________________
૨૨૨
શીલોપદેશમાલા ગ્રંથને ઊંઘ નહિ, જાગ. જાગેલી તેણે ચૂથથી ભ્રષ્ટ બનેલી મૃગલીની જેમ ચારે બાજુ જોયું. તે બોલવા લાગી કે, ઘર ક્યાં છે? આ કર્યું સ્થાન છે? હું ક્યાં છું. ? મારી ઊંઘ ક્યાં જતી રહી? અથવા આ ઇંદ્રજાલ છે? અથવા આ સ્વપ્ન છે? મારા તે પતિ કયાં છે? આ પ્રમાણે બોલતી અને વિહલ થયેલી તેને રાજાએ તેના ચરણકમલેમાં નમીને કહ્યું, હે ભદ્રા ! તારી આગળ રહેલે હું કીર્તિવર્ધન નામને તારો પતિ છું. હું તારી આજ્ઞાને આધીન છું. આથી આ મહેલ, આ સ્થાન, આ નગર અને આ સમૃદ્ધિ એ બધું તારું જાણુ. ક્રોધયુક્ત મુખવાળી સતી કમલાએ તે દુષ્ટને કહ્યું હે દુષ્ટ આત્મા ! અકીર્તિને વધારનાર તું મારી આગળ શું છે ? અર્થાત્ મારી આગળ તારું કંઈ ચાલશે નહિ. હે દુબુદ્ધિ! જેમ કાગડે રાજહંસીને ભેગવવાની ઈચ્છા કરે તેમ રતિવલ્લભ રાજાની પતિવ્રતા પત્નીને ભેગવવાની ઈચ્છા કરનાર તું કોણ છે? મને જલદી મારા ઘરે મેલી દે, નહિ તે મારા પતિનાં બાણે તારા મસ્તકને દિક્ષાલ દેવેને બલિદાન આપવા માટે કાપી નાખશે. કમલાને વચનના પ્રહાર કરીને અને લાકડીઓથી મારીને રાજાએ કહ્યુંઃ જેમ હાથી લતાકું જને ભાંગી નાખે તેમ હું હમણાં તારા સતીપણાને ભાંગી નાખીશ. જાણે કર્મથી ઉપન્ન થયેલા પુદ્ગલે હોય તેવી લેઢાની સાંકળેથી રાજાએ તેને સર્વ અંગમાં બાંધી. પછી કામધેનુની જેમ તેને એકાંત સ્થાનમાં રાખી જેમ રોવડે ચેરાયેલી વસ્તુ ક્યાંય ન દેખાય તેમ સવારે શય્યામાંથી ઉઠેલા રાજાએ પત્નીને ન જોઈ વૃક્ષ ઉપરથી નીચે પડી ગયેલા વાંદરાની જેમ આમ-તેમ જઈને રતિવલ્લભ રાજાએ પહેરેગીરેને પૂછ્યું. જાણે વિસ્મય પામ્યા હોય તેમ પહેરેગીરેએ કહ્યું: રાણી પગે ચાલીને ક્યાંય ગયા નથી. કારણ કે રાત્રિ પૂર્ણ થઈ ત્યાં સુધી અમે જાગતા હતા. અન્ય સર્વ દ્વીપમાં અને રાજાઓના સ્થાનમાં ક્રમશઃ ગુપ્તચર અને દૂત પુરુષોને મેકલીને પત્નીની ઘણી શોધ કરી. રાજા ક્યાંય કોઈ પણ પ્રકારને તેને પતે મેળવી શક્યો નહિ. જ્ઞાનથી જાણી શકાય તેવી વસ્તુઓને બાહ્યચક્ષુવાળા શી રીતે જોઈ શકે? પછી ધર્મમાં નિપુણ રાજાએ નિર્ણય કર્યો કે ચેસ વિદ્યાસિદ્ધ વગેરે કઈ પુરુષે મારી પત્નીનું હરણ કર્યું છે. મારી પત્નીનો પત્તો મળતો નથી. તેથી આ રાજ્ય નિરર્થક છે, મારી આ સંપત્તિઓને ધિકાર થાઓ, આ બાહુબલને ધિક્કાર થાઓ. તેણે પટહ વગડાવીને ઘેષણ કરાવી કે, જે કઈ મારી પત્નીના માત્ર સમાચાર જણાવશે તેને હું મારું અધું રાજ્ય આપીશ. મારો આ જન્મ હાહા! જીવતા મરેલા જેવું છે. કારણકે જેમ સુતેલા પુરુષના મસ્તક ઉપરથી મુગુટને ચારી લે તેમ મારી પત્નીનું કેઈએ હરણ કર્યું છે. આ પ્રમાણે બાહુબલની નિંદા કરતે અને ગુપ્તગુસ્સાવાળે રાજા જેની શક્તિ મંત્રથી ખંભિત કરી દીધી છે એવા સર્ષની જેમ અંતરમાં બળવા લાગ્યું. - આ તરફ પાંચમા મહિને શેકને પામેલા રાજાના નગરના ઉદ્યાનમાં સૂર્યસમાન કેવલી પધાર્યા. જેમ મેઘના આગમનથી ખેડૂત હર્ષ પામે તેમ કેવલીના આગમનથી હર્ષ