાના બહાને તેમણે આપણી આ પ્રેમમુદ્રા એક સ્વરૂપ છે એ પ્રમાણે પ્રતિજ્ઞા કરી. વિજયસેન રાજાએ હસ્તિસમૂહ, અશ્વસમૂહ અને વસ્ત્ર વગેરેથી શંખરાજાને સત્કાર કર્યો. પછી શંખરાના કલાવતીની સાથે પોતાના નગર તરફ ચાલ્યો. હર્ષનાં આંસુઓથી ભરેલા નેત્રવાળે વિજયસેન રાજા દૂર સુધી તેમની સાથે ગયો. પછી કલાવતીને હિતશિક્ષા આપીને તે પાછો વળે. વિજયસેન રાજાની આજ્ઞામાં તત્પર એ દત્ત, બહેન કલાવતીના પ્રેમના કારણે શંખની સાથે ગયે. માર્ગમાં એક રથમાં બેસીને જતા તે બેએ રાત, દિવસ, પક્ષ અને માસ એક ક્ષણની જેમ પસાર કર્યા. ઐરાવણ હાથી ઉપર બેઠેલા ઇંદ્ર અને ઇંદ્રાણીની જેમ હાથી ઉપર બેઠેલા તે બેએ ઘણું આડંબરથી નગરમાં પ્રવેશ કર્યો. પટરાણી કલાવતીની સાથે રાજ્યસુખને અનુભવતા શંખરાજાએ રમતથી (=રમતની જેમ) ઘણે કાળ પસાર કર્યો. એક દિવસ શધ્યામાં રહેલી કલાવતી રાણી સ્વપ્નમાં અમૃતથી પૂર્ણ કળશને જોઈને જાગી ગઈ. પછી તેણે પતિને સ્વપ્નની વાત કરી. હર્ષથી પ્રગટેલા રોમાંચવાળા શંખરાજાએ તે વખતે કલાવતીને કહ્યુંઃ હે ભદ્રા ! તને રાજ્યરૂપી હાથી માટે સ્તંભ સમાન ઉત્તમ પુત્ર થશે. જેમ તામ્રપર્ણી નદી મોતીને ધારણ કરે તેમ ગર્ભ ધારણ કરતી કલાવતી રાણી એ આઠ મહિના અને વીસ દિવસ પ્રસાર કર્યા.
આ પહેલી પ્રસૂતિ પિતાના ઘરે કરે એવો લેકવ્યવહાર હોવાથી વિજયસેન રાજાએ કલાવતીને બોલાવવા પિતાના માણસને મેકલ્યા. જયસેન કુમારે (કલાવતીના ભાઈએ) તે માણસની સાથે બહેનને આપવા માટે જાણે પિતાને મૂર્ત સ્નેહ હોય તેમ વચ સહિત બે બાજુબંધ (બેરખાં) મોકલ્યા. તે માણસે એ વરુ સહિત બે બાજુબંધ પૂર્વને પરિચિત હોવાથી દત્તને આપ્યા. દત્તે માણસને સાથે રાખીને તે વસ્તુઓ કલા