________________
૨૨૬
શીલપદેશમલા ગ્રંથને એની આકૃતિનું આલેખન કરીને હું અહીં આવ્યું. આ માત્ર વાનગી છે. હું એનું રૂપ જેવું છે તેવું આલેખવા સમર્થ નથી.
સૂર્યની જેટલી પ્રભા છે તેટલી પ્રભા તેના પ્રતિબિંબમાં ન હોય. ગીની જેમ ચિત્રપટને જોતા રાજાની આંખો ક્ષણવાર વિકસ્વર બની ગઈ પછી મસ્તક ધુણાવીને રાજાએ દત્તને મધુરવાણીથી કહ્યુંઃ મિત્ર પ્રત્યે અસાધારણ વાત્સલ્યવાળા હે દત્ત! તે મારા ઉપર સુંદર ઉપકાર કર્યો. પણ મારા જેવાનું તેવું ભાગ્ય ક્યાંથી હોય? કે જેથી આવા પાત્રને સંગ થાય. દત્ત આનંદ પામીને કહ્યું: હે નાથ ! નિરર્થક ખેદ ન કરે. શુભ શકુનેથી હું જાણું છું કે એ ચેસ આપની પત્ની થશે. પણ હે દેવ! આપ જલદી સરસ્વતી દેવીની આરાધના કરે કે જેથી ચાર પ્રશ્નોના ઉત્તરે જાણી શકાય. તેથી શંખરાજાએ બ્રહ્મચર્ય પાલન વગેરે ઉપાયોથી સરસ્વતી દેવીને પ્રસન્ન કરી. સરસ્વતી દેવીએ પ્રગટ થઈને કહ્યું તું કરરૂપી કમલથી પૂતળીને સ્પર્શ કરીશ એટલે પૂતળી પણ તે જ ક્ષણે કલાવતીએ પૂછેલા પ્રશ્નોના ઉત્તર આપશે. લલાટે અંજલિ જોડીને રાજાએ સરસ્વતીદેવીની કૃપાને સ્વીકાર કર્યો. સરસ્વતીદેવી તે બધું કહીને તુરત અદશય થઈ ગઈ. પછી કૃતકૃત્ય થયેલે શંખરાજા જલદી દત્તની સાથે સૈન્યથી પૃથ્વીને કંપાવતે દેવશાલ નગર જવા માટે ચા. શંખરાજાને આવતે સાંભળીને વિજયસેન રાજાએ જયસેન પુત્રને શંખરાજાની સામે મોકલ્યા. શંખરાજાને જોવાની ઈચ્છાવાળી નારીઓના નેત્રસમૂહેથી જાણે આકાશને નીલકમલમય કરતે હોય તેવા દેવશાલનગરમાં શંખરાજાએ મહાન આડંબરથી પ્રવેશ કર્યો. હવે કલાવતીને પરણવાની ઈચ્છાવાળા રાજાઓ સ્વયંવર મંડપમાં આવ્યા. શંખ પણ ઊંચી અગાશીવાળા અને ઊંચામાળવાળા મંચ ઉપર ચડ્યો.
કલાવતી સ્વયંવર મંડપમાં આવી. તે આ પ્રમાણે તેણે (શરીરે ધારણ કરેલા) વિચિત્ર અલંકારથી ઇદ્રધનુષની રચના કરી હતી. તેણે પોતાની સાથે રહેલી) ધૂપઘટિકાઓમાંથી નીકળીને તરફ ફેલાતા ધૂમાડાથી એને કાળા બનાવ્યા હતા. તે જાણે સાક્ષાત્ કલાની અધિષ્ઠાત્રી દેવી હોય તેવી હતી, રૂપથી જાણે બીજી લક્ષ્મીદેવી હોય તેવી હતી, વિધાતાએ જાણે સૌદર્યનો બધે જ સાર તેનામાં એકઠો કર્યો હોય તેવી હતી, જેમ કમલિની ભ્રમરીઓથી વીંટળાયેલી હેય તેમ તે સખીઓથી ચારે બાજુ પરિવરેલી હતી. તેના મસ્તકે છત્ર ધારણ કરવામાં આવ્યું હતું. તેના ઉપર ચામરો વીંઝાતા હતા, અને એથી મસ્તકના કેશે નૃત્ય કરતા હતા (=પવનના કારણે હાલતા હતા). સખીઓએ તેને હાથ પકડ્યો હતે. જાણે કામદેવના ધનુષ્યની દેરી હોય તેવી માલાને ધારણ કરતી, અને જાણે ચંદ્રની સ્ના હોય તેવી કલાવતી સ્વયંવર મંડપમાં આવી. પછી પ્રશ્નોની પત્રિકા જેના હાથમાં છે એવી દાસીએ કહ્યું: હે રાજાઓ ! ચાર પ્રશ્નોના ઉત્તર કહે. (૧) દેવ કેને કહેવાય?(૨) ગુરુ કેને કહેવાય? (૩) તવ શું છે?