________________
૨૨૪
શીલપદેશમાલા ગ્રંથનો પછી અતિશય મૂલ્યવાન રત્નના ઢગલાઓથી વાહનને ભરીને કીર્તિવર્ધન રાજા કમલાની સાથે વેગથી ચાલ્યો.
- રતિવલ્લભ રાજા સૈન્યની સાથે જેટલામાં સીમાડા સુધી આવ્યો તેટલામાં ત્યાં કમલાને પત્ર લાવનાર પુરુષ સામે મળે. રોષદષ્ટિ અને તેષદષ્ટિથી મિશ્ર રતિવલ્લભ રાજાએ તત્કાલ કમલાએ લખેલે પત્ર વાંચે. તે આ પ્રમાણે - સ્વસ્તિશ્રી હૃદયમાં રહેલા શ્રી રતિવલ્લભ સ્વામીને પ્રણામ કરીને સમુદ્ર મધ્યથી કમલા પત્ની વિનંતિ કરે છે કે, હે સ્વામી ! આપની કૃપાથી મારું શીલ અખંડ છે. સદાય મારા હૃદયમાં રહેલા આપનાથી હું અનાથ છું. ભક્તિથી યુક્ત કીર્તિવર્ધન નામનો બંધુ પણ આપના ચર.
નાં દર્શન કરવાની ઈચ્છાથી મારી સાથે આવી રહ્યો છે. પત્ર વાંચીને રાજાએ વિચાર્યું અહો ! કમલાના શીલનું માહાસ્ય! જેથી મારો શત્રુ મિત્ર બની ગયે. પછી બંને રાજાઓ સમુદ્રના કિનારે ભેગા થયા અને બંનેએ પરસ્પર ઉચિત સત્કાર કર્યો. તેથી નગરજનોએ હર્ષથી પ્રવેશ નિમિત્ત દરવાજાઓની કમાનો શણગારી. કમલાસતીની સાથે બંને રાજાઓએ સોપારનગરમાં પ્રવેશ કર્યો. કીર્તિવર્ધન રાજા કેટલાક દિવસો સુધી પ્રેમથી ગૌરવપૂર્વક ત્યાં રહીને પછી પોતાના નગરમાં ગયે. રતિવલ્લભ રાજાએ કમલાસતીની સાથે ત્રિવર્ગના સારભૂત ગૃહસ્થપણાને પૂર્ણપણે સાયું. ક્રમે કરીને પુત્ર રાજ્યભારની ધુરાને ધારણ કરવામાં સમર્થ થઈ જતાં તેને ઉપર સામ્રા
જ્યને ભાર નાખ્યા. પોતે બંને વિષયથી નિઃસ્પૃહ બન્યા. પછી દાન આપીને અને સંઘની પૂજા કરીને દંપતીએ શ્રીસ્પંદનસૂરિની પાસે દીક્ષા લીધી. દીક્ષાનું પાલન કરતા અને દૂર કર્મસમૂહને નાશ કરતા તે બંનેને વિશ્વને પ્રકાશિત કરનાર કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. જેમ સૂર્ય કમલેને વિકસિત કરે તેમ ક્રમે કરીને ભવ્યજીવસમૂહને બોધ પમાડીને રતિવલ્લભ કેવલી મોક્ષપદને પામ્યા. નિર્મલ કેવલજ્ઞાનથી પૃથ્વીને વાસિત કરનાર કમલા મહાસતી પણ ભૃગુકચ્છનગરમાં પુત્રાદિ પરિવાર સહિત માતા-પિતાને પ્રતિબંધ પમાડીને મોક્ષપદને પામ્યા.
કલાવતીનું દષ્ટાંત હવે કલાવતીની કથા પ્રકાશિત કરવામાં આવે છે –
આ જ જબૂદ્વીપમાં કમલ નામને દેશ હતો. અપારલક્ષમી, કદલીવન અને તલવૃક્ષેથી ઉત્તમ તે દેશે સ્વર્ગને જીતી લીધું હતું. તે નગરમાં શંખપુર નામનું નગર હતું. તારાઓમાં પ્રતિબિંબિત થયેલું અને શંખપુર વડે લક્ષમીથી નિશ્ચિતપણે જીતાચેલું સ્વર્ગ જાણે પુષ્પથી શંખપુરની પૂજા કરતું હતું. તે નગરમાં પ્રજાને અનુકૂલ કરનાર શ્રીમાન શંખ નામને રાજા હતા. પણ આશ્ચર્ય એ છે કે તે હદયમાં વક્રતાને ધારણ
૧. બીજા અર્થમાં આ અને તિક્ટોત્તમા એ બે શબ્દોને અપ્સરા અર્થ છે. તા ૨. દરિયામાં થતો શંખ અંદરથી વક્ર હોય છે. પણ આ રાજા શંખ હોવા છતાં અંદરથી વક ન હતો માટે આશ્ચર્ય છે..