________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૨૫
કરતા ન હતા. યુદ્ધમાં જીતીને સ્વાધીન કરેલી, એકછત્રીય અને ખીજાએના આક્રમણથી રહિત પૃથ્વીને તે રાજા સતી સ્ત્રીની જેમ ભાગવતા હતા. પાતાની રાજસભામાં બેઠેલા તેને એકવાર ગજશેઠના દત્ત નામના પુત્રે હષ થી પ્રણામ કર્યાં અને ભેટછું આપ્યું. રાજાએ તેને કુશળતા પૂછી. આપેલા આસન ઉપર દત્ત બેઠા. રાજાએ તેને કહ્યું પરદેશને ચેાગ્ય કઈક કૌતુક કહે. આથી દત્તે કહ્યું: હે દેવ ! હુ· વેપાર માટે દેવશાલનગર ગયા હતા. કારણકે અમારી લક્ષ્મી વેપારરૂપી સાગરમાં વધે છે. હે નાથ ! મારુ′ કાર્ય કરીને હું ત્યાંથી પાછા આવ્યા છું. પણ તે નગરની આશ્ચય પરપરાને કહેવા માટે હું સમ નથી. તેથી હું દેવ! એની (=આશ્ચય પર પરાની) માત્ર વાનગીને આપ જાતે જ જુએ એમ બેાલતા દત્તે રાજાની આગળ એક ચિત્રપટ મૂકયુ'. તે ચિત્રપટમાં આલેખેલી કાઈ ઉત્તમ સ્ત્રીને જોઇને આ દેવી છે' એમ રાજાએ માન્યું. આથી પૃથ્વીના ઇંદ્ર તે રાજા તેને જલદી નમ્યા.
દત્તે કંઈક હસીને કહ્યુ કે, હું દેવ! આ મનુષ્ય–સ્રી છે. આપે આને દેવી માની એથી એને પટ્ટદેવી (=પટ્ટરાણી) જ માના. જેમ ગરીબ પુરુષ નિધાનને જુએ તેમ રાજાએ તે ચિત્રપટને જોયુ'. ચિત્રપટ જોઈને રાજાએ દતને કહ્યું: આવું શ્રેષ્ઠ રૂપ મનુયેામાં જોવામાં આવતું નથી. દત્ત કહ્યું: હે દેવ ! આ મનુષ્યસ્રી જ છે એમ જાણેા. ધ્રુણાક્ષર ન્યાયથી જ આ આવી રૂપવતી બની છે. વિધાતાનુ આ કૌશલ્ય નથી. રાજાએ પૂછ્યું: તે આ કાણુ છે? દત્તે કહ્યું; આ દેવશાલ નગરમાં શાસન કરનાર શ્રીવિજયસેન રાજાની શ્રીમતી રાણીની કુક્ષિમાં ઉત્પન્ન થયેલી કલાવતી નામની પુત્રી છે. તે ખરેખર! કલા, સૈાભાગ્ય અને રૂપ વગેરેથી સૃષ્ટિની કસેાટી છે. તેની જુવાનીરૂપી લક્ષ્મી જેમ જેમ વધવા લાગી તેમ તેમ રાજાના હૃદયમાં તેના વર માટેની ચિંતા વધવા માંડી. એક દિવસ જિનભક્તા તેણે “જે મારા ચાર પ્રશ્નોના જવાબ આપશે તેને હું પરણીશ” એ પ્રમાણે પ્રતિજ્ઞા કરી. તેથી તેના વરની ચિંતારૂપી સમુદ્રમાં અતિશય ડૂબેલા રાજાએ તે વખતે તેના વર માટે સ્વયંવરમંડપ કરાવ્યા. હે દેવ ! આ તરફ વેપાર કરવાની ઇચ્છાવાળા હું પેાતાના નગરથી દેવશાલનગર તરફ જઈ રહ્યો હતા. વચ્ચે કોઈક સ્થળે જગલ આવ્યું. એ જંગલમાં મેં વિજયસેન રાજાના દુષ્ટ અશ્વથી અપહરણ કરાયેલા જયસેન નામના પુત્રને મૂર્છા પામેલા જોયા. મે તેને જીવાડયો. પછી તેને પાલખીમાં બેસાડીને કેાઈ જાતની તકલીફ વિના તેના ઘરે પહેાંચાડથો. તે ઉપકારથી રાજા મને સદા પુત્ર જેવા માનવા લાગ્યા. એકવાર રાજાએ મને સભા સમક્ષ કહ્યું: હે વત્સ! તેં જે રીતે સ્વબંધુ જયસેન ઉપર ઉપકાર કર્યો તેમ બહેન કલાવતી માટે શ્રેષ્ઠ વરને શેાધીને ચિંતારૂપી સમુદ્રમાંથી મારા ઉદ્ધાર કરવાને તુ યાગ્ય છે. તે વખતે એની સાથે આપના સંગ ચેાગ્ય છે એમ વિચારીને પટમાં
२८