________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૨૩
પામેલા રતિવલ્લભરાજાએ કેવળ ભગવંત પાસે જઈને તેમની વૈરાગ્યકારિણી દેશના— વાણીને સાંભળી. દેશનાના અંતે રાજાએ પૂછ્યું. મારી પત્ની જીવે છે કે મરી ગઈ છે ? તેથી કેવલીએ જે પ્રમાણે બન્યું હતુ. તે પ્રમાણે બધું કહ્યું. રાજાએ ફરી પૂછ્યું: આ કયા કર્મનું ફૂલ છે. હે નાથ ! તે મને જીવતી પાછી મળશે કે નહિ? પછી કેવલીએ કહ્યું: હું રાજન્ વિસ્મય નામના મહાન નગરમાં દુય નામના રાજા છે. ધન્યા નામની તેની પત્ની છે. એકવાર ગુસ્સે થયેલી તે ધન્યાએ ક્ષુધા-તૃષાથી વ્યાકુલ થયેલી પેાતાની દાસીને નિચપણે ખાંધીને ભેાંયરામાં રાખી, ઘેાડા દિવસો પછી પ્રસન્ન થયેલી તેણે તેને બંધનથી મુક્ત કરી. તે બંધનના કારણે રાણીએ અત્યંત ભયંકર કર્મ બાંધ્યું. પછી અનેક ગતિમાં તે કર્મનું ફલ ભેાગવીને હમણાં તારી પત્ની થઈ છે. આ બંધન છેલ્લું છે. આ ભવથી પૂર્વના ભવમાં તેણે જે પંચમીના તપ કર્યાં હતા તેનાથી તે માત્ર એક મહિનામાં બંધનથી મુક્ત બનશે. તેથી તે મહાસતી સંદેહ વિના તને મળશે. કારણ કે જીવાનાં કર્મો ભાગવાયા પછી જ ક્ષય પામે છે. આ પ્રમાણે કેવલીની કતકચૂર્ણ સમાન દેશનાને સાંભળીને ઘણા ભવ્ય જીવા પાપરૂપી કાદવથી મુક્ત બન્યા. રતિવદ્યુભ રાજા પત્નીને લાવવાની ઈચ્છાથી જેટલામાં કીર્તિવર્ધન સાથે લડાઈ કરવાની ઈચ્છા કરે છે. તેટલામાં વિહાર કરતા મહાબલ નામના તે જ કેવલજ્ઞાની ભગવંત ક્રમે કરીને ગિરિવન નગરમાં પધાર્યા. જેમ પ્રાતઃકાલના પવનથી નગેાડવનસ્પતિનાં પુષ્પા ખરી પડે તેમ તે કેવી ભગવતના પ્રભાવથી કમલાસતીની લેઢાની સાંકળે! જલી તૂટી ગઈ.
કીર્તિવન રાજા પણ તે કેવલી ભગવંતને વદન કરવા માટે આવ્યા. કેવલી ભગવતે પણ તેને ધર્મના આશીર્વાદ આપ્યા, પછી તેને વિશેષથી ખેાધ પમાડવા માટે કમલાસતીના જ પૂર્વભવ સંબ`ધી વૃત્તાંત તેની સમક્ષ કહ્યો. આ લેાકમાં પણ શીલરૂપી વૃક્ષના ઉત્તમ ફૂલને જુએ. કમલાસતીના શરીરે ખાંધેલી સાંકળા તૂટી ગઈ છે અને તેની પૂર્વવત્ અવસ્થા થઈ ગઈ છે. આ સાંભળીને માનરહિત બનેલેા અને અતિશય ભય પામેલા કીર્તિવન રાજા પશ્ચાત્તાપ કરવા લાગ્યા. તે આ પ્રમાણે – હા ! મે` ઉભયલેાકમાં વિરુદ્ધ આ શું કર્યું"? કામાસક્ત મે' કમલા મહાસતીનું જે વિરુદ્ધ ચિંતવ્યું તે તેના શીલે નિષ્ફળ કર્યું.. આ પ્રમાણે વિચારીને તે ત્યાંથી ઉઠીને કમલાને જ્યાં એકાંતમાં રાખી હતી ત્યાં ગયા તેને બહાર લાવીને શર્મ પામેલા તે તેના ચરણેામાં નમીને તેને ખમાવી. પછી તેણે સતીને કહ્યું: હે ભગિની ! જેણે તને આ દુઃખ આપ્યુ તે હું જ છું. મારું મુખ જોવા લાયક નથી. હું પાપી અને ચિઠ્ઠો છું. હું લેાકમાં નિંદિત થયા . અકાર્ય કરવા તૈયાર થયેલા મને તે પહેલેથી અકા થી અટકાવી દ્વીધા, તેથી ચાક્કસ તું જ મારા બંધુ છે અને તું જ મારો ધર્માચાય છે. હું જાતે જ તને તારા નગરમાં લઈ જઈશ. પણ તારે રતિવલ્લભ રાજ્યના ક્રોધ દૂર કરવા.